હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ:
سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١)
મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો:
તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા પડોશી હશે.
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને દુન્યવી દૌલતના કારણે અલ્લાહ તઆલાથી ગાફિલ રહેવાનો ખૌફ
એકવાર હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને હઝર-મૌત પાસેથી સાત લાખ દિરહમ મળ્યા. (હઝર-મૌત યમનનો મશહૂર ઇલાકો છે) તે રાત્રે, જ્યારે તેઓ સૂવા માટે આવ્યા, ત્યારે બેચેન હતા અને આજુબાજુ કરવટ બદલી રહ્યા હતા.
તેમની બેચેની જોઈને તેમની અહલિયા મોહતરમાએ (ઘરવાળીએ) તેમને પૂછ્યું: તમે કેમ પરેશાન લાગતા છો? તેમણે જવાબ આપ્યો કે જેના ઘરમાં આટલો બધો માલ હોય તે પોતાના રબને કેવી રીતે યાદ કરશે? (એટલે કે, મને ડર છે કે આ માલ મને અલ્લાહ તઆલા અને તેની યાદથી ગાફિલ કરી દેશે.)
તેમની અહલિયા મોહતરમાએ મશવરહ આપ્યો કે તેઓ આ માલને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ વચ્ચે તક્સીમ કરી દે.
આ સાંભળીને હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને દિલાસો મળ્યો અને ફરમાવ્યું: અલ્લાહ તમારા પર રહમ કરે! તમે ખરેખર એક નેક અને હિદાયત-યાફ્તા ખાતૂન છો અને નેક, હિદાયત-યાફ્તા માણસની સાહેબ-ઝાદી છો. તે હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અન્હુની લાડલી બેટી ઉમ્મે-કુલ્સુમ રઝ઼િયલ્લાહુ અન્હા હતી.
બીજા દિવસે સવારે તેમણે મુહાજિરીન અને અન્સાર રઝ઼િયલ્લાહુ અન્હુમ વચ્ચે માલ વહેંચી દીધો. હઝરત અલી રઝ઼િયલ્લાહુ અન્હુ પણ એ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમમાં સામેલ હતા જેમની ખિદમતમાં તેમણે માલ મોકલ્યો હતો.
જ્યારે તેમની અહલિયા મોહતરમાએ તેમને જોયા કે તેઓ બધો માલ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ વચ્ચે વહેંચી રહ્યા છે, ત્યારે તેમણે તેમને પૂછ્યું: શું આ માલમાં આપણો પણ કોઈ હિસ્સો છે? (જેથી આપણે તેનાથી આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ) તો તેમણે તેમને કહ્યું કે જે કંઈ બચ્યું છે તે તમે રાખી શકો છો. બાકીનો માલ લગભગ એક હજાર દિરહમનો હતો.