એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ)ને તકલીફ થઈ હશે.
હઝરત વાલા (હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહ) એ ફરમાવ્યું:
ના સાહબ! મને કોઈ તકલીફ નથી થઈ, અલ્લાહ તઆલાનો લાખ લાખ શુકર છે કે તેણે મને એક એવી વસ્તુ આપેલી છે જેના કારણે મને કોઈ એવી વાતથી તકલીફ નથી થતી.
જ્યાં આ વિચાર્યુ કે આમાં સવાબ મળશે, બસ ત્યાં બધી તકલીફ ઓગળી જાય છે પછી કંઇ તકલીફ નથી રહેતી. (મલફુઝાતે-હકીમુલ-ઉમ્મત, ભાગ: ૧૦, પૃષ્ઠ ક્રમાંક: ૨૮૦)