હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝિયલ્લાહુ અન્હુનું પોતાના માટે જન્નત હાસિલ કરવું

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:

أوجب طلحة (أي الجنة) (جامع الترمذي، الرقم: 1692)

તલ્હાએ પોતાના માટે (જન્નત) વાજિબ કરી લીધી.

હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં

હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક બદન પર ઉહુદની લડાઈમાં બે ઝિરહ (કવચ) હતી.

હુઝૂર-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક ચટ્ટાન (મોટો પથ્થર) પર ચઢવાનો ઈરાદો ફરમાવ્યો, પણ તે બે ઝિરહોના લીઘે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તે ચટ્ટાન પર ચઢી ન શક્યા. એટલા માટે હઝરત તલ્હા રઝિયલ્લાહુ અન્હુને નીચે ઝુકવાનું ફરમાવ્યું, જેથી કરીને આપ સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ તેમનો સહારો લઈને તે ચટ્ટાન પર ચઢી શકે.

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ તરતજ બેસી ગયા અને ચટ્ટાન પર ચડવામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની મદદ કરી.

હઝરત ઝુબૈર રઝિયલ્લાહુ અન્હુ કહે છે કે તે સમયે મેં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ ફરમાવતા સાંભળ્યાં કે તલ્હાએ વાજીબ કરી લીઘી (એટલે તલહાએ પોતાના આ અમલથી પોતાના માટે જન્નતને વાજીબ કરી લીઘી).

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ તે દિવસે બહાદુરીમાં કમાલ દેખાડ્યો અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે રહ્યા અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પૂરી હિફાજત કરી.

સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ જ્યારે પણ ગઝવ-એ-ઉહુદ યાદ ફરમાવતા હતા, ત્યારે તેઓ કેહતા હતા કે તે દિવસ (ઉહદનો દિવસ) પૂરેપૂરો તલ્હા (રઝ઼િયલ્લાહુ અન્હુ) નો થઈ ગયો.

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુએ પોતાના બદનને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ માટે ઢાલ બનાવી રાખ્યો હતો. જેના લીધે તેમના બદન પર એંસીથી વધારે જખમ આવ્યા, તો પણ તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો સાથ ન છોડ્યો. તેમનો હાથ જખમોના લીધે શલ થઈ ગયો હોવા છતા પણ. (સુનને-તીર્મીઝી, અર્-રકમ: ૧૬૯૨ ; મુસ્નદે-અબી-દાવુદ-અત્-તયાલિસી,અર્-રકમ: ૬ ; સહીહુલ્-બુખારી,અર્-રકમ: ૩૭૨૪)

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من …