ઇલ્મે-દીન અને ઝિક્રે-અલ્લાહની પૂરેપૂરી પાબંદી

એક દિવસ ફજરની નમાજ પછી, નિઝામુદ્દીન મસ્જિદમાં આ (તબ્લીગની) તહરીકમાં ભાગ લેતા લોકોનો મોટો મજ્મો હતો અને હઝરત મૌલાના (ઇલ્યાસ) રહ઼િમહુલ્લાહની તબિયત એટલી બધી ખરાબ હતી કે પથારી પર સૂતા સૂતા પણ બે-ચાર શબ્દ જોરથી બોલી શકતા ન હતા. તોપણ તેમણે જોર દઈને એક ખાસ ખાદિમને બોલાવ્યો અને તેના દ્વારા તેમણે પૂરી જમાઅતને કહેડાવ્યું કે:

તમારા લોકોની આ બધી ચલત-ફિરત અને જિદ્દો-જહદ (મહેનત,કોશિશ) બેકાર બની જશે, જો તમે તેની સાથે ઇલ્મે-દીન અને ઝિક્રે-અલ્લાહની સંપૂર્ણ પાબંદી નહીં કરો (જાણે કે આ ઇલ્મ અને ઝિક્ર બે પાંખ છે, જેના વિના આ મેદાનમાં ઉડાન ન ભરી શકાય); બલ્કે, સખ્ત ખતરો અને પ્રબળ આશંકા છે કે આ બે બાબતો પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે તો અલ્લાહ ના કરે, આ ચલત-ફિરત ફિત્ના અને ગુમરાહીનો એક નવો દરવાજો ન બની જાય.

જો દીનનો ઇલ્મ ન હોય તો ઈસ્લામ-ઈમાન ફક્ત એક રસ્મી (ઔપચારિક) અને નામી વસ્તુ છે અને અલ્લાહના ઝિકર વગરનો ઇલ્મ હોય તો પણ તે ઘોર અંધકાર છે અને તેવી જ રીતે જો ઈલ્મે-દીન (દીનનું નોલેજ) વગર ખૂબ ઝિક્રે-અલ્લાહ પણ હોય, તો તેમાં પણ મોટો ખતરો છે.

ગર્ઝ ઇલ્મ, ઝિક્રના નૂરમાંથી આવે છે અને ઇલ્મે-દીન વિના ઝિક્રની હકીકી બરકતો અને ફળ મેળવી શકાતા નથી; હકીકતમાં, ઘણી વખત આવા અભણ સૂફીઓને શેતાન પોતાનો આલા-એ-કાર બનાવી લે છે.
(આલા-એ-કાર= જેના દ્વારા કામ કરવામાં આવે, (અર્થાત) જે લોકોને બતાવવા માટે આગળ મૂકવામાં આવે અને તેની આડમાં પોતાનો મકસદ પૂરો કરવામાં આવે.)

તેથી, આ સંબંધમાં ઇલ્મ અને ઝિક્રના મહત્વને ક્યારેય ભૂલવું જોઈએ નહીં અને તેના માટે હંમેશા ખાસ પાબંદી કરવામાં આવે; નહિ તો તમારી આ તબ્લીગી તહરીક પણ એક આવારા-ગર્દી બનીને રહી જશે અને અલ્લાહ ના કરે! તમે લોકો ભયંકર નુકસાનમાં રહેશો. (મલફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહીમહુલ્લાહ, પેજ નંબર: ૩૧-૩૨)

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …