વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૭

૧૯) જ્યારે વુઝૂ પુરૂ થઈ જાય, તો કલીમએ શહાદત પઢે (અગર તમે ખુલ્લી જગ્યા માં છો, તો તમે કલીમએ શહાદત પઢતા પઢતા આસમાન ની તરફ જુઓ)[૨૬] પણ અહાદીષે મુબારકા માં આવેલી બીજી મસ્નૂન દુઆ પઢે.

નિચે થોડીક(અમુક) મસનૂન દુઆઓ લખવામાં આવે છે. જે વુઝૂનાં અંતમાં પઢવામાં આવેઃ

પેહલી દુઆઃ

જે માણસ નીચેની દુઆ પઢશે, એમનાં માટે જન્નતનાં આંઠ દરવાજા ખુલી જશે, તેવણ એમાંથી જે દરવાજામાંથી ચાહશે, જન્નતમાં દાખલ થઈ શકશે[૨૭]:

أَشْهَدُ أَن لَّا إِلٰهَ إِلَّا اللّٰهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ اَللّٰهُمَّ اجْعَلْنِيْ مِنَ التَّوَّابِيْنَ وَاجْعَلْنِيْ مِنَ الْمُتَطَهِّرِيْنَ

હું ગવાહી આપુ છું કે અલ્લાહ તઆલા સિવાય કોઈ મઅબુદ નથી. તેવણ એકલા છે. એમનું કોઈ ભાગીદાર નથી અને હું ગવાહી આપુ છું કે મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં બંદા અને રસૂલ છે. એ અલ્લાહ ! મને તે લોકોમાંથી બનાવ જે વધારે તૌબા કરવાવાળા અને વધારે પાક(સાફ) (નેક) છે.

બીજી દુઆઃ

જે માણસ વુઝૂનાં પછી નીચેની દુઆ પઢશે, તેમનાં માટે એનો ષવાબ એક કાગળમાં લખવામાં આવશે અને તેના પર મુહર લગાવવામાં આવશે પછી તે કાગળ સાથે કયામત સુઘી સાચવવામાં આવશે.

سُبْحَانَكَ اللّٰهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَن لَّا إلٰهَ إلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوْبُ إلَيْكَ[૨૮]

એ અલ્લાહ તમારી ઝાત પાખ છે. તમારા માટેજ પ્રશંસા છે. હું ગવાહી આપુ છું કે તમારા સિવાય કોઈ માબૂદ નથી, હું તમારાથી મગફિરત માંગુ છું અને તમારા સામે તૌબા કરૂ છું.(ક્ષમા માંગુ છું)

૨૦) તરતીબ થી વુઝૂ કરવું.[૨૯]

૨૧) જમણી તરફનાં અંગોને ડાબી તરફનાં અંગોથી પેહલા ધોવુ.[૩૦]

عن عائشة رضي الله عنها قالت كان النبي صلى الله عليه وسلم ليعجبه التيمن فى تنعله وترجله وطهوره وفي شأنه كله (صحيح البخارى رقم ١٦٨)[૩૧]

હઝરતે આંઈશા (રદિ.) ફરમાવે છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે ચંપલ (પગરખા) પહેરતા અથવા કાંસકી કરતા અથવા વુઝૂ કરતા અથવા બીજા કામો કરતા (એટલે કે એવા કામ જેનો તકાઝો એ છે કે તેને જમણી તરફથી પુરૂ કરવામાં આવે. જેવી રીતે કે, મસ્જીદ અને કાબા શરીફમાં દાખલ થવું, કપડા તરફથી પહેરવુ, કોઈ માણસ કોઈ વસ્તુ આપવું અથવા કોઈની પાસેથી કોઈ વસ્તુ લેવું) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પસંદ ફરમાવતા હતા કે આપ જમણાં હાથથી શરૂ કરે.

 

Source: http://ihyaauddeen.co.za/?cat=130


 

[૨૬] عن عقبة بن عامر يقول قال رسول الله صلى الله عليه وسلم من توضأ فأحسن الوضوء ثم رفع نظره إلى السماء فقال أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأن محمدا عبده ورسوله فتحت له ثمانية أبواب من الجنة يدخل من أيها شاء (مسند أحمد رقم ١٧٣٦٥)

[૨૭] عن عمر بن الخطاب رضى الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من توضأ فأحسن الوضوء ثم قال أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله اللهم اجعلني من التوابين واجعلني من المتطهّرين فتحت له ثمانية أبواب الجنة يدخل من أيها شاء (سنن الترمذى رقم ٥٥)

انظر أيضا : صحيح مسلم رقم ٢٣٤، مجمع الزوائد رقم ١٢٢٩، ١٢٣٠

[૨૮] عن أبي سعيد الخدري قال: قال رسول الله صلى الله عليه وسلم: من قرأ سورة الكهف كانت له نورا يوم القيامة من مقامه إلى مكة ومن قرأ عشر آيات من آخرها ثم خرج الدجال لم يضره ومن توضأ فقال: سبحانك اللهم وبحمدك لا إله إلا أنت أستغفرك وأتوب إليك كتب في رق ثم جعل في طابع فلم يكسر إلى يوم القيامة. رواه الطبراني في الأوسط ورجاله رجال الصحيح إلا أن النسائي قال بعد تخرجه في اليوم والليلة : هذا خطأ والصواب موقوفا . ثم رواه من رواية الثوري وغندر عن شعبة موقوفا (مجمع الزوائد رقم ١٢٣١)

[૨૯]  (و) يسن (الترتيب) سنة مؤكدة فى الصحيح وهو (كما نص الله فى كتابه) (حاشية الطحطاوى ص٧٣)

[૩૦] الفصل الثالث في المستحبات  والمذكور منها في المتون اثنان الأول التيامن وهو أن يبدأ باليد اليمنى قبل اليسرى وبالرجل اليمنى قبل اليسرى وهو فضيلة على الصحيح وليس في أعضاء الطهارة عضوان لا يستحب تقديم الأيمن منهما على الأيسر إلا الاذنان ولو لم يكن له إلا يد واحدة أو بإحدى يديه علة ولا يمكنه مسحهما معا يبدأ بالأذن اليمنى ثم باليسرى كذا في الجوهرة النيرة (الفتاوى الهندية ١/٨)

[૩૧] (يحب التيمن) : أي: البدء بالأيامن من اليد والرجل والجانب الأيمن، لكن التيمن في اللغة المشهورة هو التبرك بالشيء من اليمن وهو البركة. في القاموس: اليمن بالضم البركة، وفي مختصر النهاية: اليمن البركة وضده الشؤم والتيمن الابتداء في الأفعال باليد اليمنى والرجل اليمنى والجانب الأيمن (ما استطاع) : أي: ما أمكنه وقدر عليه (في شأنه) : أي: في أمره (كله) : تأكيد والمراد الأمور المكرمة (مرقاة ٢/١١١-١١٢)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …