જુમ્આનાં દિવસે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : أكثروا الصلاة علي في الليلة الزهراء واليوم الأغر فإن صلاتكم تعرض علي (المعجم الأوسط للطبراني وسنده ضعيف لكن يتقوى بشواهده كما في القول البديع صـ 325)

થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે રોશન રાત અને રોશન દિવસમાં (જુમ્આ ની રાત અને જુમ્આનાં દિવસે) મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો, કારણકે તમારૂ દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે.

દુરૂદ શરીફ લખવાની બરકતથી ગુનાહોની બખશિશ

હઝરત ઈબ્ને અબી સુલૈમાન (રહ.) કહે છે કે મેં મારા વાલિદ સાહબને ઈન્તેકાલ પછી સપનામાં જોયા.

મેં એમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ આપની સાથે શું મામલો ફરમાવ્યો? તેવણે ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી.

મેં પૂછ્યુઃ કયા અમલનાં કારણે? તેવણે ફરમાવ્યુ દરેક હદીષમાં હું હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ લખ્યા કરતો હતો. (અલ અખલાકુલઝ ઝકિય્યા)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

કમનસીબ વ્યક્તિ

جابر بن عبد الله رضي الله عنهما يقول: قال رسول الله صلى الله عليه وسلم: …