રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن الله وكل بقبري ملكا أعطاه الله أسماء الخلائق فلا يصلي علي أحد إلى يوم القيامة إلا أبلغني باسمه واسم أبيه هذا فلان بن فلان قد صلى عليك (رواه البزار كما في الترغيب والترهيب، الرقم: 2574، قال الهيثمي: رواه البزار وفيه ابن الحميري واسمه عمران يأتي الكلام عليه بعده … قال البخاري: لا يتابع على حديثه وقال صاحب الميزان: لا يعرف ونعيم بن ضمضم ضعفه بعضهم، وبقية رجاله رجال الصحيح كذا في مجمع الزوائد، الرقم: 17291)

હઝરત અમ્માર બિન યાસિર રદ઼િયલ્લાહુ ‘અન્હુએ હુઝૂર સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમનો ઇર્શાદ નકલ કર્યો છે કે અલ્લાહ જલ્લ શાનુહુએ મારી કબર પર એક ફરિશ્તો તૈનાત કર્યો છે કયામતના દિવસ સુધી, જેને તમામ મખ્લૂકની વાતો સાંભળવાની તાકાત આપવામાં આપી છે. તેથી જે કોઈ પણ મારા પર દુરૂદ મોકલે છે, તે ફરિશ્તો મને તેનું અને તેના વાલિદ સાહેબનું (પિતાજીનું) નામ લઇને દુરૂદ પહોંચાડે છે કે ફલાણો માણસ, જે ફલાણાનો પુત્ર છે, તેણે તમારા (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલ્યુ છે.

સપનામાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું સિખાવેલ દુરૂદ

કમાલ દમીરી રહ઼િમહુલ્લાહએ શર્હુલ-મિન્હાજમાં હઝરત શૈખ અબૂ-અબ્દુલ્લાહ બિન નો’માન રહ઼િમહુલ્લાહથી નકલ કર્યુ છે કે હઝરત શૈખ અબૂ-અબ્દુલ્લાહ બિન નો’માન રહ઼િમહુલ્લાહને ખ્વાબમાં સો વખત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઝિયારત થઈ.

છેલ્લી વખત જ્યારે તેમણે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ખ્વાબમાં જોયા, તો તેમણે સવાલ કર્યોઃ હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! તમારા પર ક્યુ દુરૂદ મોકલવુ મારા માટે વધારે અફઝલ (બેસ્ટ) છે?

તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે જવાબ આપ્યોઃ આ દુરૂદ પઢ્યા કરોઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الَّذِيْ مَلَأْتَ قَلْبَهُ مِنْ جَلَالِكَ وَعَيْنَهُ مِنْ جَمَالِكَ ‏فَأَصْبَحَ فَرِحًا مَسْرُوْرًا مُؤَيَّدًا مَنْصُوْرًا

“હે અલ્લાહ જી! અમારા સરદાર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલો, જેમના દિલને તમે પોતાના જલાલથી ભરી દીઘું અને જેમની આંખને પોતાના જમાલથી ભરી દીઘી, તો તેવણ ખુશ-ખુશાલ થઈ ગયા અને જેમની મદદ તથા નુસરત ગૈબથી કરવામાં આવી.” (અલ્કવલુલ્-બદી’- પેજ નં-૧૪૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …