મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે દુરુદ-શરીફનો પાઠ કરવો

عن أبي حميد أو أبي أسيد الأنصاري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا دخل أحدكم المسجد فليسلم على النبي صلى الله عليه وسلم ثم ليقل اللهم افتح لي أبواب رحمتك فإذا خرج فليقل اللهم إني أسألك من فضلك (سنن أبي داود، الرقم: 465، وسكت عليه هو والمنذري في مختصره، الرقم: 465)

હઝરત અબૂ-હુમૈદ અથવા અબુ-ઉસૈદુસ-સાઇદી રદ઼િય અલ્લાહુ અન્હુમા કહે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે જ્યારે તમારામાંથી કોઈ મસ્જિદમાં આવી જાય, તો તેણે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર સલામ (દુરુદો-સલામ) મોકલવું જોઈએ, પછી તેણે આ રીતે કહેવું જોઈએ:

اَللّٰهُمَّ افْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِك

એ અલ્લાહ જી! મારા માટે તમારી રહ઼મતના (દયાના) દરવાજા ખોલી નાંખો.

અને જ્યારે તે મસ્જિદમાંથી બહાર નીકળી જાય, ( તો તેણે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર સલામ મોકલવું જોઈએ) પછી આ રીતે કહે:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ مِنْ فَضْلِكَ

હે અલ્લાહ જી! હું તારા થી જ સવાલ કરું છું તારા ફઝ઼લ નો.

(ફઝલ=મહેરબાની,રોજી-રોટી)

હઝરત અબૂ-ઈમરાન વાસિતી રહ઼િમહુલ્લાહ નો વાકિયો

અબુ ઈમરાન વાસિતી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે

હું મક્કા મુકર્રમાથી હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની કબરે-અતહરની ઝિયારતના ઈરાદાથી ચાલ્યો. જ્યારે હું હરમથી બાહર નિકળ્યો, મને એટલી સખત તરસ લાગી કે હું પોતાનાં જીવનથી માયૂસ થઈ ગયો. હું પોતાની જાનથી નાઉમ્મીદ થઈને એક બાવળના ઝાડની નીચે બેસી ગયો.

અચાનક એક ઘોડ સવાર લીલા ઘોડા પર સવાર થઈને મારી પાસે પહોંચ્યો. તે ઘોડાની લગામ પણ લીલી હતી, ઝીન પણ લીલી હતી અને ઘોડ સવારનો પોશાક પણ લીલો હતો. તેના હાથમાં લીલા રંગનો ગ્લાસ હતો જેમા લીલાજ રંગનો શરબત હતો. તે તેમણે મને પીવા માટે આપ્યો, મેં ત્રણ વખત પીધું, પણ તે ગ્લાસ માંથી કંઈ પણ ઓછુ ન થયું.

પછી તેમણે મને કહ્યું કે “તુ ક્યાં જઈ રહ્યો છે.” મેં કહ્યુ કે “મદીના-તય્યીબા હાજરીનો ઈરાદો છે, જેથી કરીને હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની ખિદમતમાં સલામ કરૂં અને હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના બન્નેવ સાથિયોંને સલામ કરૂં.”

તેમણે કહ્યું કે “જ્યારે તુ મદીના પહોંચી જાય અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની અને હઝરાતે શૈખૈન રદ઼િય અલ્લાહુ અન્હુમા ની ખિદમતમાં સલામ કરી ચૂકે તો આ અર્જ કરી દેજો કે રિઝવાન તમો ત્રણેવ હઝરાતની ખિદમતમાં સલામ અર્જ કરતા હતા.”

રિઝવાન તે ફરિશ્તાનું નામ છે જે જન્નતના દરબાન (નાઝિમ) છે. (ફઝાઈલે-દુરૂદ, પેજ-નં- ૧૩૦)

‎يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ‎

Check Also

ગુલામોને મુક્ત કરવા કરતાં વધુ સદ્ગુણી

عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق …