ઇસ્લામનો એક મહાન સહાયક

ذات مرة، قال سيدنا عمر رضي الله عنه عن سيدنا الزبير رضي الله عنه: إن الزبير عمود من عمد الإسلام (أي: حام راسخ من حماة الإسلام). (تاريخ دمشق 18/397)

હઝરત ‘ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂએ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ વિશે ફરમાવ્યું:

ઝુબૈર ઇસ્લામના મહાન (સુતૂનોંમાંથી) સ્તંભોમાંથી એક (સુતૂન) સ્તંભ છે. (એટલે ​​કે, તે ઇસ્લામનો મહાન મદદગાર છે.)

ઇસ્લામ પર ઇસ્તિક઼ામત

અબુલ-અસ્વદ બયાન કરે છે કે હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ આઠ વર્ષની ઉંમરે ઇસ્લામ કબૂલ કર્યો અને અઢાર વર્ષની ઉંમરે હિજરત કરી.

તેમના કાકા તેમને ભૂસાની ચટાઈમાં લપેટીને લટકાવી દેતા, પછી આગ લગાડતા (તેમની નીચે); જેથી ધુમાડાના કારણે તેમનો શ્વાસ રૂંધાઈ. તે પછી, તેમના કાકા તેમને ઇસ્લામ છોડી દેવા માટે દબાણ કરતા; પરંતુ તેઓ ફક્ત એક જ જવાબ આપતા: હું ક્યારેય કુફ્ર (ઇસ્લામથી વિચલન) પસંદ ન કરીશ.

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ તે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમમાંથી એક હતા, જેમણે કુરૈશના જુલમ અને અત્યાચાર થી બચવા હબશા (એબિસિનિયા, ઇથોપિયા)માં હિજરત કરી હતી.

જે પણ હોય, હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ હબશામાં લાંબો સમય રોકાયા ન હતા; તેના બદલે, તે ટૂંક સમયમાં જ મક્કા-મુકર્રમા પાછા ફર્યો અને પછી પાછી મદીના-મુનવ્વરા ની તરફ હિજરત કરી; તેથી, તેમને ઇસ્લામ ખાતર બંને હિજરત નું (શર્ફ) સન્માન મળ્યું.

Check Also

હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ લોકોમાં બેહતરીન માણસ છે

હઝરત મુઆઝ બિન જબલ રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: واللَّه …