હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની ખાસ દુઆ

عن سيدنا الزبير رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: من يأت بني قريظة فيأتيني بخبرهم. فانطلقتُ، فلما رجعت، جمع لي رسول الله صلى الله عليه وسلم أبويه فقال: فداك أبي وأمي (صحيح البخاري، الرقم: ٣٧٢٠)

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ બયાન કરે છે કે એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમને ફરમાવ્યું:

કોણ બનૂ-કુરૈઝા પાસે જઈને મારી પાસે તેમની બાતમી લાવે? હું તેમની પાસે ગયો, જ્યારે હું પાછો આવ્યો, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે મારા માટે તેમના વાલિદૈન ને ભેગા કર્યા અને ફરમાવ્યું:

મારા માં-બાપ તમારા પર કુરબાન.

ગઝવ-એ-બદ્રમાં ભાગ લેવો

ઇસ્માઇલ બિન અબી-ખાલિદ બયાન કરે છે કે બહ્યી રહિમહુલ્લાહ એ ફરમાવ્યું:

ગઝવ-એ-બદ્રમાં જેહાદમાં ફક્ત અને ફક્ત બે ઘોડેસવાર હતા. એક હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ હતા જેઓ (લશ્કરની) જમણી બાજુથી લડી રહ્યા હતા અને બીજા હતા હઝરત મિકદાદ બિન અસ્વદ રદ઼િય અલ્લાહુ અન્હૂ જે ડાબી બાજુથી લડી રહ્યા હતા.

હિશામ બિન ઉર્વા બયાન કરે છે કે તેમના પિતાજી ઉર્વા રહીમહુલ્લાહ એ કહ્યું કે હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂએ બદ્રના દિવસે પીળી પાઘડી પહેરી હતી. તે પછી, હઝરત જિબ્રીલ ઐલહિસ્સલામ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂના રૂપમાં (આકાશમાંથી) ઉતર્યા એટલે કે તેમણે પણ પીળી પાઘડી પહેરેલી હતી.

Check Also

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પ્રિય

ذات مرة، قال سيدنا عثمان بن عفان رضي الله عنه عن سيدنا الزبير رضي الله …