શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું:
મારા વ્હાલાઓ! કંઈક કરી લો.
مَنْ طَلَبَ الْعُلى سَهِرَ الَّیَالِيَ
જે વ્યક્તિ કંઈક બનવા માંગે તો તેણે રાત્રે જાગવું પડે છે.
ફરમાવ્યું: એક વ્યક્તિ હતો જે હઝરત રાયપુરી રહિમુલ્લાહની ખિદમતમાં કેટલાક દિવસ સુધી રહ્યા અને ઝિક્ર-ઓ-અઝકારમાં લાગેલા રહ્યા.
એક દિવસ તેઓ હઝરતને કહેવા લાગ્યા કે હઝરત! ઝિકર તો કરું છું, પરંતુ મને કોઈ અસર મહેસૂસ થતી નથી.
આ સાંભળીને હઝરતે ફરમાવ્યું કે પુડિયા તો છે નથી જેને ઘોળીને પીવડાવી દેવામાં આવે, કંઈક તો કરવુ પડશે.
(પુડિયા = કાગળના ટુકડામાં લપેટી લી દવા)
અને ભાઈ! જુઓ! કરવાવાળો મહરૂમ નથી રહેતો, ભલે હું ગમે તેટલો ના-કાબિલ હોવું, ઇન્શા-અલ્લાહ મારી ના-કાબિલિયત આડે નહીં આવશે.
(મહરૂમ= અભાગી, જેને કોઈ વસ્તુ ન મળી શકી હોય)
મેં ઘણી વાર કહી ચુક્યો છું કે તલબ પર જ મબદા-એ-ફૈયાઝ (અલ્લાહ તઆલા) પાસે થી મળશે. (મલફૂઝાત હઝરત શેખ રહિમહુલ્લાહ, ભાગ ૧, પેજ નં. ૧૦૮)