عن عبد الله بن أبي طلحة عن أبيه أن رسول الله صلى الله عليه وسلم جاء ذات يوم والبشر يرى في وجهه فقال: إنه جاءني جبريل صلى الله عليه وسلم فقال: أما يرضيك يا محمد أن لا يصلي عليك أحد من أمتك إلا صليت عليه عشرا ولا يسلم عليك أحد من أمتك إلا سلمت عليه عشرا (سنن النسائى، الرقم: ۱۲۹۵)
હઝરત અબૂ તલ્હા (રદિ.) થી રિવાયત છે કે એક દિવસ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમારી પાસે એવી હાલતમાં તશરીફ લાવ્યા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો નૂરાની ચેહરો ખુશી થી ચમકી રહ્યો હતો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) (ઘણી ખુશીનું કારણ બયાન કરતા) ઈરશાદ ફરમાવ્યુ કે હઝરત જીબ્રઈલ(અલ.) મારી પાસે આવ્યા અને ફરમાવ્યુઃ એ મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું હું એવી વાત બયાન ન કરૂં, જેનાથી તમને અનહદ(બેહદ) ખુશી થાય.(અલ્લાહ તઆલા તમારાથી ફરમાવી રહ્યા છે કે) જે પણ તમારા પર એક વખત દુરૂદ મોકલે છે તેના ઉપર દસ દુરૂદ(રહમતોં) મોકલુ છું અને જે પણ તમારા ઉપર એક વખત સલામ મોકલે છે મેં તેના ઉપર દસ સલામ મોકલુ છું.
દુરૂદ ની સાથે સલામ પઢવું
અબૂ સુલયમાન હર્રાની(રહ.) વણઁવે છે કે હું એક વખત હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સપના માં ઝિયારત(દર્શન) કરી, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “હે અબૂ સુલયમાન (રહ.) જ્યારે તમે હદિષ શરીફ માં મારૂ નામ લો છો અને તેના ઉપર દુરૂદ પણ પઢો છો તો પછી “વસલ્લમ” કેમ નથી કેહતા?, આ ચાર હુરૂફ છે અને દરેક હુરૂફ પર દસ નેકિયોં મળે છે તો તમે ચાલીસ નેકિયોં(પુણ્ય) છોડી દો છો.(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૬૩)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=5585