એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યુ:
હમણા તમારી સામે એક એવો વ્યક્તિ આવશે જે જન્નતના લોકોમાંથી છે. થોડી જ વારમાં હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ અન્હૂ આવી પહોંચ્યા.
તે અમલ જેના કારણે હઝરત સા’દ રદિઅલ્લાહુ અન્હુને જન્નતની ખુશખબરી મળી
હઝરત અનસ રદિ અલ્લાહુ અન્હૂ બયાન કરે છે કે એક વખત સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની ખિદમતમાં બેઠા હતા ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ફરમાવ્યુ, “હવે એક વ્યક્તિ તમારી સામે આવશે જે જન્નતના લોકોમાંથી છે.” થોડી જ વારમાં હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિઅલ્લાહુ અન્હૂ તશરીફ લાવ્યા, તેમની દાઢીમાંથી વુઝૂનું પાણી ટપકતું હતું અને તેમણે ડાબા હાથમાં જૂતા પકડ્યા હતા.
બીજા અને ત્રીજા દિવસે પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે એ જ એલાન ફરમાવ્યુ અને બંને દિવસે હઝરત સા’દ રદિઅલ્લાહુ અન્હૂ આવ્યા.
હઝરત અબ્દુલ્લા બિન અમ્ર બિન આસ રદિઅલ્લાહુ અન્હુમા નુ મન થયુ કે હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુની સોબતમાં થોડો સમય રહે, જેથી તેઓ તેમના અખ્લાક અને કામકાજ ને જોઈ શકે અને જાણી શકે તે ખાસ ખૂબી કે અમલને, જેના કારણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે તેમને જન્નતની ખુશખબરી આપી છે.
છેવટે, ત્રીજા દિવસે જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમ મજલીસમાંથી તશરીફ લઈ ગયા ત્યારે હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિઅલ્લાહુ અન્હુમા હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ સાથે વાત કરવા તેમની પાછળ ગયા.
હઝરત અબ્દુલ્લા બિન અમ્ર રદિઅલ્લાહુ અન્હુમાએ તેમને ફરમાવ્યુ કે મારા અને મારા વાલિદ સાહબ (પિતાજી) વચ્ચે થોડો ઇખ્તિલાફ (મતભેદ) થયો છે, જેના કારણે મેં કસમ ખાધેલી છે કે હું ત્રણ દિવસ સુધી ઘરે નહીં જઈશ. શું તમે મને તમારા ઘરે ત્રણ દિવસ રહેવાની ઇજાઝત આપો?
હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુએ તેમને ઇજાઝત આપી દીધી અને હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદી અલ્લાહુ અન્હુમા તેમની સાથે રહેવા લાગ્યા.
હઝરત અબ્દુલ્લા બિન અમ્ર રદિ અલ્લાહુ અન્હુમાએ ત્રણ દિવસ સુધી તેમના આમાલ અને કામકાજને બરાબર જોતા રહ્યા; પણ તેમની નજર માં કોઈ એવો અમલ ન આવ્યો જેને તેઓ ગેર-મામૂલી અને અસાધારણ સમજે.
હઝરત અબ્દુલ્લા બિન અમ્ર રદિ અલ્લાહુ અન્હુમાએ હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુને રાત્રે તહજ્જુદની નમાજ માટે ઉઠતા ન જોયા; બલ્કે, તેઓએ જોયું કે હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હૂ તો ફક્ત ફજરના સમયે ઉઠતા છે, જે પણ હોય પરંતુ તેઓએ જોયું કે રાત્રે જ્યારે હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુ ની આંખ ખુલતી અને તેઓ એક બાજુથી બીજી બાજુ કરવટ બદલતા, તો ફરીથી સૂતા પહેલા કંઈક ઝિકર કરતા.
પરંતુ હઝરત અબ્દુલ્લા બિન અમ્ર રદિ અલ્લાહુ અન્હુમાએ હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુમા ની અંદર એક નુમાયાં ખૂબી જોઈ કે તેઓ (લોકો વિશે) સારી જ વાત કરતા હતા. (એટલે કે, કોઈની બુરાઈ ન કરતા હતા.)
છેવટે, જ્યારે ત્રણ દિવસ વીતી ગયા અને હઝરત અબ્દુલ્લા બિન અમ્ર રદી અલ્લાહુ અન્હુમાએ હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હૂની અંદર એવી કોઈ અનોખી અને અસામાન્ય વાત જોઈ નહીં. જેને તેઓ જન્નતની ખુશખબરી નુ કારણ આપી શકે, ત્યારે તેમણે વિચાર્યું કે હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હૂને વાસ્તવિકતા બતાવી દઇએ અને તેમના થી જન્નતની ખુશખબરીનું કારણ પૂછી લઈએ.
તેથી હઝરત અબ્દુલ્લા બિન અમ્ર રદી અલ્લાહુ અન્હુમા સા’દ રદી અલ્લાહુ અન્હુ પાસે ગયા અને તેમને કહ્યું:
હે અલ્લાહના બંદા! હકીકત આ છે કે મારી અને મારા વાલિદ સાહબ વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નહતો; બલ્કે તમારી સાથે રહેવાનું કારણ આ હતું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે સતત ત્રણ દિવસ સુધી આ ઇર્શાદ ફરમાવ્યુ કે હમણા તમારી સામે એક એવો વ્યક્તિ હાજર થશે, જે જન્નતના લોકોમાંથી છે અને ત્રણેય દિવસ તમે જ તશરીફ લાવ્યા. આ જ કારણ હતું કે મને દિલી ઈચ્છા થઈ કે હું થોડા દિવસ તમારી સાથે રહું અને તમારા આમાલ, કામકાજ અને ખૂબીઓ જોઈને તમારા રસ્તા ઉપર ચાલું; પણ મૈં તમને વધારે નફલ આમાલ કરતા જોયા નથી, તો મને બતાવો છેવટે તમારો તે કયો અમલ છે? જેના કારણે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તમને જન્નતની ખુશખબરી આપી.
હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો, હું ફક્ત તે જ અમલ કરું છું જે તમે જોયું.
આ સાંભળીને હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિઅલ્લાહુ અન્હુમા ત્યાંથી જવા લાગ્યા. જ્યારે તે જવા લાગ્યા, ત્યારે હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુએ તેમને પાછા બોલાવ્યા અને ફરમાવ્યુ:
હું તે જ અમલ કરું છું જે તમે જોયું; અવશ્ય એક બીજો અમલ (જે મારા માટે જન્નતની ખુશખબરીનું કારણ બની શકે) આ છે કે હું મારા દિલમાં કોઈ પણ મુસ્લિમ માટે કોઈ બુગ્ઝ રાખતો નથી અને જો અલ્લાહ તઆલાએ કોઈને કોઈ નેમત આપેલી હોય તો હું તેના પર હસદ નથી કરતો.
(બુગ્ઝ= તે દુશ્મની જે મન મન માં ઉછેરવા માં આવે અને બહાર દેખાડવા માં ન આવે)
આ સાંભળીને હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ અલ્લાહુ અન્હુમાએ ફરમાવ્યુ, આ તે જ અમલ છે જેના કારણે તમે આ ઉચ્ચ અને બુલંદ મકામ પર પહોંચ્યા છો અને અમે આના પર અમલ કરવાથી લાચાર છે.