બાળકોનાં કફન-દફનનાં મસાઈલ

(૧) જુવાનીનાં પાસે પહોંચેલા છોકરા અને છોકરીઓનાં કફન-દફન નો તરીકો બાલિગ(પુખ્ત વયના ) માણસ અને બાલિગ(પુખ્ત વયની ) ઔરત ની જેમજ કફન-દફન કરવામાં આવશે.[૧]

(૨) નાબાલિગ છોકરો જે  જુવાનીનાં કરીબ ન પહોંચ્યો હોય,  તો તેને ત્રણ કપડામાં કફન આપવું બેહતર છે. એવીજ રીતે નાબાલિગ છોકરી જે જુવાનીનાં કરીબ ન પહોંચી  હોય, તેને પાંચ કપડામાં કફન આપવું બેહતર છે એટલે કે નાબાલિગોં ને બાલિગોની(પુખ્ત વયનાં લોકોની) જેમ કફન આપવું બેહતર છે. પણ નાબાલિગ છોકરાવોને કફનવીઘી બે કપડાવોમાં અને નાબાલિગ છોકરીઓની કફનવીઘી  ત્રણ કપડાવોમાં પણ જાઈઝ છે. નાબાલિગ છોકરાવોને ઓછામાં ઓછા એક કપડામાં  અને નાબાલિગ છોકરીને ઓછામાં ઓછા બે કપડામાં કફન આપવામાં આવશે.[૨]

(૩) અગર બાળક જન્મયા બાદ(પેદા થવા પછી) તરતજ મૃત્યુ પામી ગયું(મરી ગયું) અથવા થોડી વાર પછી મૃત્યુ પામે(મરી જાય) તો બન્નેવ હાલતોમાં તેનું નામ રાખવામાં આવે, તેને ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે. કફન માં એક કાપડ કાફી થશે. તથા તેની જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે.

(૪) અગર બાળક મૃત્યુ પામેલી(મરેલી) હાલતમાં જન્મે(પેદાથાય), તો તેનું નામ રાખી લે. ત્યારપછી ગુસલ આપી દે અને એક કપડામાં લપેટીને દફન કરી દે. એવા બાળકોની જનાઝાની નમાઝ પઢવામાં આવશે નહી.[૩]

(૫) અગર કોઈ ઔરત નું  ગર્ભાશય(હમલ) એવી હાલતમાં પડી જાય કે અંગો(હાથ,પગ અને મોઢુ વગેરે)બની ચુક્યા હોય, પણ આ બઘુ અલગ અલગ હોય એટલે કે હજી સુઘી જોડાયા ન હોય તો તે બઘાને એક કપડામાં લપેટીને દફન કરી દે.[૪]

(૬) અગર કોઈ ઔરતનું ગર્ભાશય એવી હાલતમાં પડી જાય કે શરીર અને અંગો તો બની ચુક્યા હોય અને જોડાઈ પણ ગયા હોય પણ જીસમ હજી સુઘી અઘુરા હોય(હાથ, પગ નાક અને મોઢું વગેરે બની ચુક્યા હોય અને જીસમની સાથે જોડાઈ પણ ગયુ હોય પણ હજુ સુઘી આખુ જીસમ તૈયાર ન થયુ હોય) તો તેવા બાળકનું નામ રાખી લે, શરીર ને ઘોઈ લે કપડા માં લપેટી દે ત્યાર બાદ દફન કરી દે.[૫]

(૭) અગર કોઈ બાળક પેદા થવાનાં દરમિયાનમાં મૃત્યુ પામી(મરી) જાય અને તેનાં જીસ્મનો વઘુ ભાગ ન નિકળ્યો હયો, તો તેવા બાળકનુ આદેશ(હુકમ) તે બાળકની જેમ છે જે મરેલુ જન્મયુ(પેદા થયું) હોય એટલે કે તેનું નામ રાખવામાં આવશે,તેને ગુસલ આપવામાં આવશે અને એક કપડામાં લપેટી જનાઝાની નમાઝ પઢ્યા વગર દફન કરવામાં આવશે.

(૮) અને અગર કોઈ બાળક પેદા થવાનાં દરમિયાનમાં મરી જાય પણ તેનાં જીસ્મનો વઘારે ભાગ નિકળી ચુક્યો હોય તો તેનો હુકમ તે બાળકની જેમજ છે જે જીવિત જન્મયાં(પેદા થવા) પછી મૃત્યુ પામી(મરી) ગયુ હોય, એટલે કે તેનું નામ રાખવામાં આવશે, તેને ગુસલ આપવામાં આવશે, કફન પહેરાવવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પણ પઢવામાં આવશે ત્યાર પછી દફન કરવામાં આવશે.

નોંઘ- બાળક નાં જીસ્મનાં ઘણાં ભાગનાં નિકળવાનો જાણવાનો તરીકો એ છે કે અગર માથા તરફથી જન્મે(પેદા થાય) અને છાતી નીકળી આવે, તો સમજી જવુ જોઈએ કે વઘારે ભાગ નિકળી ગયો છે અને અગર પગ તરફથી જન્મે(પેદા થાય) અને દુંટી દેખાય જાય, તો સમજી જવુ જોઈએ કે વઘારે ભાગ નિકળી ગયો છે. [૬]

Source: http://ihyaauddeen.co.za/?p=1647


 

[૧] والصبي المراهق في التكفين كالبالغ والمراهقة كالبالغة (الفتاوى الهندية ١/١٦٠)

[૨] ( ومن لم يراهق الخ ) هذا لو ذكرا قال الزيلعي وأدنى ما يكفن به الصبي الصغير ثوب واحد والصبية ثوبان اهـ وقال في البدائع وإن كان صبيا لم يراهق فإن كفن في خرقتين إزار ورداء فحسن وإن كفن في إزار واحد جاز وأما الصغيرة فلا بأس أن تكفن في ثوبين اهـ أقول في قوله فحسن إشارة إلى أنه لو كفن بكفن البالغ يكون أحسن لما في الحلية عن الخانية و الخلاصة الطفل الذي لم يبلغ حد الشهوة الأحسن أن يكفن فيما يكفن فيه البالغ وإن كفن في ثوب واحد جاز اهـ وفيه إشارة إلى أن المراد بمن لم يراهق من لم يبلغ حد الشهوة (رد المحتار ٢/٢٠٤)

[૩] ومن استهل بعد الولادة سمي وغسل وصلي عليه وإن لم يستهل أدرج في خرقة ولم يصل عليه ويغسل في غير الظاهر من الرواية وهو المختار كذا في الهداية والاستهلال ما يعرف به حياة الولد من صوت أو حركة (الفتاوى الهندية ١/١٥٩)

[૪] إذا وجد طرف من أطراف الإنسان كيد أو رجل أنه لا يغسل لأن الشرع ورد بغسل الميت والميت اسم لكله ولو وجد الأكثر منه غسل لأن للأكثر حكم الكل وإن وجد الأقل منه أو النصف لم يغسل كذا ذكر القدوري في شرحه مختصر الكرخي لأن هذا القدر ليس بميت حقيقة وحكما ولأن الغسل للصلاة وما لم يزد على النصف لا يصلى عليه فلا يغسل أيضا وذكر القاضي في شرحه مختصر الطحاوي أنه إذا وجد النصف ومعه الرأس يغسل وإن لم يكن معه الرأس لا يغسل فكأنه جعله مع الرأس في حكم الأكثر لكونه معظم البدن (بدائع الصنائع ٢/٣٠٢)

والسقط يلف ولا يكفن كالعضو من الميت قال الشامي : قوله ( والسقط يلف ) أي في خرقة لأنه ليس له حرمة كاملة وكذا من ولد ميتا بدائع قوله ( ولا يكفن ) أي لا يراعى فيه سنة الكفن وهل النفي بمعنى النهي أو بمعنى نفي اللزوم الظاهر الثاني فليتأمل قوله ( كالعضو من الميت ) أي لو وجد طرف من أطراف إنسان أو نصفه مشقوقا طولا أو عرضا يلف في خرقة إلا إذا كان معه الرأس فيكفن كما في البدائع قال وكذا الكافر لو له ذو رحم محرم مسلم يغسله ويكفنه في خرقة لأن التكفين على وجه السنة من باب الكراهة اهـ (رد المحتار ٢/٢٠٤)

[૫] ( وإن لم يستهل غسل ) وإن لم يتم خلقه ( في المختار ) لأنه نفس من وجه ( وأدرج في خرقة ) وسمي ( ودفن ولم يصل عليه ) قال الطحطاوي : قوله ( وإن لم يستهل ) مثله ما إذا استهل فمات قبل خروج أكثره وأما الاستهلال في البطن فغير معتبر بالأولى قوله ( وإن لم يتم خلقه ) فيغسل وإن لم يراع فيه السنة وبهذا يجمع بين من أثبت غسله وبين من نفاه فمن أثبته أراد الغسل في الجملة ومن نفاه أراد الغسل المراعي فيه وجه السنة والمتبادر منه أنه ظهر فيه بعض خلق وأما إذا لم يظهر فيه خلق أصلا فالظاهر أنه لا يغسل ولا يسمى لعدم حشره وحرره قوله ( في المختار ) وظاهر الرواية منع الكل وكذا لا يرث ولا يورث اتفاقا لأنه كجزء الحي كما في الزيلعي والحموي وحاصل ما في المصنف أنه بالنظر لكونه نفسا من وجه يغسل ويصلى عليه وبالنظر لكونه جزء آدمي لا ولا فاعملنا الشبهين فقلنا يغسل عملا بالأول ولا يصلى عليه عملا بالثاني ورجحنا خلاف ظاهر لرواية قوله ( لأنه نفس من وجه ) الأولى ما في ملتقى البحار حيث قال إكراما لبني آدم وإنما كان نفسا لأنه يبعث وإن لم ينفخ فيه الروح على أحد القولين قوله ( وسمى ) أي وإن لم يتم خلقه كما في الشرح عن الطحاوي (حاشية الطحطاوي على مراقي الفلاح ص٥٩٨)

[6] ( ومن ولد فمات يغسل ويصلى عليه ) ويرث ويورث ويسمى ( إن استهل ) بالبناء للفاعل أي وجد منه ما يدل على حياته بعد خروج أكثره حتى لو خرج رأسه فقط وهو يصيح فذبحه رجل فعليه الغرة وإن قطع أذنه فخرج حيا فمات فعليه الدية ( وإلا ) يستهل ( غسل وسمى ) عند الثاني وهو الأصح فيفتى به على خلاف ظاهر الرواية إكراما لبني آدم كما في ملتقى البحار قال الشامي : قوله ( بعد خروج أكثره ) متعلق بوجد فلو خرج رأسه وهو يصيح ثم مات لم يرث ولم يصل عليه ما لم يخرج أكثر بدنه حيا بحر عن المبتغى حد الأكثر من قبل الرجل سرته ومن قبل الرأس صدره (رد المحتار ٢/٢٢٧)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …