કોહે હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: ٢٤١٧)

એક મૌકા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હઝરત અબૂ બકર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન, હઝરત અલી, હઝરત તલ્હા, હઝરત ઝુબૈર અને હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુમ સાથે કોહે હિરા પર ચઢ્યા. (પોતાની ઉપરની આ મહાન હસ્તીઓને જોઈને) પહાડ (ખુશીથી) હલવા લાગ્યો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહાડ તરફ મુખાતબ થયા અને ફરમાવ્યું:

“એ હિરા! શાંત થઈ જા; કારણ કે તારા ઉપર નબી, સિદ્દીક કે શહીદ સિવાય બીજુ કોઈ નથી.”

ઇસ્લામ ખાતર સૌપ્રથમ લોહી વહેવડાવ્યું

મુહમ્મદ બિન ઇસ્હાક રહિમહુલ્લાહ (અલ્લાહ એમના પર રહેમ કરે) બયાન કરે છે:

ઇસ્લામના શરૂ શરૂ માં, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સહાબાઓ ગુપ્ત રીતે છુપાઇને નમાઝ પઢતા હતા. તેઓ નમાઝ પઢવા મક્કા મુકર્રમાની ખીણોમાં જતા હતા; જેથી કાફિરોને તેમની નમાઝ વિશે ખબર ન પડે. (અને તેઓ કાફિરોના જુલમથી બચી શકે.)

એકવાર હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હૂ મક્કા મુકર્રમાની એક ખીણમાં સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમના સમૂહ સાથે નમાઝ પઢતા હતા ત્યારે કાફિરોના એક જૂથે તેમને જોઈ લીધા.

તેમને જોઈને, કાફિરો તેમની રૂસ્વાઈ અને બેઈજ્જતી કરવા લાગ્યા અને તેમના દીનમાં ખોડખાંપણ કાઢવા લાગ્યા; અહીંયા સુધી કે બંને જૂથો (એટલે ​​કે સહાબા એ કિરામ રદી અલ્લાહુ અન્હુમ અને કાફિરો) વચ્ચે લડાઈ ચાલુ થઈ ગઈ.

આ લડાઈમાં હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂએ એક કાફિરના માથા પર ઊંટના જડબાના હાડકા થી પ્રહાર કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો.

આ પહેલી લડાઈ હતી જેમાં ઇસ્લામ માટે લોહી વહેવડાવવામાં આવ્યું હતું. (એટલે ​​કે, ઇસ્લામની શરૂઆત પછી આ પહેલી લડાઈ હતી, જેમાં સહાબા એ કિરામ રદી અલ્લાહુ અન્હુમે કાફિરોને શારીરિક (જીસ્માની) ઇજાઓ પહોંચાડી હતી.)

Check Also

હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ લોકોમાં બેહતરીન માણસ છે

હઝરત મુઆઝ બિન જબલ રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: واللَّه …