હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહિમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું:
લોકો આ’માલને જુએ છે; પરંતુ જોવાની વસ્તુ છે દિલ કે તેના દિલમાં અલ્લાહ અને રસુલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત (આદર,સમ્માન) કેટલો છે.
ગામડિયા છે, ગંવાર લોકો છે; પરંતુ તેઓના દિલોમાં અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) ની મોહબ્બત અને ‘અઝમત દાબી દાબી ને ભરેલી છે અને વધારે જરૂરત આ જ વસ્તુની છે કે દિલમાં દીનની ઈજ્જત, કદર અને ‘અઝમત હોય. (માલફુઝાતે હકીમુલ ઉમ્મત. ભાગ નં. ૭, પેજ નં. ૨૧૮)