રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક જુબાન થી હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની તા’રીફ (પ્રશંસા)

હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પાસે આવ્યા. તેમને જોઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:

هذا خالي فليُرِني امرؤ خاله. (جامع الترمذي، الرقم: ٣٧٥٢)

આ મારા મામા છે. કોઈના મામા મારા મામા જેવા હોય તો તે મને બતાવે.

હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ નુ ઈમાન પર ઇસ્તેકામત

અબૂ ‘ઉસ્માન રહિમહુલ્લાહ રિવાયત કરે છે કે હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એ ફરમાવ્યું:

કુરાન મજીદની નિમ્નલિખિત આયત મારા વિશે નાઝીલ થઈ હતી:

અમે માણસને તેના માતા-પિતા સાથે સારું વર્તન કરવાની તાકીદ કરી છે, અને જો તેઓ (તમારા કાફિર માં-બાપ) તમને મારી સાથે (અલ્લાહ ત’આલા સાથે) (અલ્લાહ ત’આલાની બંદગીમાં) કોઈને ભાગીદાર અને શરીક બનાવવા મજબૂર કરે, જેની તમને કોઈ જાણકારી નથી, તો તેમની વાત ન માનશો.
(તાકીદ કરવુ= કોઈ વાત ના હુકમ અને આદેશ આપવામાં જોર દેવું અથવા વારંવાર તેને કરવા માટે કેહવુ)
(‘ઇબાદત = પૂજા,બંદગી)

હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ ફરમાવે છે:

હું મારી વાલિદાનો (માતાનો) ખૂબ જ ફરમાં-બરદાર (આજ્ઞાકારી, દરેક વાત માનવા વાળો) છોકરો હતો; આમ છતાં, જ્યારે મેં ઇસ્લામ કબૂલ કર્યો, ત્યારે તેમણે મને સંબોધીને કહ્યું:

ઓહ સઅ્દ! આ કયો નવો દીન (ધર્મ) છે કે જેનો તે ઇજાદ (આવિષ્કાર) કર્યો છે, હું તને આ દીન છોડી દેવાનો આદેશ (હુકમ) આપું છું; નહિં તો પછી, હું તારી સાથે ન વાત કરીશ અને ન કંઈ ખાઈ-પીશ; જ્યાં સુધી કે મારું મૌત ન આવી જાય. પછી મારા મૌત નો આરોપ તારા પર લગાવવા માં આવશે; કેમ કે લોકો કહેશે કે આ તે વ્યક્તિ છે જેણે તેની માંની હત્યા કરી.

મેં જવાબ આપ્યો: ઓહ મારી મા! આવું ન કર; કારણ કે હું દુનિયાની કોઈપણ વસ્તુના બદલામાં આ દીન (ઇસ્લામ) છોડીશ નહીં.

તે પછી મારી વાલિદા (માતા) ત્રણ દિવસ અને ત્રણ રાત ભૂખી રહી; અહિંયા સુધી કે તે ખૂબ જ કમજોર થઈ ગઈ. જ્યારે મેં તેને આ હાલતમાં જોઈ ત્યારે મેં તેમને કહ્યું: ઓહ મારી મા! હું તમને એક વાત કહેવા માંગુ છું કે ખુદા ની કસમ! જો તમારી પાસે એક સો જીંદગી હોય અને તમે તે બધી એક પછી એક ગુમાવી દો; એટલા માટે કે હું ઇસ્લામથી વાપસી કરી લઉં, તો પણ હું મારો દીન (ધર્મ) ઇસ્લામ છોડવાનો નથી, તેથી તમારી મરજી, જો તમારે ખાવું હોય તો ખાઇ લો; નહિં તો પછી ભૂખ્યા રહો.

જ્યારે હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની વાલિદાએ (માતાએ) ઇસ્લામમાં તેમની સાબિત કદમી અને અડગતા જોઈ, ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે તેઓ કોઈપણ સંજોગોમાં ઇસ્લામ છોડશે નહીં; તેથી તેમણે તેમની કસમ તોડી નાખી અને ખાવાનું શરૂ કરી દીધું.

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની અલ્લાહની ખાતર જાન કુર્બાન કરવાની બૈઅત

હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: بايع رسولَ الله صلى الله عليه وسلم ‌عصابةٌ …