اَللّهُمَّ لَكَ الحَمْدُ كَمَا أَنْتَ اَهْلُهُ فَصَلِّ عَلَى مُحَمَّدٍ كَمَا أَنْتَ اَهْلُهُ وَافْعَلْ بِنَا مَا أَنْتَ اَهْلُهُ فَاِنَّكَ أَنْتَ اَهْلُ التَقْوَى وَ اَهْلُ المغْفِرَة (فضائل الدرود)
એ અલ્લાહ ! તમારા માટે જ વખાણ છે જે તમારી શાન ને લાયક છે. તમે મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો, જે તમારી શાન નાં યોગ્ય હોય. તમે અમારી સાથે તે મામલો ફરમાવજો, જે તમારી શાન ને લાયક હોય. બેશક તમેજ એનાં લાયક છો કે તમારાથી જ ડરવામાં આવે અને તમે જ મગફિરત(ક્ષમા) કરવા વાળા છો.
અલ્લામાં ઈબ્નુલ મુશતહિર (રહ.) ફરમાવે છે, “ જે માણસ એ ઈચ્છે કે તે અલ્લાહ તઆલાની હમ્દ(વખાણ) કરે જે તે બઘાથી વધારે અફઝલ હોય જે અત્યાર સુઘી એમની મખ્લુકમાં થી કોઈએ ન કરી હોય પ્રથમ અને છેલ્લા દાયકાનાં લોકો અને ફરીશ્તાઓ મુકર્રબીન આસમાનવાળાઓ અને ઝમીનવાળાઓ થી પણ અફઝલ હોય, અને એવીજ રીતે એ ઈચ્છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એવુ દુરૂદ શરીફ પઢે જે એ બઘાથી અફઝલ હોય જેટલુ દુરૂદ કોઈએ પણ પઢ્યુ હોય, અને એવીજ રીતે એ પણ ચાહતો હોય કે તે અલ્લાહ તઆલાથી કોઈ એવી વસ્તુ માંગે જે બઘાથી વધારે અફઝલ હોય જે કોઈએ માંગી હોય તો તે ઉપર આપેલ દુરૂદ પઢ્યા કરે. (અલકવલુલ બદીઅ, ફઝાઈલે દુરૂદ, પેજ નં-૭૬)
તૌરાત માં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નુ નામ મુબારક
અલ્લામાં સખાવી (રહ.) ઇતિહાસનાં કેટલાક પુસ્તકો થી નકલ કરે છે કે બની ઈસરાઈલમાં થી એક માણસ ઘણો ગુનેહગાર હતો. જ્યારે તે મરી ગયો તો લોકોએ તેને એમજ ઝમીન પર નાંખી દીઘો. અલ્લાહ તઆલાએ હઝરત મૂસા (અલ.) પર વહી મોકલી કે તેને ગુસલ આપી તેનાં ઉપર જનાઝાની નમાઝ પઢો. મેં(અલ્લાહ તઆલા) તેની મગફિરત(ક્ષમા) કરી દીઘી છે. હઝરત મૂસા (અલ.) એ રજુઆત કરી, “એ અલ્લાહ ! આ કેવી રીતે થયુ”. અલ્લાહ તઆલાએ ફરમાવ્યુ કે “એણે એક વખત તૌરાત ને ખોલી હતી. તેમાં મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ જોયુ હતુ, તો તેણે એમનાં ઉપર(મુહમદં(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ પઢ્યુ હતુ.” તો અલ્લાહ તઆલાએ ફરમાવ્યુ, “મેં એના કારણે તેની મગફિરત કરી દીઘી.” (અલકવલુલ બદીઅ, ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૭)
يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=4482