આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ

જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યારે આપ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાને ફરમાવ્યું:

મારા રિશ્તેદારોમાં મને જેના થી સૌથી વધારે મોહબ્બત છે તેની સાથે મેં તમારા નિકાહ કરાવ્યા છે.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમનુ હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુને કબરો હમવાર (સમતળ) કરવા, બુતોને તોડવા અને તસ્વીરો મિટાવવા માટે મોકલવુ

હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે કે એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે એક સહાબીની જનાજાની નમાજ પઢાવી.

તે પછી, આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે સહાબા એ કિરામ રદી અલ્લાહુ અન્હુમને સંબોધીને ફરમાવ્યું:

તમારામાંથી કોણ આના માટે તૈયાર છે કે તે મદીના મુનવ્વરા પાછો જાય અને જ્યાં પણ તે મૂર્તિ જુએ તો તેને તોડી નાખે અને જ્યાં પણ તે કોઈ કબર જુએ કે જે ઉંચી બનાવવામાં આવેલી હોય (એટલે ​​કે જમીનની હદથી જાઈઝ મર્યાદાથી વધુ હોય અથવા તેના પર કોઈ ઈમારત બનાવવામાં આવેલી હોય) તો તેને બરાબર કરી દે. (એટલે ​​કે શરીયતમાં જેટલી ઊંચાઈ ની ઈજાઝત છે,તે મુતાબિક અને પ્રમાણે કરી દે) અને જ્યાં પણ તે કોઈ (સજીવ) તસ્વીર જુએ તો તરત જ તેને મિટાવી દે.

આ સાંભળીને એક સહાબીએ અર્ઝ કર્યું: હું આ કરીશ, હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ!

જો કે, શહેરમાં દાખલ થતા પહેલા, તે પોતાના લોકો નાં ખૌફથી ભયભીત થઈ ગયા; તેથી તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ પાસે પાછા આવ્યા અને આ જવાબદારી નિભાવવામાં આજિઝી (અસમર્થતા) જાહેર કરી.

તે સમયે હઝરત અલી રદી અલ્લાહુ અન્હુ હાજર હતા. તેમણે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને કહ્યું: હું જઈશ, હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમ!

ત્યાર પછી હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુ મદીના મુનવ્વરા તશરીફ લઈ ગયા અને તેમને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે પૂરી કરી.

પાછા આવ્યા પછી, તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમને કહ્યું:

હે અલ્લાહના રસૂલ, સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ! મેં શહેરમાં કોઈ મૂર્તિ એવી નથી છોડી, કે જેને મેં ન તોડી હોય, અને કોઈ કબર એવી નથી છોડી; કે જેને મૈં બરાબર ન કરી દીધી હોય (એટલે ​​કે, જે કબર જાઈઝ હદથી વધારે ઊંચી બનાવવામાં આવી હતી, મૈં તેને જાઈઝ હદની મુતાબિક બનાવી દીધી) અને ન કોઈ (સજીવ) તસ્વીર એવી નથી છોડી કે જેને મૈં મિટાવી ન હોય.

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:

જે કોઈ પણ તેમાંથી કોઈ કામ ફરીથી કરશે (એટલે ​​કે કબરોને જાઈઝ હદથી ઉંચી કરવું અથવા તેના પર ઈમારત બનાવવુ અથવા સજીવ તસવીરો ને બનાવવુ), તો તેણે મુહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ પર નાઝીલ થયેલ વસ્તુ ની નાફરમાની અને નાશુક્રી કરી. (એટલે કે, તેણે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમન પર નાઝીલ થયેલ દીનના હુકમોની કદર ના કરી.)

આ ઘટના પરથી આપણે હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુની અજોડ બહાદુરી અને હિંમત જોઈ શકીએ છીએ.

તેવી જ રીતે, આ ઘટનાથી આ સ્પષ્ટ અને સાફ છે કે હઝરત અલી રદિઅલ્લાહુ ‘અન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમના મુબારક ફરમાનોને પૂરા કરવા માટે હંમેશા તત્પર અને તૈયાર રહેતા હતા.

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક જીંદગીમાં ફતવો આપવાનું સન્માન

كان سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه من الصحابة الكرام الذين شرفهم الله …