દુવા ની સુન્નતો અને આદાબ – ૨

દુઆ ની ફઝીલતો

(૧) મોમીનનું હથિયાર

હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું કે દુઆ મોમીન નું હથિયાર, દીનનો સુતૂન અને આસમાનો અને જમીન નું નૂર છે.

(૨) ઈબાદત નું મગ્ઝ

હઝરત અનસ રદિઅલ્લાહુ અન્હુ થી બયાન કરવામાં આવ્યું છે કે રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે કહ્યું કે દુવા એ ઇબાદતનુ મગ્ઝ છે.

(૩) દુઆ થી અલ્લાહ ત’આલા ની રઝામંદી હાસિલ કરવું

હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું કે બેશક અલ્લાહ ત’આલા તે લોકો થી મુહબ્બત ફરમાવે છે જેઓ હંમેશા દુઆ કરે છે.

તિર્મિઝી શરીફમાં હઝરત અબુ હુરૈરા રદિ અલ્લાહુ અન્હુ થી નકલ કરવામાં આવ્યું છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ તઆલા થી દુઆ નથી માંગતો, અલ્લાહ તઆલા તેના થી નારાજ થાય છે.

(૪) દુઆ વર્તમાન (હમણાં) અને ભવિષ્ય (આગળ જઈને) બંનેમાં ફાયદાકારક છે

હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે દુઆ દુનિયા અને આખિરત બંનેમાં ફાયદાકારક છે; તેથી, હે અલ્લાહના બંદાઓ! તમે દુઆ કરતા રહો.

(૫) દુઆ કરવા વાળો ફાયદા થી ખાલી નથી રહેતો

હઝરત અબુ સઈદ ખુદરી રદિ અલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : “જે કોઈ એવી દુઆ કરે, જેમાં કોઈ ગુના અથવા કોઈ સગાં સંબંધી સાથે સંબંધ તોડવાની વાત ના હોય (એટલે કે તે કોઈ હરામ વસ્તુ માટે દુઆ ના કરતો હોય), તો અલ્લાહ ત’આલા તેને ત્રણ વસ્તુઓમાંથી એક વસ્તુ જરૂર અર્પણ (આપે) કરે છે: કાં તો તેને તે જ વસ્તુ (આ દુનિયામાં) આપી દે છે જેના માટે તેણે દુઆ કરી હતી અથવા તેના માટે તેની દુઆનો સવાબ આખિરતમાં સંગ્રહિત કરી દેવામાં આવે છે. અથવા તેનાથી કોઈ મુસીબત દૂર કરી દે છે. સહાબા એ કિરામ રદી અલ્લાહુ ‘અન્હુમે કહ્યું: પછી તો આપણે ઘણી દુઆ કરીશું, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : અલ્લાહ ત’આલા દરેક વસ્તુથી વધીને છે. (એટલે કે અલ્લાહ ત’આલા ની તાકાત અને ખજાનો તમારી માંગણી કરતા વધારે છે).

(૬) આજીવિકામાં બરકત અને દુશ્મનોથી રક્ષણ

હઝરત જાબીર બિન અબ્દુલ્લાહ રદિઅલ્લાહુ અન્હુ થી મરવી છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: શું હું તમને એવી વસ્તુ ન બતાવું જે તમારી દુશ્મનોથી હિફાજત કરશે અને રોજી ની કસરત માટે સબબ બને? (પછી નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહી વસલ્લમે ફરમાવ્યું) દિવસ-રાત અલ્લાહ ત’આલા થી દુઆ માંગતા રહો; કારણ કે દુઆ મોમીન નું હથિયાર છે.

(૭) તમારા ભાઈ માટે દુઆ કરવાથી તમને ફરિશ્તા ની દુઆ મળે છે

હઝરત અબુ દર્દા રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ વારંવાર ફરમાવતા હતા કે મુસ્લિમ વ્યક્તિ તેના ભાઈ માટે તેની ગેરહાજરીમાં જે દુઆ કરે છે તે કબૂલ થાય છે. તેના માથા પાસે એક ફરિશ્તા ને મુકર્રર (નિમણૂક) કરી દેવામાં આવ્યો છે. જ્યારે પણ તે તેના ભાઈ માટે ભલાઈ ની દુઆ કરે છે, ત્યારે તે મુકર્રર (નિયુક્ત) ફરિશ્તો આમીન કહે છે અને તેના માટે દુઆ કરતી વખતે તે કહે છે: અલ્લાહ ત’આલા તમને તેના જેવું આપે જે તમે તમારા ભાઈ માટે માંગ્યું છે.

(૮) ઈમાન વાળા ઓ માટે દુઆ કરવાની ફજીલત

હઝરત અબુ દરદા રદી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને કહેતા સાંભળ્યા કે જે કોઈ દરરોજ પચીસ કે સત્તાવીસ વખત અલ્લાહ ત’આલા થી મુસલમાન મર્દ (પુરુષ) અને ઔરત (સ્ત્રીઓ) માટે મગફિરત ની દુઆ કરે છે તે મુસ્તજાબુદા’વત લોકોમાં શામેલ થશે ( તે એવા લોકોમાં શામેલ થઇ જશે જેમની દુઆ કબૂલ કરવામાં આવે છે) અને તે અલ્લાહ તઆલાના તે નેક બંદાઓમાં શામેલ થશે, જેમના નેક અમલોને કારણે અલ્લાહ ત’આલા દુનિયાના લોકોને રોજી આપે છે.

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …