નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે દુઆ કરી:
اللهم أعز الإسلام بأحب هذين الرجلين إليك بأبي جهل أو بعمر بن الخطاب
قال عبد الله بن عمر رضي الله عنهما: وكان أحبهما إليه عمر (سنن الترمذي، الرقم: ٣٢٨١)
હે અલ્લાહ! ઉમર બિન ખત્તાબ અને અબુ જહલ માં થી જે તમારી નજદીક વધારે પ્રિય છે, તેનાં દ્વારા ઇસ્લામને તાકાત અને શક્તિ આપો.
હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદિ અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ અલ્લાહની નજદીક વધારે પ્રિય હતા.
હઝરત ઉમર રદીઅલ્લાહુ અન્હુ ની ખુશી
એકવાર હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ પયગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના કાકા હઝરત અબ્બાસ રદી અલ્લાહુ અન્હુ થી ફરમાવ્યું કે મને મારા પિતાના ઇસ્લામ કબૂલ કરવા થી પણ વધારે ખુશી તમારા ઇસ્લામ કબૂલ કરવા થી થઈ હતી; કારણ કે હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને મારા પિતાના ઇસ્લામ કબૂલ કરવા ની તુલના માં તમારા ઇસ્લામ કબૂલ કરવા થી વધારે ખુશી થઈ હતી. (શર્હુ મઆની અલ્-આષાર ૩/૩૨૧)