મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૧

મય્યિતને ગુસલ આપવા માટેની તૈયારી

૧) જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય. [૧]

૨) મય્યિતને તેના ઉપર(તખ્ત વગૈરહ પર) સુવડાવી દે, જેના ઉપર મય્યિતને ગુસલ આપવાના હોય (મય્યિતને સુવડાવવાનો કોઈ ખાસ તરીકો નક્કી નથી, બલકે જે રીતે આસાની હોય એવી રીતે સુવડાવવુ જાઈઝ છે) [૨] ત્યાર પછી મય્યિતનાં કપડાં ઉતારી નાંખો. આ વાત ઘ્યાનમાં રાખવી કે કપડાં ઉતારતાં પહેલાં મય્યિતની નાભી(દુંટી) અને ઘૂંટણનાં વચ્ચે કોઈ જાડુ કપડું રાખો, જેથી સતર ઢંકાયેલુ રહે.

૩) મય્યિતને એવી જગ્યાએ ગુસલ આપે, જ્યાંથી આસાની ની સાથે પાણી વહી જાય. અને અગર પાણી નિકળવાની જગ્યા ન હોય, તો ત્યાં ખાડો ખોદી લો, જેથી અવર-જવર કરવા વાળાને તકલીફ ન પહોંચે. [૩]

મય્યિતને ગુસલ આપવાનો તરીકો

મય્યિતને ગુસલ આપવાનો તરીકો નીચે પ્રમાણે છેઃ

ઇસ્તિન્જો

ગુસલ આપવા વાળો હાથનાં મોજા પેહરી લે યા પોતનાં હાથમાં કોઈ કપડું લપેટી લે પછી મય્યિતને ઇસ્તિન્જો કરાવે. ઇસ્તિન્જો કરાવવાનાં દરમિયાનમાં મય્યિતનાં ગુપ્ત અંગ(પેશાબની જગ્યા) ને ખુલ્લા હાથથી ન પકડે. ઇસ્તિન્જો કરાવવાનો તરીકો આ છે કે ગુસલ આપવા વાળો તે કપડાનાં અંદર હાથ દાખલ કરે જે નાફ (દુંટી) અને ઘુંટણના વચ્ચે પડેલું છે અને ગુપ્ત અંગ (પેશાબની જગહ) ને ઘોવડાવી દે. મર્દ નું સતર દુંટી થી ઘૂંટણ સુઘી છે. અને ઔરત નું સતર (ઔરતની સામે) મર્દનાં સતરની જેમ જ છે. એટલે કે દુંટી થી ઘૂંટણ સુઘી.

ગુસલ આપવાવાળો મર્દ હોય યા ઔરત, એમનાં માટે મય્યિતનાં ગુપ્ત અંગ(પેશાબની જગ્યા) અને સતર નાં લાયક હિસ્સાને જોવું જાઈઝ નથી.[૪]

 

Source: http://ihyaauddeen.co.za/?p=1374


 

[૧]( ويوضع ) كما مات ( كما تيسر ) في الأصح ( على سرير مجمر وترا ) إلى سبع فقط فتح ( ككفنه ) وعند موته فهي ثلاث لا خلفه ولا في القبر. قال الشامي : قوله ( كما مات ) هذه الكاف الداخلة على ما تسمى كاف المبادرة مثل سلم كما تدخل كما في المغني أي أنه يوضع على السرير عقب تيقن موته وقيده القدوري بما إذا أرادوا غسله والأول أشبه كما في الزيلعي قوله ( في الأصح ) وقيل يوضع إلى القبلة طولا وقيل عرضا كما في القبر أفاده في البحر قوله ( مجمر ) أي مبخر وفيه إشارة إلى أن السرير يجمر قبل وضعه عليه تعظيما وإزالة للرائحة الكريهة منه نهر قوله ( إلى سبع فقط ) أي بأن تدار المجمرة حول السرير مرة أو ثلاثا أو خمسا أو سبعا ولا يزاد عليها كما في الفتح و الكافي و النهاية وفي التبيين لا يزاد على خمسة قوله ( ككفنه ) فإنه يجمر وترا أيضا ط قوله ( وعند موته ) أفاده بقوله سابقا ويحضر عنده الطيب ط قوله ( فهي ثلاث الخ ) قال في الفتح وجميع ما يجمر فيه الميت ثلاث عند خروج روحه لإزالة الرائحة الكريهة وعند غسله وعند تكفينه ولا يجمر خلفه ولا في القبر لما روي لا تتبعوا الجنازة بصوت ولا نار اهـ (رد المحتار ٢/١٩٥)

[૨] فتاوى محمودية ١٣/٥١، امداد الفتاوى ١/٤٩٨

قال في الشامية: قوله ( وتستر عورته الغليظة فقط ) أي القبل والدبر وعللوه بأنه أيسر وببطلان الشهوة والظاهر أنه بيان للواجب بمعنى أنه لا يأثم بذلك لا لكون المطلوب الاقتصار على ذلك تأمل قوله ( صححه الزيلعي وغيره ) والأول صححه في الهداية وغيرها لكن قال في شرح المنية إن الثاني هو المأخوذ به لقوله عليه الصلاة والسلام لعلي لا تنظر إلى فخذ حي ولا ميت لأن ما كان عورة لا يسقط بالموت ولذا لا يجوز مسه حتى لو ماتت بين رجال أجانب يممها رجل بخرقة ولا يمسها الخ وفي الشرنبلالية وهذا شامل للمرأة والرجل لأن عورة المرأة للمرأة كالرجل للرجل. (رد المحتار على الدر المختار ٢/١٩٥)

[૩] بہشتی زیور ١٧٢

[૪] ( ويغسلها تحت خرقة ) السترة ( بعد لف ) خرقة ( مثلها على يديه ) لحرمة اللمس كالنظر ( ويجرد ) من ثيابه ( كما مات ) وغسله عليه الصلاة والسلام في قميصه من خواصه قال الشامي : قوله ( لحرمة اللمس كالنظر ) يفيد هذا التعليل أن الصغير الذي لا عورة له لا يضر عدم ستره ط قوله ( ويجرد من ثيابه ) ليمكنهم التنظيف لأن المقصود من الغسل هو التطهير والتطهير لا يحصل مع ثيابه لأن الثوب متى تنجس بالغسالة تنجس به بدنه ثانيا بنجاسة الثوب فلا يفيد الغسل فيجب التجريد كذا في العناية وظاهره أن الوجوب على ظاهره قوله ( كما مات ) لأن الثياب تحمى عليه فيسرع إليه التغير بحر قوله ( من خواصه ) لما روى أبو داود أنهم قالوا نجرده كما نجرد موتانا أم نغسله في ثيابه فسمعوا من ناحية البيت اغسلوا رسول الله وعليه ثيابه قال ابن عبد البر روي ذلك عن عائشة من وجه صحيح فدل هذا أن عادتهم كانت تجريد موتاهم للغسل في زمنه صلى الله عليه وسلم شرح المنية زاد في المعراج وغسله ليس للتطهير لأنه كان طاهرا حيا وميتا (رد المحتار ٢/١٩٥) قال الشامي : تنبيه لم يذكر الاستنجاء للاختلاف فيه فعندهما يستنجي وعند أبي يوسف لا وصورته أن يلف الغاسل على يده خرقة ويغسل السوأة لأن مسها حرام كالنظر جوهرة (رد المحتار ٢/١٩٦)

وتستر عورته بخرقة من السرة إلى الركبة كذا في محيط السرخسي وهو الصحيح كذا في المحيط ظاهر المذهب أن يستر عورته الغليظة دون الفخذين كذا في الخلاصة هو الصحيح كذا في الهداية … ولا ينظر الرجل إلى فخذ الرجل عند الغسل وكذا المرأة لا تنظر إلى فخذ المرأة كذا في التتارخانية (الفتاوى الهندية ١/١٥٨)

وأما بيان القسم الثاني فنقول نظر المرأة إلى المرأة كنظر الرجل إلى الرجل كذا في الذخيرة وهو الأصح هكذا في الكافي (الفتاوى الهندية ٥/٣٢٧) انظر أيضا أحسن الفتاوى ٤/٢٤٧

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …