ઉમ્મતે મુહમ્મદયામાં સૌથી વધુ મજબુત ઈમાન ધરાવનાર વ્યકિત

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ:

لو وضع إيمان أبي بكر على إيمان هذه الأمة (أي: لو وزن إيمانه بإيمانهم) لرجح بها (الكامل لابن عدي ٦/٤٥٧، المقاصد الحسنة، الرقم: ٩٠٨)

જો અબુબકરના ઈમાનને સમગ્ર ઉમ્મતના ઈમાન સામે તોલવામાં આવે તો તેનો ઈમાન સમગ્ર ઉમ્મતના ઈમાન કરતાં ભારે હશે.

હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુની ખિદમત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના માટે

હઝરત અબુ બકર સિદ્દીકી રદિ અલ્લાહુ અન્હુ રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સંગતમાં સફરે હિજરત કર્યો તે ઘટના બયાન ફરમાવે છે:

અમે આખી રાત ચાલ્યા અને બીજે દિવસે સવારે પણ; અહિયાં સુધી કે બરાબર બપોરનો સમય થઈ ગયો અને રસ્તો ખાલી થઈ ગયો, તેમાં કોઈ રાહદારીઓ દેખાતા ન હતા.

મેં આજુબાજુ નજર કરી કે કોઈ છાયા વાળી જગ્યા મળી જાય; જેથી અમે ત્યાં આરામ કરી શકીએ,તો અમને એક મોટી ચટ્ટાન દેખાઈ; જ્યાં અમે સૂર્યના તડકાથી બચવા માટે આશ્રય લઈ શકે.

પછી અમે ચટ્ટાન ની પાસે (તેના પડછાયા હેઠળ આરામ કરવા માટે) રોકાય ગયા અને મેં મારા હાથોં થી જમીનને સમતળ કરી; જેથી રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ત્યાં આડા પડીને આરામ કરી શકે.

પછી મેં ચામડાની ખાલ બિછાવી દીધી અને આપને કહ્યું કે હે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમે આરામ કરો, હું તમારી આસપાસની જગ્યાઓ પર નજર રાખીશ.

જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આરામ કરવા માટે સૂઈ ગયા, ત્યારે હું તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે જોવા ગયો કે શું હું કોઈ ને જોઈ શકું; જે અમને શોધી રહ્યો હોય, તો તે જ ક્ષણે મને એક ગોવાળિયો દેખાયો, જેની પાસે કેટલીક બકરીઓ હતી. તે ચટ્ટાન ની તરફ આવી રહ્યો હતો જેથી તે પણ છાયામાં આરામ કરે જેવી રીતનાં અમે આરામ કરી રહ્યા હતા.

મેં તેને પૂછ્યું કે તારો માલિક કોણ છે? તેણે મને મક્કા મુકર્રમાનાં એક વ્યક્તિનું નામ બતાવ્યું, જેના થી હું પરિચિત હતો (કેમ કે તે સમયની પ્રથા (દસ્તુર) હતી કે પ્રાણીઓના માલિકો મુસાફરો અને પસાર થતા લોકોને તેમના પ્રાણીઓનું દૂધ પીવાની પરવાનગી દેતા હતા; એટલા માટે હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુએ તે ગોવાળ થી દૂધ માંગ્યું).

હઝરત અબુ બકર સિદ્દીક રદિ અલ્લાહુ અન્હુ ફરમાવે છે:

મેં ગોવાળિયાને પૂછ્યું કે શું તારી બકરીઓમાં દૂધ છે?

તેણે કહ્યું: હા.

પછી મેં કહ્યું: શું તમે મારા માટે દૂધ કાઢી શકશો?

તેણે કહ્યું: હાં.

મેં તેને કહ્યું કે તમે આ વાત ની વ્યવસ્થા કરો કે તમે પહેલા બકરીના આંચળને ધોઈ લો અને તેને ધૂળ, વાળ અને અન્ય ગંદકીથી સાફ કરો.

ગોવાળે એક વાસણમાં બકરીનું દૂધ કાઢ્યું અને મારા બાઉલમાં નાંખી દીધું. મેં તે બાઉલમાં થોડું પાણી ઉમેર્યું; જેથી તે ગરમ દૂધ થોડું ઠંડુ થઈ જાય, પછી મેં દૂધ લઈને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની ખિદમત માં હાજર થયો.

હું રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને જગાડવા ન માંગતો હતો, અને તેમની ઊંઘમાં ખલલ પહોંચાડવા માંગતો ન હતો, પરંતુ જ્યારે હું તેમની પાસે પહોંચ્યો, તો મેં જોયું કે તેઓ જાગતા હતા. મેં કહ્યું: હે અલ્લાહના રસુલ! દૂધ પીવો.

હઝરત અબુ બકર સિદ્દીક રદિઅલ્લાહુ અન્હુ ફરમાવે છે કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે દૂધ પીધું, જેનાથી મને ઘણી ખુશી થઈ. (બુખારી, મુસ્લિમ)

આ ઘટના થી હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ નો રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પ્રત્યેનો અપાર પ્રેમ દેખાય છે કે રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) ને દૂધની મજા લેતા જોઈને તેમના દીલ ને ઘણી ખુશી થઈ; જ્યારે તે પોતે પી રહ્યા ન હતા અને પોતે તેનો આનંદ માણી રહ્યા ન હતા.

આ મુહબ્બત માં ની મુહબ્બત જેવી છે કે જ્યારે માતા બાળકને ખાવાનું ખાતા અને મજા માણતા જુએ છે, ત્યારે તે દૃશ્ય તેનાં પોતાના દિલ ને ખુશી આપે છે

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …