મુસલમાનોની દીની તરક્કી અને ઈસ્લાહની ફિકર – એક મહાન સુન્નત
હઝરત અકદસ શાહ વલિયુલ્લાહ (અલ્લાહ એમના પર રહમ કરે) એક ઊંચા દરજાનાં મશહૂર આલિમે દીન અને જલીલુલ કદર મુહદ્દિષ હતા. આપ શહેર “દિલ્હી” માં રેહતા હતા.
અલ્લાહ તઆલાએ આપને અને આપનાં પરિવારને દીનની ખિદમતનાં માટે કબુલ કરી લીધા હતા. આપનાં ચાર પુત્રો હતા. તેઓ પોતાનાં ઝમાનાનાં નામવર ઉલમા અને મશહૂર અવલિયા હતા.
એમાંથી એક હઝરત મૌલાના શાહ અબ્દુલ કાદિર હતા (અલ્લાહ તેમના પર રહમ કરે) . તેવણે “મુઝિહુલ કુર્આન” (موضح القرآن) નાં નામથી કુર્આને પાકનો તર્જુમો લખ્યો હતો, જેને અલ્લાહ તઆલાએ હિન્દુસ્તાનમાં બેપનાહ મકબૂલિયત અતા કરી હતી.
કુર્આન શરીફનાં બધા તર્જુમાના મુકાબલામાં મુઝિહુલ કુર્આનને આ વિશેષતા હાસિલ છે કે આ તર્જુમો ચાલીસ વર્ષનાં લાંબા અરસામાં અકબર આબાદી મસ્જીદમાં એઅતેકાફનાં દરમિયાન લખવામાં આવ્યો હતો.
હઝરત શાહ અબ્દુલ કાદિર (રહ.) નું પાકીઝા જીવન, ખુલૂસ તથા લિલ્લાહિયત, વરઅ તથા તકવા, જલાલતે શાન અને ઈલ્મ તથા અમલના કમાલથી સંબંધિત ઘણાં બઘા કિસ્સાઓ મનકૂલ છે.
નીચે તેમનો એક વાકિયો નકલ કરવામાં આવે છે, જેનાંથી આ વાતનો સારી રીતે અંદાજો લગાવી શકાય છે કે તેમનાં દિલમાં મુસલમાનોની ઈસ્લાહની કેટલી વધારે ફિકર રેહતી હતી અને તેમનો ઈસ્લાહનો અંદાજો કેટલો નીરાલો હતો.
એક વખત હઝરત શાહ અબ્દુલ કાદિર (અલ્લાહ એમના પર રહમ કરે) બયાન ફરમાવી રહ્યા હતા. બયાનનાં દરમિયાન તેવણે એક માણસને જોયો કે તેનો પાયજામો તખ્નો થી નીચે છે, પણ હઝરતે તરતજ તેની ઈસ્લાહ નહી કરી, જેથી કે તેને શરમિન્દગી ન થાય.
બીજી તરફ હઝરતને તેની ઈસ્લાહની પણ ફિકર થઈ. તેથી આપે તેની ઈસ્લાહનાં માટે યોગ્ય તકની પ્રતિક્ષા કરી.
બયાન પછી તેનાંથી કહ્યુ કે આપ થોડા થોભજો. મને તમારા થી કંઈ વાત કરવી છે.
જ્યારે મજલિસનાં હાજરજનો ચાલી ગયા, તો આપે તે માણસથી અત્યંત નરમી અને કરૂણતાથી કહ્યુ કે ભાઈ ! મારી અંદર એક ખામી છે કે મારો પાયજામો તખ્નો થી નીચે ચાલી જાય છે અને હદીષ શરીફમાં તેનાંથી સંબંઘિત મોટી સખત વઈદો વારિદ થઈ છે. પછી આપે અમુક હદીષો બયાન કરી.
ત્યાર બાદ આપ ઊભા થઈ ગયા અને તેનાંથી ફરમાવ્યુ કે મહેરબાની કરી મારો પાયજામો ધ્યાનથી જોઈને બતાવો કે શું ખરેખર તખ્નો થી નીચે છે અથવા માત્ર મારો વહેમ છે.
આ સાંભળીને તે માણસને તરતજ એહસાસ થઈ ગયો કે હઝરત શાહ અબ્દુલ કાદિર નાં અંદર (અલ્લાહ તેમના પર રહમ કરે) આ પ્રકારની કોઈ ખામી નથી, બલકે આ ખામી મારા અંદર છે કે મારો પાયજામો તખ્નો થી નીચે રહે છે.
પછી તે હઝરતનાં કદમો પર પડી ગયો અને કહ્યુઃ આજે હું આપની સામે આ ગુનાહથી તૌબા કરૂ છું અને ઈન્શા અલ્લાહ આ પછી ક્યારેય પણ આ ગુનાહને નહી કરીશ.
આ વાકિયાથી આ વાત સારી રીતે સ્પષ્ટ થાય છે કે આપણાં અકાબિર અને બુઝુર્ગાને દીન નબીએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોનાં વ્યવ્હારૂ ઉદાહરણ હતા. તેઓને જેવી રીતે પોતાની ઈસ્લાહ અને દીની તરક્કીની ફીકર સતત રહેતી હતી, એવીજ રીતે તેઓ બીજા મુસલમાનોની હિદાયત અને ઈસ્લાહનાં માટે ફિકર મંદ રેહતા હતા.
તેથી જ્યારે તેઓ કોઈ માણસને જોતા હતા કે તે કોઈ ગુનાહમાં સપડાયેલો છે, તો તેઓ બેચેન અને પરેશાન થઈ જતા હતા અને તેને સીઘા રસ્તા પર લાવવાની કોશિશ કરતા હતા, જ્યારે કે આજ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક તરીકો હતો.
અલ્લાહ તઆલા આપણને બઘાને તેમનાં નકશે કદમ પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. આમીન