قال سيدنا رسول الله صلى الله عليه وسلم: أرحم أمتي بأمتي أبو بكر (سنن الترمذي، الرقم: ٣٧٩٠)
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર દયાળુ (હઝરત) અબુબકર રદીઅલ્લાહુ અન્હુ છે.
હઝરત અબુ બકરની પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે પોતાની સંપત્તિની કુરબાની
હઝરત અબુ હુરૈરહ રદીઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: કોઈ પણ માણસની સંપત્તિએ મને એટલો ફાયદો નથી દીધો જેટલો ફાયદો હઝરત અબુ બકરની સંપત્તિએ દીધો.
આ સાંભળીને હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ રડવા લાગ્યા અને ફરમાવ્યું કે મેં અને મારી સંપત્તિ બધું તમારા માટે છે એ રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ (સુનને તિર્મિઝી, સુનને ઇબ્ને માજાહ)
મુસ્નદે અહમદની રિવાયત માં હઝરત અબુ હુરૈરહ રદીઅલ્લાહુ અન્હુ થી પણ નકલ કરવામાં આવ્યું છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું:કોઈના પણ માલે મને એટલો ફાયદો નથી દીધો જેટલો ફાયદો અબુ બકરના માલે દીધો.
આ સાંભળીને હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ રડવા લાગ્યા અને ત્રણવાર કહ્યું: હે અલ્લાહના રસુલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ! અલ્લાહે જે કંઈ પણ મને દીધું છે, તમારા કારણે દીધું છે. (મુસ્નદે અહમદ)