અલ્લાહ તઆલા નુ મુબારક ફરમાન છે:
أَعَدَّ اللَّهُ لَهُم جَنّٰتٍ تَجرى مِن تَحتِهَا الأَنهٰرُ خٰلِدينَ فيها ذٰلِكَ الفَوزُ العَظيمُ (سورة التوبة: ۸۹)
અલ્લાહ તઆલા એ એમના માટે એવા બગીચાઓ તૈયાર કરી મુકેલા છે જેના નીચે નહેરો વહે છે, જેની અંદર એવણ હમેંશા(કાયમ માટે) રહેશે. આ મોટી કામયાબી (જીત) છે.
હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બત અને ગઝવએ ઉહદમાં તેમની શહાદત
ગઝવએ ઉહદમાં જ્યારે મુસલમાન હારી રહ્યા હતા, તો તે દરમિયાન આ ખબર ફરવા લાગી કે હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને શહીદ કરી દેવામાં આવ્યા. આ ખબર સાંભળી ઘણાં બઘા સહાબએ કીરામ (રદિ.) નાં દિલો પર માયૂસી છવાઈ ગઈ અને તેઓ ઘણાં ગમગીન થઈ ગયા.
હઝરત અનસ બિન નઝ઼રે (રદિ.) જયારે હઝરત ઉમર (રદિ.) અને હઝરત તલ્હા (રદિ.) ને સહાબએ કિરામ (રદિ.) ની એક જમાઅતની સાથે ઘણાં ગમગીન, દુઃખમાં અને માયૂસીનાં આલમમાં જોયા, તો તેવણે તેઓને સવાલ કર્યો કે અંતે તમે બઘા રન્જીદા અને માયૂસ કેમ દેખાઈ રહ્યા છો? સહાબએ કિરામ (રદિ.) જવાબ આપ્યોઃ રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને શહીદ કરી દેવામાં આવ્યા છે.
હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) તરતજ ચીસો પાડી ઉઠ્યા અને કહ્યુઃ એમના પછી કોને જીવતા રેહવાનુ પસંદ છે ? આવો, આપણે પોતાની તલવારોને લઈને અગાળી વઘીયે અને આપણા મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે જઈ મળીયે. ત્યાર બાદ તેવણે તરતજ પોતાની તલવાર લીઘી અને દુશ્મનોંની સફોમાં કુદી પળ્યા અને ઘણી બહાદુરીની સાથે લળતા રહ્યા અહિંયા સુઘી કે શહીદ થઈ ગયા. (દલાઈલુન નુબુવ્વહ)
હઝરત અનસ બિન નઝ઼ર (રદિ.) નાં દિલમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આટલી બઘી મોહબ્બત હતી કે તેવણે પોતાને રસુલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા.