અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું મુબારક ફરમાન છેઃ
لَٰكِنِ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ جَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ ۚ وَأُولَٰئِكَ لَهُمُ الْخَيْرَاتُ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (سورة التوبة: 88)
પરંતુ રસૂલ અને તે લોકો જે તેઓની સાથે ઈમાન લાવ્યા, તેઓએ પોતાન માલ અને પોતાની જાનથી જીહાદ કર્યો અને તેઓનાં માટે જ (બધી) ખૂબિયાં છે અને આજ લોકો કામયાબ છે.
એક અન્સારી સહાબીનું રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે પોતાનાં મકાનને તોડી નાંખવુ
એક વખત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મદીના મુનવ્વરામાં કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક ઊંચુ મકાન જોયુ, તો આપે સહાબએ કિરામ (રદિ.) થી સવાલ કર્યોઃ આ શું છે? તેવણે જવાબ આપ્યો કેઃ આ ફલાણાં અન્સારીનુ નવુ મકાન છે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ સાંભળી ખામોશ થઈ ગયા.
પછી તે અન્સારી સહાબી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતે અકદસમાં હાજર થયા અને સલામ કર્યુ. પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનો મુબારક ચેહરો ફેરવી લીઘો. તેવણે ફરીથી સલામ કર્યુ. પણ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કોઈ જવાબ ન આપ્યો. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો આ વરતાવ જોઈને એવણને ફિકર થઈ કે આખિર મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે.
તો તેવણે સહાબએ કિરામ (રદિ.) થી પૂછ્યુ કે શું વાત છે? તો તેવણે જવાબ આપ્યો કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમારા નવા મકાનની પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેનાં વિષે સવાલ કર્યો હતો. આ સાંભળી તે સહાબી તરત જ પોતાનાં ઘરે ગયા અને તે નવા મકાનને તોડી નાંખ્યુ અને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને ખબર પણ ન કરી કે મેં તે મકાન તોડી નાંખ્યુ છે.
થોડા દિવસો બાદ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરી તે રસ્તા પર થી પસાર થયા અને સવાલ કર્યોઃ પેલુ મકાન ક્યાં ગયુ? જે મેં પાછલી વખતે અહીંયા જોયુ હતુ. સહાબએ કિરામ (રદિ.) જવાબ આપ્યો કે તેવણે (અન્સારી સહાબીએ) તે મકાનને તોડી નાંખ્યુ છે, કારણકે તેવણને એહસાસ થઈ ગયો હતો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેનાંથી ખુશ નથી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ દરેક મકાન પોતાનાં માલિક માટે વબાલ છે,સિવાય તે મકાન જેની તામીર માણસ માટે જરુરી છે. (સુનને અબી દાવુદ)
તે અન્સારી સહાબી (રદિ.) નાં આ અમલથી સાફ થઈ ગયુ કે તેમનાં દિલમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાચી અને બેપનાહ મોહબ્બત હતી. હકીકત આ છે કે સહાબએ કિરામ (રદિ.) નાં માટે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝર્રા બરાબર પણ નારાઝગી ના-કાબિલે બરદાશ્ત હતી અને જ્યારે તેવણને મહસૂસ થતુ હતુ કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમનાં કોઈ અમલથી નારાઝ છે, તો તે તરતજ તે તેનાંથિ પછાળી હટી જતા (રોકી દેતા) હતા.