સહાબએ કિરામ (રદિ.) ની તાઝીમનો હુકમ

હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છેઃ

“મારા સહાબાની ઈઝ્ઝત કરો, કારણકે તેઓ તમારામાં સૌથી બેહતર છે પછી તે (તમારામાં સૌથી બેહતર છે) જેઓ ત્યાર બાદ આવ્યા (તાબિઈન) પછી તે જેઓ તેમનાં પછી આવ્યા (તબ્એ તાબિઈન).”

(મુસ્નદે અબ્દુર્રઝ્ઝાક, રકમ નઃ ૨૧૬૩૪)

હઝરત બિલાલ(રદિ.) નો અંતિમ સમય

હઝરત બિલાલ (રદિ.)નો જ્યારે વફાતનો સમય કરીબ હતો એમની બીવી (પત્ની)એ કહી રહી હતી, હાય અફસોસ ! તમે જઈ રહ્યા છો અને તેવણ (હઝરત બિલાલ (રદિ.) કહી રહ્યા હતા, “કેટલી સારી મઝાની વાત છે, કેટલી લુત્ફની વાત છે કાલે દોસ્તારોથી મળીશુ, હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી મળીશુ. એમનાં સાથીયોને મળીશુ.” (ફઝાઈલે સદકાત, ભાગ નં-૨ પેજ નં-૪૭૨)

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની અલ્લાહની ખાતર જાન કુર્બાન કરવાની બૈઅત

હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: بايع رسولَ الله صلى الله عليه وسلم ‌عصابةٌ …