હુદૈબિયામાં શરીક સહાબએ કિરામ (રદિ.) નો ઉચ્ચ સ્થાન

કુર્આને મજીદમાં છેઃ

لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا ‏‎‏﴿١٨﴾‏

“બેશક અલ્લાહ તઆલા તે મોમિનોથી ઘણાં ખુશ થયા, જ્યારે તેઓ આપથી બયઅત કરી રહ્યા હતા ઝાડનાં નીચે અને તેઓનાં દિલોંમાં જે કંઈ (ઈખ્લાસ અને ઈરાદો) હતો, અલ્લાહ તઆલાને તે પણ ખબર હતી અને અલ્લાહ તઆલાએ તેઓનાં દિલમાં ઈત્મીનાન પૈદા કરી દીઘુ હતુ અને તેઓને નઝદીકી હતહ બદલમાં આપી.” (સુરએ ફતહ, આયત નં-૧૮)

ગઝવએ ઉહદમાં હઝરત અલી (રદિ.) ની બહાદુરી

ગઝવએ ઉહદમાં મુસલમાન ચારેવ તરફ દુશ્મનોથી ઘેરાયેલા હતા જેનાં કારણેથી ઘણાં બઘા સહાબએ કિરામ (રદિ.) શહીદ પણ થયા અને ઘણાં બઘા સહાબા મૈદાનથી ભાગવા લાગ્યા.

નબિએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પણ કુફ્ફારનાં એક જથ્થા (જમાઅત)નાં વચમાં આવી ગયા અને કુફ્ફારે આ મશહૂર કરી દીઘુ હતુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શહીદ થઈ ગયા, સહાબએ કિરામ (રદિ.) આ ખબરથી ઘણાં પરેશાન હાલ હતા અને આજ કારણેથી ઘણાં સહાબા ભાગી પણ ગયા અને એમ તેમ વિખેરાય ગયા.

હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે જ્યારે કુફ્ફારે મુસલમાનોંને ઘેરી લીઘા અને હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મારી નજરથી ઓઝલ થઈ ગયા, તો મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પેહલા જીવતાવોમાં શોધ્યા પણ મને તેવણ ન મળ્યા, પછી મેં એવણને શહીદોમાં જઈને શોધ્યા, પણ ત્યાં પણ મને તેવણ ન મળ્યા, તો મેં પોતાનાં દિલમાં કહ્યુ કે એવુ તો થઈ નથી શકતુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લડાઈથી ભાગી જાય, એમ તો હક તઆલા શાનુહુ આપણાં આમાલનાં કારણેથી આપણાં પર નારાજ થયા એટલા માટે તેવણે પોતાનાં પાક રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આસમાન પર ઉઠાવી લીઘા.

તેથી મેં વિચાર્યુ કે હવે આનાંથી બેહતર કોર સૂરત નથી સિવાય આ કે હું પણ તલવાર લઈને કાફિરોનાં જથ્થા (જમાઅત) માં ઘુસી જાવું અને લડુ, અહિંયા સુઘી કે માર્યો જાવું, તેથી મેં તલવાર લઈને દુશ્મન પર હમલો કર્યો, અહિંયા સુઘી કે કુફ્ફારનાં વચમાંથી હટવા લાગ્યા અને ભાગવા લાગ્યા અને મારી નજર નબિએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર પડી ગઈ, તો જ્યારે મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જોયા તો મને ઘણી ખુશી થઈ અને હું સમજ્યો કે અલ્લાહ જલ્લ શાનુહુએ પોતાનાં મલાઈકાનાં ઝરીયેથી પોતાનાં મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની હિફાઝત ફરમાવી, હું તરતજ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પાસે જઈને ઊભો થયો, જેથીકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દિફાઝ કરી લવું, કારણકે કુફ્ફારની એક જમાઅત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર હમલાનાં માટે આવી.

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “અલી તેઓને રોકો”. મેં એકલો અગાળી વધ્યો અને તે જમાઅતનો મુકાબલો કર્યો અને તેઓનાં મોઢા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી ફેરવી નાંખ્યા (એટલે હરાવી નાંખ્યા) અને અમુકને કતલ કરી દીઘા.

ત્યાર બાદ પછી બીજી એક જમાઅત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર હમલો કરવાની નિય્યતથી અગાળી વધી અને નજદીક આવી. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પછી મને ફરમાવ્યુ કે “અલી તેઓને રોકો”. મેં એકલાએ તે જમાઅતનો મુકાબલો કર્યો, ત્યાર બાદ હઝરત જીબરઈલ (અલૈ.) આવીને હઝરત અલી (રદિ.) ની આ બહાદુરી અને મદદની તારીફ કરી, તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ

إنه منى وأنا منه

બેશક અલી મારાથી છે અને હું અલીથી છું.

તો હઝરત જીબરઈલ (અલૈ.) તેનાં પર અરજ કર્યુઃ

وأنا منكما

હું તમારા બન્નેવથી છું.

હઝરત અલી (રદિ.) ની બહાદુરી જુવો ! જે સમયે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેઓને દુશ્મનોનો મુકાબલો કરવાનો હુકમ આપ્યો, તો તેવણે દુશ્મનની સફોમાં જઈને પોતાને નાંખી દીઘા અને એવી બહાદુરીનો મુજાહરો કર્યો કે જાતે પોતે દુશમનની સાથે મુકાબલો કર્યો, અહિંયા સુઘી કે દુશ્મનને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સુઘી પહોંચવા ન દીઘા અને તેઓનું નુકસાન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી હટાવી દીઘું.

આ વાકિયાથી હઝરત અલી (રદિ.) ની ) થી બેપનાહ મોહબ્બત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે જાહેર થાય છે, કે તેવણે પોતાને હલાકતમાં નાંખ્યા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલલમ) ને બચાવવા માટે. (મુસ્નેદે અબી યઅલા અલ મુસિલી, રકમ નં-૫૪૬, તારીખે તબરી, ભાગ નં-૨, પેજ નં-૫૧૪, ફઝાઈલે આમાલ, પેજ નંઃ ૧૧૪)

 

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …