મુહાજીરીન અને અન્સાર (રદિ.) નો ઉચ્ચ સ્થાન તથા ‎મરતબો

અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

وَالَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ وَالَّذِينَ آوَوا وَّنَصَرُوا أُولَٰئِكَ هُمُ  الْمُؤْمِنُونَ حَقًّا  لَّهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ

અને જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહનાં રસ્તામાં જીહાદ કર્યો (એટલે મુહાજીરીન) અને જે લોકોએ (એટલે અન્સારે) તેઓને (એટલે મુહાજીરીનને) પોતાને ત્યાં ઠેકાણું આપ્યુ અને તેઓની મદદ કરી, તેઓજ છે સાચા મોમિન. તેઓનાં માટે મોટી મગફિરત અને મોટી માનનીય રોઝી છે.

(સુરએ અનફાલ, આયત નં-૭૪)

એક સહાબીની મોહબ્બત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે

એક સહાબી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયા અને સવાલ કર્યો કે કયામત ક્યારે આવશે? નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આવ્યો “તમે કયામતની શું તય્યારી કરી છે?”

સહાબીએ જવાબ આપ્યોઃ મારી પાસે નફિલ નમાઝ, નફિલ રોઝા અને નફિલ સદકાઓ તો વધારે નથી, પણ મારા દિલમાં અલ્લાહ તઆલા અને તેનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત છે.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો “બેશક (કયામત નાં દિવસે) તમારો હશર તે લોકોની સાથે થશે, જેની સાથે તમને મોહબ્બત હોય.” (બુખારી શરીફ)

હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે સહાબએ કિરામ (રદિ.) ને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં તે કલિમાત ને સાંભળીને જેટલી ખુશી થઈ, એટલી ખુશી બીજી કોઈ વસ્તુથી નથી થઈ (કારણકે તેઓને આ વાતનો કામિલ યકીન હતો કે તેઓનાં દિલોમાં રસૂલે અકરમ (સલ્લલ્લલાહુ અલયહિ વસલ્લમ) ની સાચી મોહબ્બત છે). (બુખારી શરીફ)

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની અલ્લાહની ખાતર જાન કુર્બાન કરવાની બૈઅત

હઝરત સા’દ બિન ‘ઉબાદહ રઝ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: بايع رسولَ الله صلى الله عليه وسلم ‌عصابةٌ …