તલાકનાં પ્રકારો
દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા
(૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું તને તલાક આપૂ” અથવા “તુ મુતલ્લકા છે” વગૈરહ.
આ તલાકનો હુકમ આ છે કે જ્યારે બીવી ઈદ્દતમાં હોય, શૌહરને રુજૂઅ કરવાનો હક થશે અને બીવીને પોતાનાં નિકાહમાં ફરીથી લેવા માટે નવા નિકાહ પઢાવવાની જરૂરત નથી.
અલબત્તા જો બીવીની ઈદ્દત પૂરી થઈ જાય, તો ત્યાર બાદ શૌહરને રૂજૂઅ કરવાનોનો હક નહી થશે.
અહિંયા સુધી કે જો મરદ અને ઔરત ફરીથી મળવા ચાહે, તો તેઓનાં માટે નવા નિકાહ કરવા જરૂરી થશે અને શૌહરનાં ઝિમ્મે નવો મહર પણ આપવો ફર્ઝ થશે.
તલાકનાં ત્રણ પ્રકારોમાંથી બજો પ્રકાર તલાકે બાઈન છે.
(૨) તલાકે બાઈન તે તલાકને કહે છે જ્યાં શૌહર પોતાની બીવીને કોઈ કિનાઈ અલફાઝની સાથે તલાક આપી દે. કિનાઈ લફઝ એવો લફઝ છે જેનાંથી તલાકનો મઅનો મુરાદ થઈ શકે છે અને કોઈ બીજો મઅનો પણ મુરાદ થઈ શકે છે.
ઉદારહણ તરીકે શૌહર પોતાની બીવીને તલાકની નિય્યતથી કહે “તૂ પોતાની માંનાં ઘરે ચાલી જા”, જ્યારે શૌહર તલાકની નિય્યતથી પોતાની બીવીને આવુ બોલે તો તેની બીવી પર એક તલાકે બાઈન વાકેઅ થશે અને બીવી પર ઈદ્દતમાં બેસવુ વાજીબ થશે.
તલાકે બાઈનનો હુકમ આ છે કે તલાક આપવા બાદ બીવી પોતાનાં શૌહરનાં નિકાહમાંથી નીકળે છે અને શૌહરને રૂજૂઅ કરવાનો કોઈ હક નથી રેહતો (શૌહરને રૂજૂઅ કરવાનો કોઈ હક નથી રેહતો ન ઈદ્દતના દરમિયાન અને ન ત્યાર બાદ).
અલબત્તા જો મર્દ અને ઔરત ફરીથી મળવા ચાહે ભલે બીવીની ઈદ્દતનાં દરમિયાન અથવા ઈદ્દત પસાર થવા બાદ તો બન્નેવનાં માટે નવા નિકાહ કરવુ જરૂરી થશે અને શૌહરનાં ઝિમ્મા પર બીવીને નવો મહર પણ આપવુ પડશે.
(૩) તલાકે મુગલ્લઝા તે તલાક ને કહે છે જેમાં શૌહર પોતાની બીવીને એક સાથે ત્રણ તલાક આપી દે અથવા તે પોતાની બીવીને ત્રીજી તલાક આપી દે (જેનાંથી પેહલા તેણે પોતાની બીવીને બે તલાકો આપી છે). જ્યારે ત્રણ તલાકો આપી દેવામાં આવે અથવા ત્રીજી તલાક આપી દેવામાં આવે, તો આ ત્રીજી તલાક તલાકે મુગલ્લઝા કહેવાશે.
તલાકે મુગલ્લઝાનોા હુકમ આ છે કે જ્યારે ત્રણ તલાકો આપી દેવામાં આવે, તો નિકાહ તરતજ ખતમ થશ જશે અને મર્દ તથા ઔરત એક બીનાનાં માટે હરામ થઈ જાય છે અને તેઓનાં માટે એક સાથે રેહવુ પણ જાઈઝ નહી થશે.
અલબત્તા જો મર્દ અને ઔરત ફરીથી મળવા ચાહે, તો હલાલાની જરૂરત છે. તથા હલાલાની વગર બન્નેવનાં માટે શાદી કરવુ જાઈઝ નહી થશે.
નોટઃ- હલાલોનો શરઈ તરીકો આ છે કે ઔરત તલાકની ઈદ્દત પસાર કરીને બીજા કોઈ માણસથી નિકાહ કરે અને તે માણસ તે ઔરતથી સોહબત (સંભોગ) કરવા બાદ તલાક આપે અથવા તે મરી જાય પછી જ્યારે તેની ઈદ્દત તે બીજા માણસથી પસાર થઈ જાય, તો તે ઔરત પોતાનાં પેહલા શૌહરથી નિકાહ કરી શકશે.
[૧]