بسم الله الرحمن الرحيم
હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ની બુઝુર્ગી અને સચ્ચાઈનો કિસ્સો
હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) છઠી સદી હિજરીનાં જલીલુલ કદર ઉલમા અને મોટા પાયાનાં બુઝુર્ગોમાંથી હતા. અલ્લાહ તઆલાએ આપને બે પનાહ મકબૂલિયત અતા ફરમાવી હતી જેનાં કારણેથી આપનાં મુબારક હાથ પર હઝારો લોકોએ ગુનાહોં અને બદકારિયોંથી તૌબા કરી હતી. આપ ઘણાં બઘી જાહેરી અને બાતિનબી કમાલાત તથા ગુણો અને સદાચારોનાં હામિલ હતા. આપનાં નિરાલા ગુણો અને મુબારક આદતોમાં થી બે અગ્રણી આદતોઃ સાચુ બોલવુ અને અમાનત દારી સૂચિની ટોચ પર હતી.
નીચે આપની સચ્ચાઈનો એક મશહૂર વાકિયો નકલ કરવામાં આવે જેનાંથી ઘણાં બઘા લોકોનાં દિલ પ્રભાવિત થયા, અહિંયા સુઘી કે તે ઝમાના નાં ડાકુવો અને ગુનેહગાર લોકો પણ પ્રભાવિત થયા અને પોતાનાં ગુનાહોંથી બાઝ આવી ગયા હતા અને અલ્લાહ તઆલાનાં નેક બંદાવોમાં શામિલ થઈ ગયા હતા.
જ્યારે હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) દીની ઈલ્મ સિખવાનો ઈરાદો કર્યો, તો પોતાની વાલિદાથી ઈજાઝત માંગીને તેવણ બગદાદની તરફ સફર કર્યો અને તે ઝમાનાનાં મોટા ઉલમા પાસેથી દીની ઈલ્મ સિખ્યો. તથા હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) જ્યારે ઈલમ હાસિલ કરવા માટે રવાના થયા, તો આપની વાલિદાએ ચાલીસ દીનાર આપની બગલનાં નીચે સીવી દીઘા અને છોકરાને રવાનગી આપતા સમયે આ નસીહત કરી કે બેટા તમો હંમેશા સાચુ બોલજો અને કદાપી ઝૂટ ન બોલતા. હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) પોતાની વાલિદાની અનમોલ નસીહતને દિલમાં બેસાડી દીઘી અને તેનાં પર નિય્યત કરી કે તેવણ હંમેશા સાચુ બોલશે અને અંતિમ સાંસ સુઘી તેનાં પર અમલ કરશે.
વાલિદાથી દુઆઓ લઈને હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) બગદાદ જવા વાળા એક કાફલા સાથે ચાલી પડ્યા. સફરનાં દરમિયાન સાંઠ (૬૦) ડાકુવોએ કાફલા પર હમલો કરી દીઘો અને કાફલા વાળાઓનાં બઘો સામાન લૂટી લીઘો. હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ફરમાવે છે કે એક ડાકુ મારી પાસે આવ્યો અને મને પૂછ્યુઃ હે બાળક ! તારી પાસે શું છે? મેં કહ્યુઃ મારી પાસે ચાલીસ દીનાર છે. તેણે પૂછ્યુઃ ક્યાં છે? મેં જવાબ આપ્યો કે તે મારા કપડામાં બગલનાં નીચે સિવેલા છે. ડાકુએ વિચાર્યુ કે હું તેની સાથે મઝાક કરી રહ્યો છું, તેથી તે મને છોડીને ચાલી ગયો.
થોડી વાર બાદ બીજો ડાકુ આવ્યો. તેણે પણ પાછો તેજ સવાલ કર્યો. મેં તેને પણ તેજ જવાબ આપ્યો જે પેહલા વાળાને આપ્યો હતો. તેણે પણ આજ વિચાર્યુ કે હું તેની સાથે મઝાક કરી રહ્યો છું અને તે મને છોડીને ચાલી ગયો. બન્નેવ ડાકુવોએ આ વાત પોતાનાં સરદારને બતાવી, તો સરદારે તે બન્નેવને હુકમ કર્યો કે તે છોકરાને મારી લઈ આવો.
તેથી તે બન્નેવે હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ને તેમની સામે લાવીને હાજર કર્યા. તેવણે પૂછ્યુઃ હે છોકરા ! તારી પાસે શું છે? હઝરત શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) ફરમાવે છે કે મેં જવાબ આપ્યોઃ ચાલીસ દીનાર. તેણે પૂછ્યુઃ ક્યાં છે? મેં કહ્યુઃ મારા કપડામાં બગલનાં નીચે સિવેલા છે.
ડાકુવોનાં સરદારે આશ્ચર્યચકિત થઈને પૂછ્યુ કે હે છોકરા ! તને ખબર છે કે અમે ડાકુ છે. લોકોનો માલ લૂટી લે છે, અસલમાં કઈ વસ્તુએ તને સાચુ બોલવા પર તય્યાર કર્યો? મેં જવાબ આપ્યો કે સફર પર રવાના થતા સમયે મારી વાલિદાએ મને આ નસીહત કરી હતી કે હંમેશા સાચુ બોલો અને ઝૂટ ક્યારેય ન બોલજો અને મેં તે સમયે વાયદો કર્યો હતો કે હું હંમેશા સાચુજ બોલિશ અને ક્યારેય ઝૂટુ નહી બોલિશ. એટલા માટે મેં તમને સાચુ સાચુ બતાવૂ દીઘુ..
ડાકુવોનાં સરદાર આપનો આ જવાબ સાંભળીને તેમનાં પર ઘણો બઘો પ્રભાવિત થયો અને રડવા લાગ્યા પછી તેણે કહ્યુઃ હે છોકરા ! તમે પોતાની માંનાં વાયદાનો ખ્યાલ રાખ્યો અને તેને તોડવા ન માંગ્યો જ્યારે કે હું આટલા વર્ષોથી પોતાનાં રબનાં વાયદાને તોડી રહ્યો છું (એટલે હું લૂંટમાર અને ગુનાહો કરી રહ્યો છું), આ કહીને તેણે લૂંટમાર અને ગુનાહોથી સાચી તૌબા કરી લીઘી.
જ્યારે બીજા ડાકુવોએ જોયુ કે તેમનાં સરદારે તૌબા કરી લીઘી છે, તો સૌવે એક ઝબાન થઈને કહ્યુઃ આપ લૂંટમારમાં અમારા સરદાર હતા, હવે આપ તૌબામાં પણ અમારા સરદાર છે, તેથી અમે પણ તમારી સાથે તૌબા કરીએ છીએ. પછી સૌવે તૌબા કરી લીઘી અને લૂંટેલો બઘો માલ કાફલા વાળાઓને આપી દીઘો.
આ વાકિયાથી ખબર પડી કે જ્યાર શૈખ અબ્દુલ કાદિર જીલાની (રહ.) સાચુ બોલવાનું અને અમાનત દારીને મજબૂતીથી પકડી રાખી, તો તેનાં કારણે સાંઠ ડાકુવોએ ગુનાહોથી તૌબા કરી અને સીઘા રસ્તા પર આવી ગયા. જો આપણે પણ પોતાનાં જીવન પર તેની જેમ ગુજારે , તો અલ્લાહ તઆલા આપણને દુનિયા અને આખિરતમાં તેનાં સારા પરિણામો દેખાડશે.
એક હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સચ્ચાઈ અને અમાનત દારીની મહત્તવતા બયાન કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુ કે સચ્ચાઈને મજબૂતીથી પકડો એટલા માટે કે સચ્ચાઈ નેકીનો રસ્તો દેખાડે છે અને નેકી જન્નતની તરફ લઈ જાય છે અને ઈન્સાન સાચુ બોલતો રહેશે, અહિંયા સુઘી કે તે અલ્લાહ તઆલાને ત્યાં સાચો લખી દેવામાં આવશે અને ઝૂટથી બચો એટલા માટે કે ઝૂટ બુરાઈનો રસ્તો દેખાડે છે અને બુરાઈ દોઝખની તરફ લઈ જાય છે અને ઈન્સાન ઝૂટ બોલતો રહે, અહિંયા સુઘી કે તે અલ્લાહ તઆલાને ત્યાં ઝૂટો લખી દેવામાં આવશે. (મુસ્લિમ શરીફ)
આ અમર સ્પષ્ટ રહે કે સચ્ચાઈ માત્ર વાતચીત સુઘી સિમિત નથી, બલકે સચ્ચાઈ દીન અને દુનિયાનાં બઘા કામો અને વિભાગોમાં જરૂરી છે, કારણકે જ્યારે બંદો સાચો અને અમાનતદાર હોય છે, તો તે દરેક દીની અને દુનયવી અધિકારોને પાબંદીથી અદા કરશે અને તે મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીથી પેશ આવશે જેવી રીતે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને હુકમ આપ્યો હતો.
ખુલાસા વાત આ છે કે જે બંદો અલ્લાહ તઆલાનો સાચો બંદો હોય છે તે દરેક સમયે પોતાના રબની ઈતાઅતો ફરમા બરદારી કરશે અને હંમેશા તે ઘુન અને ફિકરમાં રહેશે કે કેવી રીતે હું પોતાનાં રબને ખુશ કરૂ અને કેવી રીતે હું મખલૂકની ખિદમત કરી શકું. જે માણસમાં “સિદક” ની સિફત સૌથી પેહલા જોવા મળે છે, તે સિદ્દીકીનનાં મર્તબા પર સફળ થશે.
સિદ્દીકીનમાંથી સૌથી અફઝલ બંદો હઝરત અબુ બકર (રદિ.) હતા.
અલ્લાહ તઆલાએ અંબિયાએ કિરામ પછી હઝરત અબુ બકર (રદિ.)ને સૌથી અફઝલ ઈનસાન બનાવ્યા અને સિદકની સિફતમાં તેમને ઉમ્મતની રેહબરી માટે ઈમામ બનાવ્યા, તેથા તે તમામ સિદ્દીકીનનાં ઈમામ છે. તેમની આખી ઝિંદગીનાં દરેક શબ્દ અને અમલ સિદક તથા વફાદારીને જાહેર કરતી હતી.
બાળકોની તરબિયતમાં એક અત્યંત જરૂરી વાત આ છે કે વાલિદૈન પોતાનાં બાળકોનાં અંદર સચ્ચાઈ અને અમાનતદારીની સિફાત પૈદા કરવાની કોશિશ કરે, કારણકે જ્યારે આ સિફાત તેમનાં દિલોમાં રાસિખ થઈ જશે, તો તે પૂરી ઝિંદગી અલ્લાહ તઆલા અને મખલુકનાં અધિકારોને અદા કરશે. તથા તેમની જાહેરી અને બાતિની ઝિંદગી એવી હશે કે દરેક સમયે તેઓને આ વાતનું ધ્યાન રહેશે કે અમને એક દિવસે આપણે પોતાની જીંદગીનાં દરેક અમલનો હિસાબ આપવુ પડવાનુ છે અને આપણે એક દિવસે અલ્લાહ તઆલાની સામે આપણે હાજર થવાનું છે, તેથી જ્યારે તેમનાં અંદર આ ખૂબિયોં પૈદા થશે, તો તેઓ હિદાયતનાં ચિરાગ બની જશે, જેનાંથી લોકો હિદાયત અને રોશની હાસિલ કરશે.
અલ્લાહ તઆલા આપણને સાદિક અને અમીન બનાવે. આમીન
Source: http://ihyaauddeen.co.za/?p=17946