આખી ઉમ્મત પર સહાબએ કિરામ (રદિ.) ની ફઝીલત

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે

“મારા સહાબાને ગાડો ન આપ્યા કરો ! કસમ છે તે ઝાતની જેનાં કબઝામાં મારી જાન છે, જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડઘા મુદ્દનાં બરાબરને નહીં પહોંચશે (તેમનાં ઈખલાસ અને તેમની કુર્બાનિયોનાં કારણેથી).” (અબુ દાવુદ,રકમ નં- ૪૬૫૮)

હઝરત અબૂ ઉબૈદહ (રદિ.) નાં દાંતોનું તુટવુ

ઉહદ ની લડાઈમાં જ્યારે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક ચેહરા અથવા માંથા મુબારકમાં ખૌદ (લોખંડની ટોપી જ લડાઈમાં પેહરવામાં આવે) નાં બે કડા ઘુસી ગયા હતા.

તો હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) દોડીને અગાળી વધ્યા અને બીજી બાજુથી  હઝરત અબૂ ઉબૈદહ (રદિ.) દોડીને અગાળી વધી ખૌદનાં કડા દાંતથી ખેંચવાનુ શરૂ કર્યુ. એક કડો કાઢ્યો જેનાં લીઘે એક દાંત હઝરત અબૂ ઉબૈદહ (રદિ.)નો ટૂટી ગયો. તેની પરવાહ ન કરી બીજો કડો ખેંચવા લાગ્યા જેના લીઘે બીજો દાંત પણ ટૂટી ગયો, પણ કડો કાઢી નાંખ્યો.

એ કડા કાઢી નાંખવાનાં કારણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જીસ્મમાંથી લોહી નિકળવા લાગ્યુ તો હઝરત અબૂ સઇદ ખૂદરી (રદિ.) નાં વાલિદ માજીદ માલિક બિન સિનાન (રદિ.) પોતાનાં હોઠોંથી તે લોહીને ચૂસી લીઘુ અને ગળી ગયા.

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જેનાં લોહીમાં મારૂ લોહી ભળી ગયુ છે તેના ઉપર જહન્નમની આગ સ્પર્શ નહી કરી શકશે. (ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં- ૧૬૮)

Check Also

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને તેમના વાલિદ-સાહેબની મગ઼્ફિરત માટે ફિકર

جاء سيدنا سعيد بن زيد رضي الله عنه مرة إلى النبي صلى الله عليه وسلم …