પ્રેમનો બગીચો (પ્રકરણ- ૨૯)‎

بسم الله الرحمن الرحيم

વાલિદૈન પોતાની ઔલાદનાં માટે અમલી નમૂના બને

અલ્લાહ તઆલાની બઘી મખલુકમાં સૌથી અફઝલ અને ઉચ્ચતર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) છે. અલ્લાહ તઆલાએ આપને પોતાનાં અંતિમ રસૂલ પસંદ કર્યા અને આપને સૌથી વધારે મહાન દીન અતા ફરમાવ્યો. દીને ઈસ્લામ જે ઈન્સાનનાં માટે જીવન જીવવાનો ઝાબતો છે. તેથી જ્યારે કોઈ માણસ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક જીંદગી પર નજર નાંખે, તો તેને સારી રીતે ખબર થશે કે અલ્લાહ તઆલાએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને ઉચ્ચ દરજાનો અખલાક અને શરાફતથી નવાજ્યા હતા, જેથી કે આપ કયામત સુઘી દરેક લોકોનાં માટે બેહતરીન નમૂના બની શકે.

ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી મિજાઝ બનાવવામાં કારગર થશે, પછી તેનું પરિણામ આ થશે કે ઔલાદ એક ઈસ્લામી સોચ અને ફિકરની સાથે જીવન ગુજારશે અને તેમનાંમાં ઈસ્લામની સારી સિફાત પૈદા થશે અને તેઓ ઈસ્લામી ચરિત્ર અને વ્યવ્હારની સાથે જોડાયેલા  હશે.

હદીષ શરીફમાં વારિદ છે કે દરેક બાળક સહીહ ફિતરત પર પૈદા થાય છે, જેનાં કારણે તેનાં અંદર ઈસ્લામની સત્યતા (હક્કાનિયત)ને જોવા અને સમજવાની યોગ્યતા હોય છે, પણ ખરાબ માહોલમાં રેહવાનાં કારણેથી બાળક કોઈ બાતિલ દીનની તરફ લોભાઈ જાય છે, તેથી તે બાળક જે યહૂદી, નસરાની અથવા મજૂસીનાં ઘરમાં પૈદા થાય છે, તે પોતાનાં વાલિદૈનનાં દીનને અપનાવી લે છે અને તેનાં પર ચાલે છે. (સહીહ બુખારી)

એક હદીષમાં રસૂલુુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) નેક સાથી (હમનશીન) (નેક સાથી) ની મિષાલ મુશ્ક ઉઠાવવા વાળાની સાથે કરી અને ખરાબ સાથી (ખરાબ હમનશીન) ની મિષાલ ભટ્ટી ઘોંકવા વાળાની સાથે કરી. આપ (સલ્લ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સમજાવ્યુ કે જો તમો મુશ્ક ઉઠાવવા વાળાની સંગાતમાં રહો, તો જો તે તમને મુશ્ક ન પણ આપે, તો કમસે કમ તમને તેની ખુશ્બુથી ફાયદો પહોંચશે, જો તમે આગની ભટ્ટી ઘોંકવા વાળાની સંગાતમાં રહો, તો જો તમારા કપડાને આગ ન લાગે, તો પણ તેની આગનો ધૂમાડા અને દુર્ગંઘથી નુકસાન પહોંચશે. (અબુ દાવુદ)

આ હદીષ શરીફથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમને તાલીમ આપી કે નેક સંગાત ફાયદાથી ખાલી નથી અને ખરાબ સંગાતનું નુકસાન જરૂર થાય છે.

જો આપણે સહાબએ કિરામ (રદિ.) નાં જીવનનું અધ્યયન કરીએ, તો આપણને સારી રીતે ખબર પડશે કે સહાબએ કિરામ (રદિ.) આ વાતને સમજી કે માણસની સંગાતનો તેનાં પર અષર પડે છે, તેથી ઘણાં વાકિયાવો છે જેનાંથી આ વાત જાહેર થાય છે કે સહાબએ કિરામ (રદિ.) પોતાની ઔલાદની સારી કેળવણીનાં માટે આ વાતની ઘણી ફિકર કરતા હતા કે તેમની ઔલાદ સારા અને નેક લોકોની સંગાતમાં રહે.

નીચે બે વાકિયાવો નકલ કરવામાં આવી રહ્યા છે, જેનાંથી આ વાતનું સંપૂર્ણ પણે ચિત્રાંકન થાય છે કે સહાબએ કિરામ (રદિ.) કેટલી ફિકર કરતા હતા કે તેમની ઔલાદ નેક લોકોની સાથે રહે અને તેમનાંથી દીની ફાયદો હાસિલ કરેઃ

હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) ની ફિકર પોતાનાં છોકરા માટે

જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હિજરત કરી અને મદીના મુનવ્વરહ તશરીફ લાવ્યા, તો તે સમયે હઝરત અનસ (રદિ.) ની ઉમર માત્ર આંઠ વર્ષની હતી. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં આવવા બાદ હઝરત અનસ (રદિ.) ની વાલિદા હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) પોતાનાં બાળકનો હાથ પકડીને તેને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પાસે લઈ ગઈ.

જ્યારે તે બન્નેવ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયા, તો હઝરત અનસ (રદિ.) ની વાલિદાએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સંબોધીને ફરમાવ્યુ કે હે અલ્લાહનાં રસૂલ ! અન્સારમાંથી દરેક માણસ અને દરેક ઔરતે આપની ખિદમતમાં તોહફાનાં તૌર પર કંઈકને કંઈક પેશ કર્યુ છે, પણ મારી પાસે આ બાળકનાં વગર કંઈજ નથી, જેને હું આપની ખિદમતમાં પેશ કરી શકું, તેથી આપ મારા આ બાળકને પોતાની ખિદમતનાં માટે કબૂલ ફરમાવી લો. (મજમઉજ ઝવાઈદ)

તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેને પોતાની ખિદમતનાં માટે કબૂલ ફરમાવી લીઘો. પછી હઝરત અનસ (રદિ.) દસ વર્ષો સુઘી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં રહ્યા.

આ વાકિયાથી ખબર થઈ કે હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) નેક સંગાતની મહત્તવતા અને તેનાં ફાયદાવોથી સારી રીતે વાકેફ હતા. જ્યારે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સંગાતથી વધીને કોઈની સંગાત નહી હતી, એટલા માટે તેવણે ચાહ્યુ કે તેમનો છોકરો નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સંગાતમાં રહે.

હઝરત અબ્બાસ (રદિ.) ની ફિકર પોતાનાં બાળકનાં માટે

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ચાચા હઝરત અબ્બાસ (રદિ.) ચાહ્યુ કે તેમનો છોકરો હઝરત અબ્દુલ્લાહ (રદિ.) ને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સંગાતમાં રેહવાથી ફાયદો મળે.

તેથી તેવણે પોતાનાં બાર યા તેર વર્ષનાં છોકરા હઝરત અબ્દુલ્લાહને હુકમ આપ્યો કે તે પોતાની ખાલા હઝરત મયમૂના (રદિ.) નાં મકાનમાં રાત પસાર કરે, જેથીકે રાત્રીમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નમાઝ (તહજ્જુદની નમાઝ) નું અવલોકન કરે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તહજ્જુદની નમાઝનું અનુકરણ કરે પછી તેવણે ઉમ્મત સુઘી પહોંચાડ્યુ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કયા તરીકાથી તહજ્જુદની નમાઝ પઢતા હતા.

સામાન્ય રીતે જ્યારે આપણે સંગાતનો ઝિકર કરીએ છીએ, તો આપણાં મનમાં દોસ્તો અને સાથિયોંનો ખ્યાલ આવે છે, જ્યારે કે સંગાતથી માત્ર આ મુરાદ નથી, બલકે દરેક તે વસ્તુ જેનો ઈન્સાનની સોચ તથા ખ્યાલાત અને તેનાં અખલાક તથા આદાત પર અસર પડે છે. તે તેનાં માટે સંગાત છે.

તેથી પેપરો, રિસાલાવો, ઈન્ટરનેટ, વેબ સાઈટ અને સોશિયલ મિડિયા એકાઉંટસ આ બઘુ ઈન્સાનનાં માટે સંગાત હોય છે અને આ બઘી વસ્તુઓનું ઈન્સાનનાં દિલ તથા દિમાગ અને સોચ-વિચાર પર ગલત અષર પડે છે, તેથી જેવી રીતે વાલિદૈન પર લાઝિમ છે કે તે આ વાતની નિગરાની કરે કે તેમની ઔલાદનું ઉઠવા બેસવાનું કેવા લોકોની સાથે છે, એવીજ રીતે તેમનાં ઝિમ્મે લાઝિમ છે કે તેવણ તે વસ્તુઓનાં બારામાં પણ પોતાની ઔલાદની નિગરાની કરે.

અલ્લાહ તઆલા આપણને નેક લોકોની સંગાતમાં રેહવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17946


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …