તલાકની સુન્નતોં અને આદાબ
(૧) શૌહર ઉતાવળ અથવા ગુસ્સો (ક્રોધ)ની હાલતમાં પોતાની બીવીને તલાક ન આપે. બલકે તલાક આપવાથી પેહલા તેને જોઈએ કે તે ગંભીરતાથી આ મામલા પર સારી રીતે સોચ વિચાર કરે. સારી રીત સોચ વિચાર કરવા બાદ જો તેને મહસૂસ થાય કે તે બન્નેવનાં દરમિયાન નિર્વાહ અથવા ગુજારા (નિબાહ) ની કોઈ સૂરત નથી અથવા તે બન્નેવ માટે સાથે રેહવુ ઘણું મુશ્કિલ હોય, તો પછી તે તલાક આપે.
(૨) શૌહરને જોઈએ કે જ્યારે તે તલાક આપે તો તે માત્ર એક તલાકે રજઈ આપે. એક તલાકે રજઈ આપવા બાદ બીવી ઈદ્દતમાં બેસી જશે.
શૌહરનાં માટે બેહતર આ છે કે ઈદ્દતનાં ખતમ થવા સુઘી પોતાની બીવીને બીજી તલાક ન આપે.
(૩) જ્યારે શૌહર તલાક આપવાનો ઈરાદો કરે તો તેને જોઈએ કે તે પોતાની બીવીને એવી તુહર (પાકીની હાલતમાં જ્યારે બીવી હાઈઝા (હૈઝ વાળી હાલતમાં) ન હોય) માં તલાક આપે, જે (તુહર) નાં શરૂથીજ તેણે તેની સાથે સંભોગ ન કર્યો હોય (એટલે પેહલા હૈઝ ખતમ થવા પછીથી તેણે તેની બીવી સાથે સંભોગ નથી કર્યો).
શરીઅતે શૌહરને આ હુકમ એટલા માટે આપ્યો છે, જેથી કે બીવીને આ વાતની જાણ થઈ જાય કે તેણીની ઈદ્દતની મુદ્દત ત્રણ હૈઝ છે.
જો શૌહર તેને એવા તુહરમાં (પાકીની હાલતમાં) તલાક આપી દે જે (તુહર) માં તેણે તેણીની સાથે સંભોગ કર્યો હોય, તો બીવીને ખબર નહી પડશે કે તેણીની ઈદ્દત ત્રણ હૈઝ છે અથવા તેણીની ઈદ્દત ગર્ભાવસ્થાની છે, કારણકે ગર્ભવતી હોવાની સૂરતમાં તેની ઈદ્દત ગર્ભાવસ્થાની થઈ જશે (ગર્ભાવસ્થાથી મુરાદ બાળકની પૈદાઈશ છે).
(૪) જો શૌહર પોતાની બીવીને તે તુહર (પાકી) માં તલાક આપી દે, જે (તુહર) માં તેણે તેણીની સાથે સંભોગ કર્યો હોય, તો જ્યારે કે જે કંઈ પણ તેણે કર્યુ તે સારૂ નથી, પણ તે તલાક તેણીનાં પર વાકેઅ થઈ જશે.
(૫) જ્યારે શૌહર પોતાની બીવીને તલાક આપવા ચાહે, તો તેને જોઈએ કે તે એક તુહર (પાકી) માં માત્ર એક તલાકે રજઈ આપે. શૌહર એક તુહર (પાકી) માં એક તલાકે રજઈથી વધારે ન આપે.
જો શૌહર એક તુહર (પાકી) માં એક તલાકે રજઈથી વધારે આપે અથવા તે એક સાથે બે તથા ત્રણ તલાકો આપે, તો તે ગુનેહગાર થશે અને તેનો આ અમલ સુન્નતનાં ખિલાફ પણ થશે, પણ ગુનેહગાર થવા છતા બઘી તલાકો વાકેઅ થઈ જશે.
(૬) બીવીને હૈઝની હાલતમાં તલાક આપવુ જાઈઝ નથી, આ મસઅલો ચારેવ મઝહબોમાં મુત્તફક અલયહ (બરાબર) છે, જો શૌહર પોતાની બીવીને હૈઝની હાલતમાં તલાક આપે, તો તે ગુનેહગાર થશે, પણ ગુનેહગાર હોવા છતા ચારેવ મઝહબોનાં નઝદીક તલાક વાકેઅ થઈ જશે.
(૭) જો શૌહર પોતાની બીવીને હૈઝની હાલતમાં તલાક આપી દીઘી, તો તેને જોઈએ કે તરતજ રુજૂઅ કરે અને પોતાની બીવીને પોતાનાં નિકાહમાં ફરીથી લઈ લે.
ત્યાર બાદ જો તે તેણીને તલાક આપવા ચાહે, તો તેને જોઈએ કે તે પ્રતિક્ષા કરે અહિંયા સુઘી કે બીવીને એક હૈઝ અને એક તુહર (પાકી) પસાર થઈ જાય. પછી એક હૈઝ અને એક તુહર (પાકી) પસાર થવા બાદ શૌહર વધુ પ્રતિક્ષા કરે અહિંયા સુઘી કે હજી એક હૈઝ પસાર થઈ જાય, પછી જો તે તેણીને તલાક આપવા ચાહે, તો તે આ તુહરમાં (પાકીની હાલતમાં) તેણીને એક તલાકે રજઈ આપી દે.
(૮) જો શૌહર સુન્નત તરીકાનાં અનુસાર પોતાની બીવીને ત્રણ તલાક આપવા ચાહે, તો તેનો સહીહ તરીકો આ છે કે તે તેણીને ત્રણ અલગ અલગ તુહર (પાકી)ની શરૂઆતમાં એક એક તલાક આપે (એટલે ત્રણ તુહર (પાકી) માં ત્રણ તલાક આપે).
તેની વિગત આ છે કે જ્યારે બીવી હૈઝથી પાક થઈ જાય, તો શૌહર તુહર (પાકી)ની શરૂઆતમાં તેણીને એક તલાક આપે. પછી તે બીજી તુહર (પાકી) ની પ્રતિક્ષા કરે અને જ્યારે બીજી તુહર (પાકી) આવે, તો તે બીજી તુહર (પાકી)ની શરૂઆતમાં બીજી તલાક આપે પછી એવીજ રીતે તે ત્રીજી તુહર (પાકી)ની શરૂઆતમાં ત્રીજી તલાક આપે.
સ્પષ્ટ રહે કે ત્રણેવ પાકી માં સંભોગ (હમબિસ્તરી) થી બચવુ જરૂરી છે અને જો તે સંભોગ (હમબિસ્તરી) કરી લે, તો જો તે તલાક આપે, તો તલાક વાકેઅ થઈ જશે, પણ તેનાં તલાક આપવાનો આ તરીકો સુન્નત તરીકાનાં અનુસાર નહી થશે.
[૧]