વૈવાહિક વિવાદને ખતમ કરવુ
જ્યારે મિયાં બિવીનાં દરમિયાન તલાકનાં દ્વારા ફુરકત (જુદાઈ) થાય છે, તો તે સમયે માત્ર બે માણસો જુદા નથી થતા, બલકે બે પરિવારોમાં જુદાઈ થાય છે. તેનાં વગર જો મિયાં બિવીનાં બાળકો હોય, તો મિયાં બિવીની જુદાઈનાં કારણેથી બાળકો માં-બાપનાં દરમિયાન વહેંચાઈ જાય છે અને તેનું નકારાત્મક અસર બાળકોનાં જીવન પર પડે છે.
તેથી શૌહરને જોઈએ કે તલાકને વિચારવાથી પેહલા બઘા જાઈઝ તરીકાવોથી વૈવાહિક વિવાદો અને એક-બીજાનાં મતભેદોને ખતમ કરવાની કોશિશ કરે.
જો બિવીની તરફથી શૌહરની સાથે બેવફાઈ, ઝ્યાદતી અને બેઅદબી થાય, તો જો શૌહર બિવીની સાથે વાત કરીને સારી રીતભાત અને કરૂણા તથા મોહબ્બતની સાથે તેની ઈસ્લાહ (સુઘાર) કરી શકે છે, તો શૌહરે બિવીની ઈસ્લાહ (સુઘાર) કરવી જોઈએ.
જો શૌહર ની તરફથી ઝ્યાદતી અથવા કોઈ હદથી વધારે વાત હોય, તો જો બિવી શૌહરની સાથે વાત કરીને નીયતમિતતા અને કરૂણા તથા મોહબ્બતની સાથે તેની ઈસ્લાહ (સુઘાર) કરી શકતી છે, તો બીવીએ તેને નસીહત કરવી જોઈએ, જેથી કે તે સુઘરી જાય અને સીઘા રસ્તા પર આવી જાય.
જો મિયાં બિવીનાં માટે એક-બીજામાં સુલહ કરવુ શક્ય ન હોય, તો તે બન્નેવને જોઈએ કે તે પોતાનાં વિવાદો અને મતભેદોનાં બારામાં પરિવારનાં કોઈ સમજદાર અને મોટા માણસથી વાત કરેં, જેથી કે તે મિયાં બિવીને સમજાવી શકે અને તેઓનાં દરમિયાન સુલહ કરાવી શકે.
હઝરત ઉમર (રદિ.) ફરમાવ્યુ કે સગા સંબંઘીઓનાં મુકદ્દમાતને તેઓમાંજ પાછુ કરી દો, જેથી કરીને કે તેઓ પોતે બિરાદરીની મદદથી એક-બીજામાં સુલહની સૂરત કાઢી લે, કારણકે કાઝીનો ચૂકાદો દિલોમાં કીનો તથા દુશ્મનાવટ પૈદા થવાનો સબબ બને છે (એટલે અદાલતનો ચુકાદો બન્નેવ પક્ષો (પાર્ટીઓ) માંથી એકનાં હકમાં થશે અને તેમાં કોઈ પણ પ્રકારનું સમાઘાન નહી થશે, તો બન્નેવ પક્ષોનાં (પાર્ટીઓનાં) દિલમાં નફરત પૈદા થશે).
જો મિયાં બિવીનાં દરમિયાન સુલહની બઘી જાઈઝ કોશિશો અસફળ થઈ જાય અને પરિવારનાં સમજદાર અને મોટા માણસો પણ સુલહ કરાવવામાં સફળ ન થઈ શકે, તો મિયાં બિવીને જોઈએ કે તે પોતાનો મામલો કોઈ ત્રીજા પક્ષ (પાર્ટી) ની પાસે લઈ જાય (ઉદારહરણ તરીકે પોતાની સ્થાઈ જમઈય્યત વગૈરહ) અથવા તે પરિવારનાં વગર કોઈ તજુરબા કાર આલિમ થી રુજુઅ કરે (પૂછે) (ઉદાહરણ તરીકે કોઈ વિશ્વશનિય આલિમે દીન અથવા કોઈ મુફતી જે વૈવાહિક વિવાદોનો ઉકેલ લાવતો હોય) અને તેનાંથી એકબીજાનાં વિવાદો અને મતભેદો (ઈખ્તિલાફાત) ને ખતમ કરાવે.
જો આ તરીકાવોને અપનાવા બાદ એકબીજાનાં વિવાદો અને મતભેદો ખતમ ન થાય અને તેઓને તલાકનાં વગર બીજો કોઈ રસ્તો નજર ન આવે, તો અંતમાં શકલ આ છે કે શૌહર ઈત્મીનાના તથી સુકૂનની હાલતમાં એક તલાકે રજઈ આપી દે.
[૧]