(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

 

મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ

સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે ‌કે નથી?

બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો કાનૂન છે કે જો અમે કોઈની લાશને બીજા દેશ મોકલવા ચાહે, તો મોકલવાથી પેહલા જરુરી છે ‌કે મય્યિતની નસોં માં કેમીકલ (રસાયણ) દાખલ કરવામાં આવે, જેથી કે લાશ બગડી જવા અને સડી જવાથી સુરક્ષિત રહે. તો શું શરીઅતની રૂ થી આ દેશના કાનૂન પર અમલ કરવુ જાઈઝ છે યા નહી?

જવાબઃ- શરીઅતનો હુકમ આ છે કે જ્યારે કોઈ માણસનો ઈન્તેકાલ થઈ જાય, તો જેટલુ જલદી થઈ શકે તેની કફનવીધી તથા દફન વીધી કરવામાં આવે અને તેમાં મોડુ ન કરવામાં આવે. મય્યિતની કફનવીઘી તથા દફનવીધીમાં મોડુ કરવુ સુન્નતનાં ખિલાફ છે અને નાજાઈઝ છે.

ફુકહાએ કિરામે લખ્યુ છે કે અફઝલ આ છે કે મય્યિતને તેજ જગ્યાએ દફન કરવામાં આવે જ્યાં તેનો ઈન્તેકાલ થયો છે. જો લાશને કોઈ જગ્યા પર મુનતકિલ કરવુ (લઈ જવુ) હોય, તો જોવામાં આવે કે લાશ મુનતકિલ કરવા (લઈ જવા)માં લાશનું બગડી જગા અને સડી જવાની આશંકા છે કે નથી. જો કોઈ દૂર જગ્યાની તરફ લાશને મુનતકિલ કરવા (લઈ જવા)માં આવે અને તેમાં લાશનું બગડી જવા અને સડી જવાની આશંકા છે, તો તે જગ્યાની તરફ મુનતકિલ કરવુ (લઈ જવુ) જાઈઝ નહી થશે અને જો તે જગ્યા વધારે દૂર ન હોય અને લાશનું બગડી જવા અને સડી જવાની આશંકા ન હોય, તો લાશને મુનતકિલ (લઈ જવુ) જાઈઝ થશે.

અલબત્તા મય્યિતની નસોમાં કેમીકલ (રસાયણ) દાખલ કરવામાં તો શરીઅતની રૂ થી આ અમલ સુન્નતનાં ખિલાફ છે અને જાઈઝ નથી. એટલા માટે આ સૂરતમાં મય્યિતને તેજ જગ્યા (તેજ દેશ) માં દફન કરવામાં આવે જ્યાં તેનો ઈન્તેકાલ થયો હોય.

લાશનું ગુસલ અને જનાઝા નમાઝ વિદેશ મુલક મોકલવાથી પેહલા

સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘરવાળા (જે તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો પછી જો અમે તેની લાશને તેઓની તરફ મોકલી દે, તો શું મોકલવાથી પેહલા અમારા માટે જરૂરી છે કે અમે તેને ગુસલ આપે, કફન પેહરાવે અને તેની જનાઝા નમાઝ પઢેં?

બીજી વાત આ છે કે જ્યારે મય્યિતની લાશ તેનાં ઘર વાળાઓ સુઘી પહોંચી જાય, તો શું તેમનાં પર વાજીબ થશે કે તેઓ ફરીથી તેનાં ગુસલ આપે અને તેની જનાઝા નમાઝ પઢે?

જવાબઃ- હાં, મય્યિતને ગુસલ આપી દેવામાં આવે અને તેની જનાઝા નમાઝ પઢવામાં આવે. જ્યારે એક વાર ગુસલ આપી દેવામાં આવ્યુ અને જનાઝા નમાઝ પઢી લેવામાં આવી, તો ફરીથી તેને ગુસલ નહીં આપવામાં આવશે અને જનાઝની નમાઝ નહી પઢવામાં આવશે. [૨]

જનાઝા નમાઝથી પેહલા સફો સીઘી કરવાનો હુકમ

સવાલઃ- ઘણી વાર જનાઝા નમાઝમાં મોટો મજમો હોય છે અને જગ્યા સિમિત (લિમીટેડ) હોય છે. એવી હાલતમાં વધારે એવુ જોવા મળે છે કે અમુક સફો મુકમ્મલ અને અમુક સફો અધૂરી રહે છે.

જો બઘી સફો દુરૂસ્ત કરવામાં આવે, તો તેનો એકજ તરીકો છે કે પાછલી સફોનાં નમાઝિયોથી નિવેદન કરવામાં આવે કે તેઓ તે જગ્યાએથી હટી જાય અને પેહલી સફથી સફો દુરૂસ્ત કરે. એવી રીતે સફો તો સીઘી થઈ જશે, પણ લોકોને તકલીફ થશે અને વધાર સમય પણ વપરાશે, તો શું આવી સૂરતમાં આ દુરૂસ્ત છે કે સફોં સીઘી કરવા વગર જનાઝા નમાઝ અદા કરી લેવામાં આવે?

જવાબઃ- જેવી રીતે સામાન્ય નમાઝોથી પેહલા સફો સીઘી કરવાનું અત્યંત અહમ છે, એવીજ રીતે જનાઝા નમાઝથી પેહલા પણ સફો સીઘી કરવુ ઘણુ અહમ છે, તેથા જનાઝા નમાઝ પઢવાથી પેહલા પણ સફો સીઘી કરી લેવામાં આવે, જો સફો સીઘી કરવામાં થોડો સમય વપરાતો હોય.

કબરસ્તાનમાં મય્યિતની તદફીનનાં દરમિયાન શું પઢવામાં આવે

સવાલઃ- કબરસ્તાનમાં મય્યિતની તદફીનનાં ઈન્તેઝાર કરવાનાં દૌરાન લોકોએ શું પઢવુ જોઈએ?

જવાબઃ- લોકોને જોઈએ કે અલ્લાહ તઆલાથી મય્યિતનાં માટે મગફિરતની દુઆ કરે અને અલ્લાહ તઆલાથી માંગે કે જ્યારે કબરમાં મય્યિતથી સવાલ કરવામાં આવે, તો અલ્લાહ તઆલા તેને ષાબિત કદમ રાખે.

જનાઝો ઉઠાવતા સમયની દુઆ

સવાલઃ- શું કોઈ દુઆ છે જે જનાઝો ઉઠાવતા સમયે પઢવી જોઈએ?

જવાબઃ- જનાઝો ઉઠાવતા સમયની કોઈ મસનૂન દુઆ હદીષ શરીફમાં વારિદ નથી થઈ, તેથી તે સમયે લોકોએ ખામોશ રેહવુ જોઈએ. જનાઝો ઉઠાવતા સમયે ઊંચા અવાજથી ઝિકર કરવુ અથવા કુર્આને કરીમ પઢવુ મકરૂહ છે.

તખ્તાવો કઈ તરફથી રાખવામાં આવે?

સવાલઃ- જ્યારે મય્યિતને કબરમાં મુકવામાં આવે અને તેનાં પર તખતાવો મુકવામાં આવે, તો તખ્તાવો મુકવામાં કઈ તરફથી શરૂ કરવામાં આવે? શું મય્યિતનાં માથાની તરફથી શરૂ કરવામાં આવે અથવા પગની તરફથી? આ સિલસિલામાં શું મરદોં અને ઔરતોંનાં હુકમમાં કોઈ ફરક છે?

જવાબઃ- જેવી રીતે કબરને બંદ કરવા માટે મંટોડી નાંખવાનું મય્યિતનાં માથાની તરફથી શરૂ કરવામાં આવે છે. એવીજ રીતે તખતો રાખવુ પણ માથાની તરફથી શરૂ કરવામાં આવશે. આ હુકમ મરદોં અને ઔરતો બન્નેવનાં માટે છે.

જુની કબરોંમાં મય્યિતનું દફનાવવુ

સવાલઃ- શું કોઈ જુની કબરમાં મય્યિતને દફનાવી શકાય છે એટલે શું જુની કબર ફરીથી ઊપયોગ કરી શકાય છે, જ્યારે કે કબરસ્તાનમાં ખાલી જગ્યા મૌજૂદ હોય? જો જાઈઝ છે, તો કેટલી મુદ્દત પછી તે જુની કબરનો ફરીથી ઊપયોગ કરી શકાય છે?

જવાબઃ- હાં, કબરસ્તાનમાં ખાલી જગ્યાઓ હોવા છતા જો કોઈ જુની કબર ફરીથી ઊપયોગ કરવામાં આવે તો પણ જાઈઝ છે. જાણવુ જોઈએ કે જુની કબરનો ફરીથી ઊપયોગ કરવુ તે સમયે જાઈઝ થશે જ્યારે કે તેનાંથી પેહલા મય્યિત (જે તે કબરમાં દફનાવામાં આવ્યો હોય) ની નિશાનિયો બાકી ન રહે.

જો પેહલા મય્યિતનાં હાડકાવો નજર આવે, તો તેને હટાવીને કબરનાં એક તરફ કરી દેવામાં આવે અને પછી મય્યિતને બીજી તરફ દફનાવી દેવામાં આવે, જેથી કે કંઈક હાઈલ (પરદો) થાય તે હાડકાવો અને નવા મય્યિતનાં દરમિયાન.

મય્યિતને કરબરસ્તાન કેવી રીતે લઈ જવામાં આવે?

સવાલઃ- મય્યિતને કબરસ્તાન લઈ જવાનો અફઝલ તરીકો કયો છે, પૈદલ અથવા સવારનાં ઝરીએ?

જવાબઃ- જો કબરસ્તાન નજદીક હોય, તો અફઝલ તરીકો આ છે કે મય્યિતને પૈદલ લઈ જવામાં આવે અને જો કબરસ્તાન દૂર હોય, તો બેહતર આ છે કે મય્યિતને સવારીનાં ઝરીએ કરબરસ્તાન લઈ જવામાં આવે.

મય્યિતને કબરસ્તાન લઈ જવુ – પૈદસ અથવા સવારીનાં ઝરીયે

સવાલઃ- શું મય્યિતને કબરસ્તાન લઈ જવામાં અફઝલ તરીકો આ છે કે મય્યિતને પૈદલ લઈ જવામાં આવે અથવા સવારીનાં ઝરીયે લઈ જવામાં આવે?

જવાબઃ- બન્નેવ તરીકાવો જાઈઝ છે, પણ બન્નેવ તરીકાવોમાંથી અફઝલ આ છે કે મય્યિતને પૈદલ કબરસ્તાન લઈ જવામાં આવે, તેથી જો કબરસ્તાન કરીબ હોય, તો લોકો મય્યિતને પૈદલ કબરસ્તાન લઈ જાય.

જો કબરસ્તાન દૂર હોય અને મય્યિતને પૈદલ લઈ જવુ મુશ્કિલ હોય, તો લોકો મય્યિતને સવારીનાં ઝરીયે કબરસ્તાન લઈ જાય.

બાગ અથવા બગીચામાં મુરદા પૈદા થવા વાળા બાળકની તદફીન

સવાલઃ- જો કોઈ માણસનું બાળક મુરદા પૈદા થયુ, તો શું તેનાં માટે જાઈઝ છે કે તે કબરસ્તાન છોડીને પોતાનાં મુરદા બાળકને પોતાનાં બાગ અથવા બગીચામાં દફન કરે?

જવાબઃ- તે પોતાનાં મુરદા બાળકને કબરસ્તાનમાં દફન કરે, બાગ અથવા બગીચામાં દફન ન કરે.

કબરની આજુ બાજુમાં ઈંટો લગાવવુ

સવાલઃ- શું કબરની આજુ બાજુમાં ઈંટો અથવા પત્થરોનું મુકવુ જાઈઝ છે, જેથી કે લોકોને ખબર થઈ જાય કે તે ઈહાતામાં કોઈ મુરદાની કબર છે અને બીજી વાત આ છે કે આ ઈંટો અને પત્થરોંનાં ઝરીયેથી કબરની નિશાની બાકી રહેશે?

જવાબઃ- સામાન્યા (આમ) કબરસ્તાનમાં એવુ કરવુ જાઈઝ નથી, કારણકે સામાન્ય (આમ) કબરસ્તાન બઘા મુસલમાનોં માટે વકફ છે, એવી રીતે કરવાથી લોકોમાં આ ખ્યાલ પૈદા થશે કે આ કબર આ મુરદાનાં માટે ખાસ છે અને એમાં બીજા કોઈ મુરદાનું દફનાવવુ જાઈઝ નથી, જ્યારે કે સામાન્ય (આામ) કબરસ્તાનમાં બઘા મુસલામાનો ને બરાબર હક છે, તેથી આ કબરમાં બીજા મુરદાવોનું દફનાવુ પણ જાઈઝ છે.

સુન્નત તરીકો આ છે કે કબરને થોડી ઊંચી કરવામાં આવે (એક વેટનાં બરાબર), જેથી કે આ ઓળખાણ થઈ શકે કે આ કોઈ મુરદાની કબર છે.

કબરની ઓળખાણ અને નિશાની માટે આટલી વાત કાફી છે કે કબરની આજુ બાજુમાં ઈંટો અને પત્થરોને ન મુકવામાં આવે.

બે મય્યિતોને એક કબરમાં દફનાવાનો હુકમ

સવાલઃ- જો કોઈ અકસ્માતમાં માં અને બાળકનો એક સાથે ઈન્તેકાલ થઈ જાય, તો શું એક કબરમાં બન્નેવને દફનાવી શકાય?

જવાબઃ- એક કબરમાં બે મય્યિતોને દફનાવુ નહીં જોઈએ, બલકે દરેક મય્યિતને અલગ અલગ કબરમાં દફનાવુ જોઈએ, અલબત્તા જરૂરતનાં સમયે બે મય્યિતોને એક કબરમાં દફનાવુ જાઈઝ છે.

તેથી આ સૂરતમાં જ્યારે માં અને બાળક એક સાથે દફનાવામાં આવે, તો માં અને બાળક બન્નેવને અલગ અલગ કફન પેહરાવામાં આવે અને પછી એવી રીતે દફનાવામાં આવે કે બન્નેવનાં દરમિયાન મંટોડીનો હાઈલ કરી દેવામાં આવે, જેથી કે બન્નેવનાં શરીર ભેગા ન થઈ જાય.

જો મય્યિત બાળક હોય, તો તેને કિબ્લા રૂખ કરીને કબરમાં પેહલા મુકવામાં આવે પછી માં ને તેનાં પછી મુકવામાં આવે અને જો મય્યિત બાળકી હોય, તો માંને કિબ્લા રૂખ કરીને કબરમાં પેહલા રાખવામાં આવે પછી બાળકીને તેનાં પછાળી રાખવામાં આવે.

કબર પર કતબા (કબર પાસે જે પત્થર મુકવામાં આવે તે) લગાવવાનો હુકમ

સવાલઃ- શું કબર પર કતબા લગાવવુ (જેનાં પર મય્યિતનું નામ, પૈદાઈશની તારીખ અને વફાતની તારીખ લખી હોય) જાઈઝ છે?

જવાબઃ- કબરની અલામત અને નિશાનીનાં માટે પત્થર રાખવુ જાઈઝ છે, અલબત્તા પત્થર પર મય્યિતની જીંદગીની વિગતો લખવુ (ઉદાહરણ તરીકે તેની ઉમર, પૈદાઈશની તારીખ વગૈરહ) દીનમાં ષાબિત નથી, તેથી આ વસ્તુઓથી બચવુ જોઈએ.

તદફીન પછી કબર પર પાણી છાંટવાનો હુકમ

સવાલઃ- શું તદફીન પછી કબર પર પાણી છાંટવુ જોઈએ?

જવાબઃ- તદફીન પછી કબર પર પાણી છાંટવુ મુસ્તહબ છે, જેથી કે કબરની મંટોડી બેસી જાય અને ફેલાય જાય.

Source:


 

[૧]

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …