પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૭)‎

بسم الله الرحمن الرحيم

બાળકને અલ્લાહ તઆલાની ઓળખાણ કરાવવી

બાળકની કેળવણી અત્યંત અહમ છે. બાળકની તરબિયતની મિષાલ મકાનની જેમ છે. જો મકાનની બુનિયાદ મજબૂત અને સખત હોય, તો મકાન પણ મજબૂત અને પરિપક્વ રહેશે અને દરેક રીતનાં હાલાત સહન કરશે.

જો મકાનનો પાયો કમઝોર હોય, તો તે મકાન સામાન્ય ભૂકંપથી પણ પડી જશે. એવીજ રીતે બાળકની કેળવણી એક બુનયાદ છે જેનાં પર બાળકની આખી જીંદગી નીર્ભર છે.

બાળકને દીની અને દુનયવી તરક્કી હાસિલ કરવા માટે જરૂરી છે કે તેને સહીહ ઈસ્લામી કેળવણી આપવામાં આવે, તેથી જો માં બાપ પોતાનાં બાળકને સહીહ ઈસ્લામી કેળવણી ન આપપ અને તે બાળકમાં દીની સિફાત પૈદા ન કરે, તો તેનું નુકસાન બાળકને જીવનમાં જાહેર થશે.

બાળક જ્યારે મોટુ થઈ જાય, તો તેને પોતાની ઘરેલુ જીંદગીમાં પોતાની બીવી અને બાળકોની સાથે વરતાવ કરવામાં અને તેઓની કેળવણી કરવામાં મુશ્કિલાત પેશ આવશે. તથા પોતાની સમાજી જીંદગીમાં સગા-સંબંઘીઓ, પડોશીયો અને બીજા લોકોની સાથે મામલો કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો થશે. તેને આ ખબર નહી થશે કે પોતાનાં મોટાવોનું માન-સન્માન કેવી રીતે કરે, દીનની તાઝીમ કેવી રીતે કરે, સામાન્ય લોકોની સાથે કેવી રીતે રહે અને તેઓનાં અધિકારો કેવી રીતે પૂરા કરે.

ખુલાસા વાત આ છે કે બાળકને સહીહ કેળવણી ન મળવાનાં કારણેથી બાળક દીની અને દુનયવી એતેબારથી પછાળ રહેશે અને નુકસાન ઉઠાવશે. એવુ બાળક ન દીનમાં તરક્કી કરશે અને ન દુનિયામાં કામયાબી હાસિલ કરશે.

બાળકને ઈસ્લામી કેળવણી મળવુ એ બાળકનો હક છે પોતાનાં વાલિદૈન પર. એક રિવાયતમાં છે કે સહાબએ કિરામ (રદિ.) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સવાલ કર્યો કે હે અલ્લાહનાં રસૂલ ! બાળક પર બાપનો શું હક છે અમને તો આ ખબર છે, પણ અમે જાણવા ચાહિએ છીએ કે બાપ પર બાળકનો શું હક છે? નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે (બાપ પર બાળકનો હક આ છે કે) બાપ બાળકનું સારૂ નામ આપે અને તેને ઈસ્લામી આદાબ સિખડાવે. (શોઅબુલ ઈમાન)

એક વખક હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) એક માણસને નસીહત કરતા વેળા ફરમાવ્યુ કે પોતાનાં બાળકને અદબ સિખડાવો, કારણકે તમારાથી તમારા બાળક (ની કેળવણી) નાં વિશે સવાલ કરવામાં આવશે કે તમે તેને શું અદબ સિખડાવ્યો અને તેને શું તાલીમ આપી? અને તેનાંંથી (તમારા બાળકથી) પણ સવાલ થશે કે શું તેણે તમારી સાથે સારો વ્યવ્હાર કર્યો અને તમારી ઈતાઅતો ફરમાં બરદારી કરી? (તે વસ્તુઓનાં વિશએ તેનાંથી પૂછવામાં આવશે). (શોઅબુલ ઈમાન)

બાળકની કેળવણીનાં સિલસિલામાં સૌથી પેહલી વસ્તુ આ છે કે બાળકને અલ્લાહ તઆલાનો પરિચય કરાવવામાં આવે. એનાં કારણેથી ઈસ્લામમાં આપણને હુકમ આપ્યો છે કે જ્યારે બાળક પૈદા થાય, તો તેનાં જમણાં કાનમાં અઝાન આપવામાં આવે અને ડાબા કાનમાં ઈકામત કેહવામાં આવે.

આ બઘા કામો એટલા માટે કરવામાં આવે છે, જેથી કે બાળકનું દિલ ઈમાનની તરફ ફેરવી દેવામાં આવે અને બાળકનાં દિલમાં અલ્લાહ તઆલાની વહદાનિયત (એકેશ્વરતા) અને તેની મહાનતા પૈદા થઈ જાય.

હેતુ આ છે કે બાળકનું દુનિયામાં આવવા બાદ સૌથી પેહલી વસ્તુ જેનાંથી બાળકને પરિચય કરાવવામાં આવે છે તે અલ્લાહ તઆલા છે.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનાં કામથી ઉમ્મતને આ તાલીમ આપી છે કે તે પોતાનાં બાળકોને ખાવાથી પેહલા બિસ્મિલ્લાહ પઢવાનું સિખડાવે, જેથી કે તેઓને આ ખબર હોય કે જે ખાવાનું તે ખાઈ રહ્યો છે તે અલ્લાહ તઆલાની તરફથી છે અને તે અલ્લાહ તઆલાની એક મોટી નેઅમત છે.

હઝરત ઉમર બિન અબી સલમા (રદિ.) ફરમાવે છે કે જ્યારે હું બાળક હતો, તો એક વખત હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો તે વખતે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મારાથી ફરમાવ્યુઃ હે બાળક ! બિસ્મિલ્લાહ પઢી લિયા કરો અને જમણાં હાથથી ખાયા કરો અને વાસણમાં તે જગ્યાએથી ખાયા કરો જે તારાથી નજદીક હોય. (બુખારી શરીફ)

આ હદીષ શરીફથી ખબર થઈ કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉમર બિન અબી સલમા (રદિ.)ને ત્રણ સુન્નતોં સિખડાવી.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમને આ પણ સિખડાવ્યુ કે ખાતા સમયે ઈન્સાનને જોઈએ કે તે અલ્લાહ તઆલાને યાદ કરે અને તેમનું નામ લઈને તેમનો હક પૂરો કરે, તથા અમે જોઈએ છીએ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમને એટલી મોહબ્બત અને કરૂણતા થી સિખડાવ્યુ કે આ સબક તેમનાં દિલમાં બેસી ગયો, તેથી તે ફરમાવે છે કે તે દિવસથી મેં આ વાતનો પ્રબંઘ કર્યો કે હું હંમેશા આ તરીકાથી ખાવાનું ખાઈશ, જે તરીકાને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને સિખડાવ્યુ હતુ.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઉમ્મતને આ હુકમ આપ્યો છે કે તે પોતાની ઔલાદને અલ્લાહ તઆલાનાં અધિકાર પૂરા કરવાની મહત્તવતા સિખડાવે.

અલ્લાહ તઆલાએ બઘા અધિકારોમાં સૌથી અહમ તરીન હક “નમાઝ” છે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું ફરમાન છે કે જ્યારે તમારૂ બાળક સાત વર્ષની ઉમરે પહોંચે, તો તેને નમાઝ પઢવાનો હુકમ કરો અને જ્યારે તે દસ વર્ષની ઉમરે પહોંચે, તો જો તે નમાઝ ન પઢે, તો તેને મારો (અને તેને નમાઝ પઢવા પર ઝોર લગાવો). (મુસ્નદે અહમદ)

આ હદીષથી આપણને ખબર થઈ કે જો બાળક નાનુ છે અને હજી સુઘી તેનાં પર નમાઝ ફર્ઝ નથી થઈ, પણ બાળકનાં દિલમાં નમાઝની મહત્તવતા પૈદા કરવા માટે આપણને આ હુકમ આપવામાં આવ્યો કે આપણે તેને નમાઝનો હુકમ કરીએ, જેથી કે અગાળી ચાલીને આ બાળક પોતાની પૂરી જીંદગીમાં નમાઝ પર કાયમ રહેશે.

એવીજ રીતે આપણે પોતાની ઔલાદનાં દિલોમાં બાળપણથીજ અલ્લાહ તઆલાની બડાઈ, મહાનતા અને કુદરતનો ઈસ્તેહઝાર (ધ્યાન) પૈદા કરીએ, જેથી કે ઔલાદ આ વાતને સમજી શકે કે બઘી ભલાઈઓ માત્ર અલ્લાહ તઆલાની તરફથી છે અને અલ્લાહ તઆલાનાં વગર કોઈ તાકત વાળુ અને કુદરત વાળુ નથી.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે હું એક દિવસે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે સફર કરી રહ્યો હતો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ હે બાળક ! હું તને અમુક વાતો સિખડાવવા ચાહું છું, તમે અલ્લાહ તઆલાની હિફાઝત કરો (તેમનાં અહકામની હિફાઝત કરો) અલ્લાહ તમારી હિફાઝત કરશે. તમે અલ્લાહની હિફાઝત કરો (તેમનાં અહકામની હિફાઝત કરો), તમે તેમને પોતાની સામે પાશો (એટલે તે તમારી સાથએ હશએ અને તમારી જરૂરિયાતને પૂરી કરશે અને તમારી હિફાઝત કરશે) અને જ્યારે તમે કોઈ વસ્તુ માંગો, તો માત્ર અલ્લાહ તઆલાથી જ માંગો અને જ્યારે તમે મદદ તલબ કરો, તો માત્ર અલ્લાહ તઆલાથી જ મદદ તલબ કરો. અને તમે આ વાત જાણી લો કે જો આખી ઉમ્મત આ વાત પર જમા થઈ જાય કે તને કંઈ નફો પહોંચાડે તો તે તને કંઈ પણ નફો નહી પહોંચાડા શકે, પણ તે નફો જે અલ્લાહ તઆલાએ તમારા માટે લખી દીઘો છે અને જો તેઓ જમા થઈને તને નુકસાન પહોંચાડવા ચાહે તો તેઓ તને કંઈ પણ નુકસાન નહીં પહોંચાડી શકે છે, પણ તે નુકસાન જે અલ્લાહ તઆલાએ તમારા માટે લખી દીઘો છે. કલમ ઉઠાવી લેવામાં આવ્યા અને ધર્મગ્રંથ (સહીફા) સુકાઈ ગયા છે (એટલે અલ્લાહ તઆલાની તરફથી જે કંઈ નિયુક્ત થઈ ગયુ છે તે થઈને રહેશે અને અલ્લાહ તઆળાનાં હુકમમાં કોઈ ફેરફાર નહી થઈ શકે). (સુનને તિર્મિઝી)

આ હદીષ શરીફથી આપણને ખબર થઈ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કેટલા પ્યારા અને અસર કરનાર અંદાજથી હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) નાં દિલમાં અલ્લાહ તઆલાની મહાનતા પૈદા કરવાની કોશિશ કરી અને અલ્લાહ તઆલાથી તેનો સંબંઘ મજબૂત કરવાની કોશિશ ફરમાવી.

અલ્લાહ તઆલા આપણને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં નકશે કદમ પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17921


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …