મુહર્રમ અને આશૂરાની સુન્નતોં અને આદાબ

મુહર્રમ અને આશૂરા

અલ્લાહ તઆલાનો નિઝામ છે કે તેવણે કેટલીક વસ્તુઓને કેટલીક વસ્તુઓ પર વિશેષ ફઝીલત અને અહમિયત (મહત્તવતા) આપી છે.

જેથી ઈન્સાનોમાં (માણસોમાં) થી નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત (ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે.

દુનીયાનાં અન્ય વિભાગો નાં મુકાબલામાં (બરાબરી)માં મક્કા મદીના અને મસ્જીદે અકશાને વિશેષ અઝમત અને ઈન્તીહાઈ (ખુબજ) અઝિમ મકામ (ઉચ્ચ સ્થાન) અને તકદ્દુસ આપવામાં આવ્યો છે.

વર્ષનાં બાર મહીનામાંથી ચાર મહીનાઃ મુહર્રમ,રજબ,ઝિલ કઅદહ ,ઝિલ હજ્જ ને વિશેષ મકામ અને મર્તબો હાસિલ (મળેલ) છે.

એવીજ રીતે આશૂરાનાં દિવસને વર્ષનાં બીજા દિવસોના મુકાબલામાં વિશેષ ફઝાઈલ આપવામાં આવ્યા છે અને આ દીન બેપનાહ (અનહદ) બરકતોં થી ભરેલો છે.

જેવી રીતે ઝિલહજ્જ નાં મહીનાંને અઝમતો બરતરી (મહાનતા અને શ્રેષ્ઠતા) હાસીલ છે કે ઝિલહજ્જને હજનાં મનાસિક ની અદાયગી અને કુરબાની માટે પસંદ કરવામાં આવ્યો છે, એવીજ રીતે મુહર્રમનાં મહીનાને આ વિશેષ સન્માન હાસિલ છે કે તે મહીનાને “શહરૂલ્લાહ” (અલ્લાહ તઆલાનો મહીનો) નો ખિતાબ (પુરસ્કાર) આપવામાં આવ્યો છે અને આજ મહીનામાં આશૂરાનાં રોઝા (ઊપવાસ) રાખવામાં આવે છે.

આશૂરાનાં દિવસની બેપનાહ (અનહદ) ફઝીલતો અને અઝમત નો અંદાજો આ વાતથી ઘણી સારી રીતે થઈ શકે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખુબ જ શોકથી આ દિવસનાં આવવાનો ઈંતઝાર (પ્રતિક્ષા) કરતા હતા.

عن ابن عباس رضي الله عنهما قال ما رأيت النبي صلى الله عليه وسلم يتحرى صيام يوم فضله على غيره إلا هذا اليوم يوم عاشوراء(بخاري رقم ٢٠٠٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે, “મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને બીજા કોઇ ફઝીલત વાળા દિવસના રોઝાનો ઈંતેઝાર (પ્રતિક્ષા) કરતા નથી જોયા જેવી રીતે આશૂરાના રોઝાનાં દિવસનો ઈંતેઝાર (પ્રતિક્ષા) કરતા જોયા.” (સહીહ બુખારી, ૨૦૦૬)

મુહર્રમ મહીનાનાં ફઝાઈલ

(૧) મુહર્રમનો મહીનો ઈસ્લામી વર્ષનો પેહલો મહીનો છે. ઘણાં બઘા મુહદ્દિષીને કિરામની રાય આ છે કે મુહર્રમનો મહીનો ચાર મુકદ્દસ મહીનાવોમાં સૌથી અફઝલ અને મુબારક મહીનો છે.

હઝરત હસન (રહ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “ફર્ઝ નમાઝ પછી સૌથી અફઝલ નમાઝ તે નમાઝ છે જે રાતનાં અડધા ભાગમાં પઢવામાં આવે (એટલે તહજ્જુદની નમાઝ) અને રમઝાન મહીના બાદ સૌથી અફઝલ મહીનો “મુહર્રમનો મહીનો”છે.” (લતાઈફુલ મઆરિફ, પેજ નં-૭૯)

(૨) કુર્આને મજીદમાં અલ્લાહ તબારક વતઆલાએ મુહર્રમની પેહલી સવારની કસમ ખાઘી છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

والفجر﴿۱﴾

કસમ છે ફજરની (૧)

હઝરત કતાદહ (રહ.) ફરમાવે છે કે આ આયતે કરીમામાં જે ફજર પર અલ્લાહ તઆલાએ કસમ ખાઘી તે ફજરથી મુરાદ મુહર્રમનાં મહીનાની પેહલી ફજર છે (એટલે પેહલી સવાર), કારણકે આ સવાર માત્ર તે દિવસની સવાર નથી, બલકે તે આવવા વાળા પૂરા વર્ષની પેહલી સવાર છે. (લતાઈફુલ મઆરિફ, પેજ નં-૩૫)

(૩) મુહર્રમ મહીનાનાં સિલસિલામાં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મુહર્રમનાં પેહલા દસ દિવસોની, મહુર્રમ મહીનાનાં બાકી દિવસોથી વધારે ફઝીલત છે, જેવી રીતે ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોની, ઝિલ હિજ્જહનાં બાકી દિવસોથી વધારે ફઝીલત છે અને જેવી રીતે રમઝાનનાં મહીનાનાં છેલ્લા દસ દિવસોની, રમઝાન મહીનાનાં બીજા દિવસોથી વધારે ફઝીલત છે.

હઝરત અબુ ઉષ્માન નહદી (રહ.) ફરમાવે છે કે “સહાબએ કિરામ (રદિ.) (મુકદ્દસ મહીનાવોમાંથી) ત્રણ મહીનાનાં દસ દિવસોને (મુકદ્દસ મહીનાવોનાં બીજા દિવસોનાં મુકાબલામાં) વધારે મહત્તવતા આપતા હતા અને તેની ઘણી તાઝીમ કરતા હતા (એટલે તેઓ આ દિવસોમાં ઈબાદાત વગૈરહનો ઘણો વધારે એહતેમામ ફરમાવતા હતા). (આ ત્રણ દસ દિવસો) રમઝાનુલ મુબારકનાં છેલ્લા દસ દિવસ, ઝિલ હિજ્જહ મહીનાનાં પેહલા દસ દિવસ અને મુહર્રમ મહીનાનાં પેહલા દસ દિવસ છે.” (લતાઈફુલ મઆરિફ, પેજ નં-૩૫)

મુહર્રમ મહીનાની સુન્નતેં અને આદાબ

(૧) મહર્રમ મહીનાની શરૂઆતમાં મસ્નૂન દુઆ સીખો અને તેને પઢો.

હદીષ શરીફમાં આવ્યુ છે કે સહાબએ કિરામ (રદિ.) નિમ્નલિખિત દુઆ સીખતા હતા અને તેને નવા ઈસ્લામી વર્ષનાં શરૂઆતમાં (મુહર્રમની શરૂઆતમાં) અથવા ઈસ્લામી મહીનાની શરૂઆતમાં પઢતા હતાઃ

اَللّٰهُمَّ أَدْخِلْهُ عَلَيْنَا بِالْأَمْنِ وَالْإِيمَانِ وَالسَّلَامَةِ وَالْإِسْلَامِ وَرِضْوَانٍ مِّنَ الرَّحْمٰنِ وَجِوَارٍ مِّنَ الشَّيْطَان

હે અલ્લાહ ! તેને (આ નવા વર્ષ અથવા નવા મહીનાને) અમારા ઊપર અમન તથા ઈમાન, સલામતી અને ઈસ્લામ, અલ્લાહ તઆલાની રઝામંદી અને શૈતાનથી હિઝાફતની સાથે દાખલ કરો. (અલ મુઅજમુલ અવસત, ૬૨૪૧)

(૨) મુહર્રમનાં મહીનામાં વધારે પ્રમાણમાં નેક આમાલ કરો, એટલા માટે કે મુહર્રમનો મહીનો ચાર મુકદ્દસ મહીનાવોમાંથી એક મહીનો છે અને તે ચાર મુકદ્દસ મહીનાવોમાં જે ને આમાલ કરવામાં આવે છે તેનો ષવાબ વધારી દેવામાં આવે છે.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) નો ઈરશાદ છે કે અલ્લાહ તઆલાએ (વર્ષનાં બીજા બઘા મહીનાવોમાંથી) ચાર મહીનાવોને (હુરમત અને ફઝીલતથી) મખસૂસ બનાવ્યા છે અલ્લાહ તઆલાએ તેને મુકદ્દસ બનાવ્યા છે અને તેની બરકતમાં વધારો ફરમાવ્યો છે (એટલે તેને ખુસૂસી શરફ તથા મહાનતા અતા ફરમાવી છે) અને તે ચાર મહીનાવોમાં ગુનાહ કરવાને વધારે સખત બનાવ્યુ છે અને તે ચાર મહીનાવોમાં નેક કામોનાં ષવાબને વધાર્યો છે. (લતાઈફુલ મઆરિફ, પેજ નં-૨૨૨)

(૩) અશહુરે હુરૂમ (ચાર મુકદ્દસ મહીનાવો) માં ગુનાહોથી બચે, કારણકે આ ચાર મુકદ્દસ મહીનાવોમાં ગુનાહોની તિવ્રતા વધારી દેવામાં આવે છે, જેવી રીતે નેક આમાલનો ષવાબ વધારી દેવામાં આવે છે.

આ સિલસિલામાં અલ્લાહ તઆલાનો ફરમાન છેઃ

فَلَا تَظۡلِمُوۡا فِیۡهِنَّ اَنۡفُسَکُمۡ

તુ તેમાં (આ ચાર મુકદ્દસ મહીનાવોમાં) પોતાનાં પર (ગુનાહ કરીને) ઝુલમ ન કરો.

હઝરત કતાદા (રહ.) આ આયતે કરીમાની તફસીરમાં ફરમાવે છે કે

બેશક અશહુરે હુરૂમ (ચાર મુકદ્દસ મહીનાવો) માં બુરાઈ કરવુ બીજા મહીનાવોની બનિસ્બત વધારે સખત છે અને વધારે ગુનાહનું કારણ છે. જોકે ગુનાહ દરેક સમયમાં ઘણી ખરાબ વસ્તુ છે, પણ અલ્લાહ તઆલા જે વસ્તુને ચાહે છે તેની મહાનતા અને શરફમાં વધારો કરે છે. (તફસીર ઈબ્ને કષીર, ૪/૧૪૮)

(૪) આ મુબારક મહીનામાં કોઈને તકલીફ ન પહોંચાવો અને કોઈથી લડાઈ ઝઘડો ન કરો, કારણકે આ ખરાબ આમાલનાં કારણેથી ઈન્સાન આ મહીનાની ખૈરો બરકતથી મહરૂમ થઈ જાય છે.

(૫) મુહર્રમ મહીનામાં રોઝા રાખવાની કોશિશ કરો, કારણકે આ મહીનામાં દરેક રોઝાનો ષવાબ એક મહીનાનાં નફલ રોઝાનાં ષવાબનાં બરાબર છે.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ અરફાનાં દિવસે (નવમી ઝિલ હિજ્જહ)નો રોઝો રાખે, તેનાં બે વર્ષનાં ગુનાહ માફ થઈ જશે અને જે માણસ મુહર્રમ મહીનામાં રોઝો રાખે, તો તેને દરેક રોઝાનાં બદલે મુકમ્મલ ત્રીસ દિવસ (એક પૂરા મહીના) નફલ રોઝો રાખવાનો ષવાબ મળશે. (અલ મજમઉસ સગીર, ૯૬૩)

(૬) દસમી મુહર્રમ આશૂરાનો દિવસ છે. આ દિવસે રોઝો રાખવુ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની અત્યંત અહમ સુન્નત છે. આશૂરાનાં રોઝાનો ષવાબ આ છે કે તેની બરકતથી પાછલા વર્ષનાં નાના ગુનાહો બખશી દેવામાં આવે છે.

હઝરત અબુ કતાદા (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી આશૂરાનાં રોઝાનાં વિશે સવાલ કરવામાં આવ્યો, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે આશૂરાનો રોઝો પાછલા વર્ષનાં ગુનાહોને ભૂંસી નાંખે છે. (સહીહ મુસ્લિમ, ૧૧૬૨)

(૭) દસમી મુહર્રમથી એક દિવસ પેહલા અથવા દસમી મુહર્રમનાં એક દિવસ બાદ (નવમી અને દસમી મુહર્રમ અને અગ્યારમી મુહર્રમનાં) રોઝો રાખો અને યહૂદીયોની વિરુદ્ઘ કરો.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “આશૂરાનાં દિવસે રોઝો રાખો અને યહુદિયોની મુખાલફત(વિરોધ) કરો (એટલા માટે કે યહુદી પણ તે દિવસે રોઝો રાખે છે, તેથી તેઓનાં વિરોધ માં કરો) અને આશૂરાથી પેહલા યા આશૂરાનાં પછી એક વધારે દિવસે રોઝો રાખો (નવ મુહર્રમ અને દસ મુહર્રમનાં અથવા દસ મુહર્રમ અને અગિયાર મુહર્રમનાં રોઝો રોખો.)” (અસ સુનનુલ કુબરા, ૮૪૦૬)

(૮) આશૂરાનો રોઝો ઘણાં બઘા ફઝાઈલ અને બરકતો થી ભરેલો છે. આશૂરાનાં રોઝાનાં ફઝાઈલની સાથે આશુરાથી આપણને એક અત્યંત જરૂરી સબક મળે છે. અને તે એ છે કે આપણે ઝિંદગીનાં દરેક વિભાગમાં ઈસ્લામી તોર વ તરીકા પર મજબૂતીથી કાઈમ રેહવુ જોઈએ અને કાફીરોં, યહૂદીયોં અને નસરાનીયોં (ઈસાઈ) ની મુશાબહતથી સંપૂર્ણ પણે ઈજતિનાબ કરવુ(બચવુ) જોઈએ. તેથી નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને યહૂદીઓની મુખાલફત(વિરોધ) કરવા માટે અને તેઓની મુશાબહત(નકલ) થી બચાવવા માટે બે દિવસ(નવ, દસ યા દસ, અગિયાર મુહર્રમ) નાં રોઝા રાખવાનો હુકમ આપ્યો.

રોઝો એક ઈબાદત છે, પણ તોપણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને યહૂદની મુશાબહત (નકલ) નાં બિના પર એક દિવસ રોઝો રાખવાનો ઈનકાર કર્યો. એનાથી આપણને સારી રીતે અંદાજો લગાવી શકીએ કે આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ને કેટલુ નાગવાર(ખરાબ લાગતુ) હશે કે એમની ઉમ્મત કપડાં પહેરવા, ઓઢવા, ખાવા, પીવા અને ઝિંદગીના બીજા કામોમાં કાફીરોની નકલ અને મુશાબહત ઈખ્તિયાર(પસંદ) કરે અને એમનાં ઝિંદગી જીવવાના તરીકાઓને અપનાવે.

(૯) આશૂરાનાં દિવસે પોતાનાં પરિવાર વાળાઓને ખવડાવવા પિવડાવવામાં અને તેમનાં પર ખર્ચ કરવામાં વુસ્અત કરો (વધારો કરો). આશૂરાનાં દિવસે પોતાનાં પરિવાર વાળાઓ પર ખર્ચ કરવાની ફઝીલત આ છે કે અલ્લાહ તઆલા આખુ વર્ષ તમારા રિઝકમાં વુસ્અત અને બરકત ફરમાવશે.

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ આશૂરાનાં દિવસે પોતાના ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરશે, અલ્લલ્લાહ તઆલા તેને આખા વરસ રોઝીમાં ખૂબ બરકત અતા ફરમાવશે.” (શોઅબુલ ઈમાન, ૩૫૧૫)

(૧૦) આશૂરાનાં દિવસે બિદઆતો ખુરાફાતથી બચો. જેવી રીતે હઝરત હુસૈન (રદિ.)ની શહાદત પર નૌહા કરવુ (રડવુ) જેવી રીતે કે અહલે તશય્યુઅ (શિયાવો) અને રવાફિઝ લોકો કરે છે.

એ વાત માં કોઈ શક નથી કે હઝરત હુસૈન (રદિ.) ની શહાદત ઈસ્લામની તારીખની ભયાનક ઘટના અને દર્દનાક ઘટના છે. પણ આ વાત સમજવી જોઈએ કે આશૂરાનાં ફઝાઈલો બરકાત નું હઝરત હુસૈન (રદિ.) ની શહાદત ની સાથે કોઈ સંબંઘ નથી. આશૂરાનાં દિવસને બઘી ફઝીલતો તે વખત થી મળેલ છે, જ્યારે કે હઝરતે હુસૈન (રદિ.) પેદા (જન્મ) પણ ન થયા હતા.

વાતનો ખુલાસો એ છે કે હઝરતે હુસૈન (રદિ.) ની શહાદત પર ગિરયાવો ઝારી(રડવુ કગરવુ), સીનો પીટવું અને માતમ (સોગ મનાવવું) જે શિઆ લોકો કરે છે એ બઘુ માત્ર ખૂરાફાત છે. અને ઈસ્લામ માં આ વસ્તુઓની કોઈ બુન્યાદ નથી.

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …