ઈમામનાં ગુણો (૧)

સવાલ– ઈમામ બનવા માટે (એટલે લોકોની ઈમામત કરવા માટે) માણસમાં કેવા ગુણો હોવા જોઈએ?

જવાબ- ઈમામત માટે એવા માણસને પસંદ કરવો જોઈએ, જે તહારત અને નમાઝનાં મસાઈલ અને નમાઝનાં ટાઈમોનો જાણકાર હોય. ઈમામનું આલિમ હોવુ જરૂરી નથી, અલબત્તા જો ઈમામ આલિમ હોય, તો આ બેહતર છે.

એવજ રીતે ઈમામ મુત્તકી અને પરહેઝગાર માણસ હોય, ગલત સલત કામોમાં ભેરવાયેલો ન હોય અને કુર્આનને તજવીદની સાથે પઢવાનું જાણતો હોય.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

ઇસ્તિબરા શું છે?

સવાલ: ઇસ્તિબરા શું છે અને શું ઇસ્લામમાં તેની ઇજાઝત છે? જવાબ: ઇસ્તિબરા એટલે કઝાએ-હાજત પછી …