હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૮

એહરામ બાંઘવાથી પેહલા બે રકઅત નફલ નમાઝ અદા કરવુ

જ્યારે તમો એહરામની ચાદર પેહરી લો તો એહરામની નિય્યત બાંઘવાથી પેહલા બે રકાત નફલ નમાઝ અદા કરો, પણ આ ધ્યાન રહે કે તે મકરૂહ વખત ન હોય. બેહતર આ છે કે પેહલી રકઅતમાં સુરએ કાફિરૂન અને બીજી રકઅતમાં સુરએ ઈખલાસ પઢો.

જ્યારે તમો બે રકઅત નમાઝ અદા કરો, તો આ વાત ધ્યાનમાં રાખો કે હમણાં તમો હજી સુઘી એહરામમાં દાખલ નથી થયા (કારણકે હજી સુઘી તમે એહામની નિય્યત નથી કરી) તેથી તમો પોતાનું માથુ અને બન્નેવ બાઝુવોને ઢાંકીને નમાઝ પઢો.

નમાઝની તકમીલ બાદ તમે પોતાની ટોપી ઉતારી લો અને માથાને ખુલ્લુ રાખો પછી ઉમરહનાં એહરામની નિય્યત કરો.

તમે ઉમરહનાં એહરામની નિય્યત એવી રીતે કરોઃ

اَللّٰهُمَّ إَنِّيْ أُرِيْدُ الْعُمْرَةَ فَيَسِّرْهَا لِيْ وَتَقَبَّلْهَا مِنِّيْ

હે અલ્લાહ ! હું ઉમરહ કરવા ચાહતો છું. તેને મારા માટે આસાન ફરમાવી દેજો અને તેને મારી તરફથી કબૂલ ફરમાવી લેજો.

ઉમરહની નિય્યત કરવા બાદ તમો તલબિયહ પઢો. તલબિયહ પઢવા બાદ તમો મુહરિમ બની જશો (એટલે તમો એહરામમાં દાખલ થઈ જશો). જો કોઈ માણસ ઉમરહની નિય્યત કરે, પણ તે તલબિયહ ન પઢે, તો તે એહરામમાં દાખલ નહી થશે.

તલબિયહ એક વખત પઢવુ જાઈઝ છે. પણ અફઝલ આ છે કે તલબિયહ ત્રણ વખત પઢવામાં આવે. મુહરિમ (એહરામ વાળો વ્યક્તિ) બનવા બાદ સૌથી અફઝલ ઈબાદત તલબિયહ પઢવુ છે. તેથી મુહરિમને જોઈએ કે જેટલુ વધારે થઈ શકે, તલબિયહ પઢે.

તલબિયહનાં શબ્દો નીચે પ્રમાણે છેઃ

لَبَّيْكَ اَللّٰهُمَّ لَبَّيْكَ لَبَّيْكَ لَا شَرِيْكَ لَكَ لَبَّيْكَ إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ لَا شَرِيْكَ لَكَ

હું હાજર છું હે અલ્લાહ હું હાજર છું. હું હાજર છું તમારો કોઈ શરીક નથી. (હે અલ્લાહ) હું હાજર છું. બેશક બઘી તારીફો અને બઘી નેઅમતોં તમારા માટે જ છે અને બાદશાહત પણ તમારા માટેજ છે. આપનો કોઈ શરીક નથી.

મર્દોનાં માટે તલબિયહ અવાજથી પઢવુ અને ઔરતોનાં માટે ઘીરેથી પઢવુ મસ્નૂન છે. ઔરતોનાં માટે અવાજથી તલબિયહ પઢવુ જાઈઝ નથી.

નોટઃ- ઈન્સાનને જોઈએ કે એહરામમાં દાખિલ થતી વખતથી લઈને દસમી ઝિલહિજ્જાનાં રમી જમરહ સુઘી તલબિયહ પઢે. જ્યારે દસમી ઝિલહિજ્જાનો રમી જમરહ શરૂ થાય છે, તો તલબિયહ પઢવાનું બંદ થાય છે. ત્યાર બાદ હજ્જનાં અંત સુઘી તલબિયહ નહી પઢવામાં આવશે.


Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …