મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ
(૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા.
(૨) હરમમાં રોકાવા દરમિયાન લોકોને તકલીફ ન આપો અને હરામ વસ્તુઓ અને ગુનાહોથી પોતાનું દિલ અને આંખોની હિફાઝત કરો, કારણકે જે પણ રૂહાનિયત તમે હાસિલ કરશો, તે ગુનાહોનાં કરવા અને બદનજરીનાં કારણથી ખતમ થઈ જશે.
(૩) બઘી નમાઝો મસ્જીદે હરામમાં જમાઅતની સાથે અદા કરો અને જેટલુ વધારે થઈ શકે તવાફ કરો, કારણકે આ ઈબાદત તમે બીજી કોઈ જગ્યાએ અદા નહી કરી શકો છો.
(૪) પોતાનાં અઝીઝો, રિશ્તેદારો અને મરહૂમિનીન વગૈરહની તરફથી તવાફ કરો.
(૫) મક્કા મુકર્રમહમાં ઓછામાં ઓછુ કુર્આને પાકનો એક ખતમ કરો. એક કુર્આને પાક મુકમ્મલ કરવાથી તમને એક લાખ વખત કુર્આને પાક મુકમ્મલ કરવાનો ષવાબ મળશે.
(૬) જે લોકોએ તમારા પર એહસાન કર્યો અથવા તમારી મદદ કરી તેઓને યાદ કરે અને તેઓનાં માટે દુઆ કરો.
(૭) જન્નતુલ મુઅલ્લા (મક્કા મુકર્રમહનું કબ્રસ્તાન) ની ઝિયારત કરવાની કોશિશ કરો અને ત્યાંનાં મર્હૂમિનનાં માટે દુઆ કરો અને તેઓનાં માટે ઈસાલે સવાબ કરો.
(૮) જેટલુ વધારે થઈ શકે ઝમઝમનું પાણી પીવો અને ઝમઝમનું પાણી પીતા સમયે ખૂબ દુઆ કરો, કારણકે હદીષ શરીફમાં વારિદ છે કે ઝમઝમનું પાણી પીતા સમયે જે દુઆ કરવામાં આવે છે તે કબૂલ થાય છે. [૧]
[૧] حدثنا هشام بن عمار قال حدثنا الوليد بن مسلم قال قال عبد الله بن المؤمل أنه سمع أبا الزبير يقول سمعت جابر بن عبد الله يقول سمعت رسول الله صلى الله عليه وسلم يقول ماء زمزم لما شرب له (سنن ابن ماجه، الرقم: ۳٠٦۲، وسنده جيد كما في كشف الخفاء ۲/۲٠۷)