હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪

હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો

(૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસનો હજ્જ કરવાનો ઈરાદો હોય, તો તેને જોઈએ કે તેમાં જલદી કરે.”

(૨) જ્યારે કોઈ ઈન્સાન હજ્જ માટે નિકળે, તો તેની અસલ નિય્યત આ હોવી જોઈએ કે તે અલ્લાહ તઆલાની રિઝા અને ખુશનૂદી હાસિલ કરવા માટે હજ્જ કરી રહ્યો છે, એવીજ રીતે તેની નિય્યત આ હોવી જોઈએ કે તે હજ્જ કરી રહ્યો છે, જેથી કે તે અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત અને કુર્બ હાસિલ કરે અને સાથે સાથે આ પણ નિય્યત કરે કે તે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારકની ઝિયારત કરવા માટે નિકળી રહ્યો છે.

(૩) જ્યારે કોઈ માણસ પર હજ્જ ફર્ઝ થઈ જાય, તો તેણે ઈસ્તિખારો કરવાની જરૂરત નથી, તેથી તે ઈસ્તિખારો ન કરે કે તે હજ્જનાં માટે જાય અથવા ન જાય. અલબત્તા તે આ ઈસ્તિખારો કરી શકે છે કે તે કયા દિવસે સફર કરે અને કયા રસ્તેથી સફર કરે.

(૪) હલાલ અને પાકીઝા માલથી હજ્જ કરવાનો એહતેમામ કરે. હરામ માલથી કદાપી હજ્જ ન કરે, કારણકે જે હજ્જ હરામ માલથી કરવામાં આવે, તે મકબૂલ નહી થશે.

(૫) હજ્જનાં માટે રવાનાં થવાથી પેહલા બઘા ગુનાહોથી સાચી પાકી તૌબા કરે, જો તમોએ કોઈકનો હક દબાવ્યો હોય અથવા તમારા શીરે કોઈકનો કર્ઝો હોય, તો હજ્જ માટે જવાથી પેહલા હકદારને તેનો હક લોટાવી દો અને કર્ઝને અદા કરે. એવીજ રીતે જો તમોએ કોઈકની સાથે કોઈ પણ રીતે બદ સુલૂકી કરી છે અને ખરાબ મામલો કર્યો છે, તો તેનાંથી માફી માંગી લો.

(૬) પોતાનાં પરિવાર (બીવી, બાળકો વગૈરહ)નાં માટે પોતાની હાજરીમાં તેઓનાં બઘા કાર્યોનો સહીહ ઈન્તેજામ કરે કે તમારી વાપસી સુઘી તેઓની દેખ ભાલ કરવામાં આવે.

(૭) રવાનગીથી પેહલા બે રકઅત નફલ નમાઝ અદા કરો. બેહતર આ છે કે ઘરમાં અદા કરો અને ઘરથી નજીક મસ્જીદમાં પણ અદા કરો.

(૮) રવાનગીથી પેહલા અને રવાનગી બાદ અમુક સદકો આપી દો, કારણકે સદકા મુસીબતોં અને પરેશાનિયોંથી બચાવે છે.

(૯) રવાનગીનાં સમયે સફર માટે રવાના થવાની મસ્નૂન દુઆ પઢો, ઘરથી નિકળવાની મસ્નૂન દુઆ પઢો અને સફરની મસ્નૂન દુઆ પણ પઢી લો.

(૧૦) રવાનગીથી પેહલા પોતાનાં રિશ્તેદારો અને દોસ્ત અહબાબથી મુલાકાત કરી લો, અને તેમનાંથી પોતાનાં માટે દુઆની દરખ્વાસ્ત કરો.

(૧૧) પૂરા સફરમાં નેક લોકોની સંગાથમાં રહો, કારણકે આ લોકો સફરમાં આપનો તઆવુન (મદદ) કરશે અને આપને સફરનો મકસદ યાદ દેવડાવશે. જો તમો કોઈ કાફલાની સાથે સફર કરી રહ્યા હોય, તો કાફલામાંથી કોઈ નેક અને સાહિબે ઈલ્મ માણસને અમીર પસંદ કરી લો.

(૧૨) પૂરા સફરમાં લોકોની સાથે સારા વ્યવ્હારની સાથે પેશ આવો. તેઓની ભૂલોને નજર અંદાજ કરો અને લડાઈ ઝઘડો ન કરો. હંમેશા આ વાત ઘ્યાનમાં રાખો કે તમો મુબારક સર જમીનની તરફ સફર કરી રહ્યા છો અને તમોને અલ્લાહ તઆલાનાં મેહમાન બનવાનો શરફ હાસિલ થવાનો છે.

(૧૩) સફરનાં દૌરાન અથવા જ્યારે તમો મક્કા મુકર્રમા અને મદીના મુનવ્વરહનાં દરમિયાન સફર કરી રહ્યા હોય,  તો જ્યારે પણ તમો ઊંચી જગ્યા અથવા ટીલા પર ચઢો, તો ત્રણ વખત “અલ્લાહુ અકબર” કહો અને જ્યારે તમો ઊંચી જગ્યા અથવા ટીલાથી નીચે ઉતરો તો ત્રણ વખત “સુબ્હાનલ્લાહ” કહો.

(૧૪) પૂરા સફરનાં ખર્ચાઓનાં માટે ખાસી સંખ્યામાં પૈસા રાખી લો અને જો અલ્લાહ તઆલાએ તમોને વુસઅત આપી છે, તો વધારે પૈસા રાખી લો, જેથી કે બીજાવો પર ખર્ચો કરી શકો.

(૧૫) હજ્જનાં સફરમાં ઉદારતા અને ખુલ્લાહ દિલથી ખર્ચ કરો. બુખલ અને કંજૂસીથી ખર્ચ ન કરો. દરેક રૂપિયા જે ઈન્સાન હજ્જનાં સફરમાં ખર્ચ કરે છે, તેને તેનાં બદલે સાત સો રૂપિયા ખર્ચ કરવાનો ષવાબ મળે છે. પણ વ્યર્થથી (ફુઝૂલ ખર્ચી) બચો. અલબત્તા આ વાત ઘ્યાનમાં રાખો કે જો કોઈ માણસ મક્કા મુકર્રમા અને મદીના મુનવ્વરહમાં ખાવા વગૈરહ ખરીદવામાં પોતાની આદતથી વધારે ખર્ચ કરે છે અને તેની નિય્યત આ છે કે મક્કા મુકર્રમા અને મદીના મુુનવ્વરહનાં રેહવાસિઓની મદદ કરે, તો તેનો આ અમલ અજરો ષવાબનો બાઈસ થશે અને તેને વ્યર્થ (ફુઝૂલ ખર્ચી) અને ઈસરાફ (પૈસાનો બગાડ) નહી કેહવામાં આવશે.

(૧૬) સફરનાં દરમિયાન દરેક પ્રકારનાં ગુનાહથી બચો અને દુઆ કરો કે અલ્લાહ તઆલા આપને આખી જીંદગી બઘા ગુનાહોથી બચવાની તૌફીક અતા ફરમાવે.

(૧૭) સફરનાં દરમિયાન યકીનન થોડી પરેશાનિયોંનો સામનો થશે, જ્યારે પરેશાનિયોનો સામનો થાય, તો તે સમયે સબર કરો અને કદાપી કોઈ પણ પ્રકારની બે સબરી (અઘિરાઈ) અને નાશુકરી (અસંતોશ) વ્યક્ત ન કરો.

(૧૮) આ વાતનો એહતેમામ કરો કે સફરમાં કોઈ ફર્ઝ નમાઝ છૂટી ન જાય અને ન તો કોઈપણ પ્રકારનાં ગુનાહ કરો.

(૧૯) પૂરા સફરને ભરપૂર ઉત્તેજનાથી, શૌક તથા લગન અને આશિકાના જઝબાથી ગુજારે. પોતાને ખુશનસીબ સમજે કે અલ્લાહ તઆલાએ લાખો લોકોમાંથી તમને પસંદ કર્યા છે અને પોતાનાં દરબારમાં બોલાવ્યા છે.

(૨૦) હંમેશા અલ્લાહ તઆલાથી દુઆ કરતા રહો કે અલ્લાહ તઆલા તમાાર બઘા નેક આમાલને શર્ફે કબૂલિયત (માનનિય સ્વિકાર) બખશે.

(૨૧) દરેક તે માણસ જેને હજ્જ કરવાનો ઈરાદો હોય આ વાત તેનાં નાં જીમ્મે લાઝિમ છે કે તે હજ્જ અદા કરવાથી પેહલા હજ્જનાં મસ્નૂન તરાકાવો, અહકામ અને મસાઈલ સીખે.


Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …