શવ્વાલનાં રોઝાની ફઝીલત

સવાલ– શવ્વાલનાં છ રોઝાની ફઝીલત વાળી હદીષની શું ફઝીલત છે? શું આ હદીષ અમલનાં કાબિલ છે યા નહી? તથા હદીષનાં શબ્દો શું છે. મહેરબાની કરીને બતાવી દો.

જવાબ- આ હદીષ મુસ્લિમ શરીફ, તિર્મિઝી શરીફ અને અબુ દાવુદ શરીફમાં છે. તેથી આ હદીષ અમલનાં કાબિલ છે.

હદીષનાં શબ્દો આ છેઃ

عن أبي أيوب الأنصاري أن رسول الله صلى الله عليه وسلم قال : من صام رمضان ثم أتبعه ستا من شوال ‏كان كصيام الدهر. (مسلم رقم ۱۱٦٤)

હઝરત અબુ અય્યુબ અંસારી(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જેણે રમઝાનનાં રોઝા રાખ્યા પછી શવ્વાલનાં છ(૬)(નફલી) રોઝા રાખ્યા, તો તેને પૂરા વર્ષ રોઝા રાખવાનો ષવાબ મળશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?