એઅતેકાફની હાલતમાં તિજારત કરવુ

સવાલ– શું સુન્નત એતેકાફ કરવા વાળા માટે મસ્જીદનાં અંદર કારોબારની લેવડદેવડ કરવુ જાઈઝ છે?

જવાબ-મોઅતકિફનાં માટે કારોબારનો સામાન મસ્જીદનાં અંદર લાવવુ અને ખરીદ તથા વેચાણ કરવુ મકરૂહે તહરીમી (નાજાઈઝ) છે. અલબત્તા જો કારોબારી સામાન મસ્જીદનાં અંદર લાવવામાં ન આવે, બલકે મસ્જીદનાં અંદર માત્ર કારોબારીનો મામલો કરવામાં આવે, તો આ જાઈઝ છે. પરંતુ તે મકરૂહે તનઝીહી છે. હાં, જો ખાવા પીવાનો જરૂરી સામાન ખરીદવામાં આવે, તો આ વગર કરાહતે દુરૂસ્ત છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?