સવાલ– શું મોઅતકિફ જુમ્આનાં દિવસે સુન્નત ગુસલનાં માટે મસ્જીદથી નિકળી શકે છે? જો સુન્નત ગુસલનાં માટે તે મસ્જીદથી નિકળી જાય, તો શું તેનો એઅતેકાફ ટૂટી જશે?
જવાબ- સુન્નત ગુસલનાં માટે મસ્જીદથી નિકળવુ જાઈઝ નથી. જો મોતકિફ સુન્નત ગુસલનાં માટે મસ્જીદથી નીકળી જાય, તો તેનો સુન્નત એઅતેકાફ ટૂટી જશે. અલબત્તા જો મોઅતકિફ કઝાયે હાજતનાં માટે મસ્જીદથી નિકળી જાય અને તેજ જગ્યામાં જલદીથી ગુસલ કરીને મસ્જીદમાં દાખલ થઈ જાય, તો આ જાઈઝ છે અને તેનો સુન્નત એઅતેકાફ નહી ટૂટશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: