મોતનાં સમયે કલમએ શહાદત ની તલકીન

જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે તે સમય ઘણો મુશ્કીલ અને દર્દદાયક છે. ખબર નહી એનાં મોઢામાંથી શું નીકળી જાય. નજીક બેસેલા લોકો એવી રીતે કલમો પઠવાનું પ્રોત્સાહન આપે કે તેઓ પોતે એવા અવાજે કલમો પઠે કે તેઓનો અવાજ સાંભળી મરવાવાળો પણ કલમો પઠવા લાગે.[૫]

આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, જ્યારે મરવાવાળો એક વખત કલમો પઢી લે, તો એ કાફી છે. એ કોશિશ ન કરવી જોઈએ કે તે સતત કલમો પઢતો રહે. જ્યાં સુઘી કે એની રૂહ પરવાઝ કરી જાય. કારણકે હેતુ માત્ર એટલો છે કે મય્યીત ની ઝુબાનથી છેલ્લી વાત જે  નીકળે, તે કલમએ શહાદત યા અલ્લાહતઆલાનો કોઈ પણ ઝિક્ર હોય. (સુબ્હાનલ્લાહ, વલહમદુલિલ્લાહ વગૈરહ), જો કે અગર તે કરીબુલ મર્ગ(મરવાવાળો) એક વખત કલમો પઢી લીઘા પછી કોઈ દુન્યવી વાતચીત કરે, તો નજીક બેસેલા લાકો ફરીથી કલમાની તલકીન કરે અને અવાજથી કલમો પઢે, જેથી તે (મરવાવાળો) ફરીથી કલમો પઢી લે અને તે દુન્યાથી એ હાલતમાં જાય કે તેનો અંતિમ કલમો “કલમએ શહાદત ”હોય.[૬]

મોતના સમયે અજાણતાનાં કારણે કુફ્રીઆ વાતો મોંઢાથી નિકળવી

મોતનાં સમયે અગર કોઈ કુફ્રીઆ વાત મય્યિતનાં મોંઢેથી નિકળે, તો એનાં તરફ ઘ્યાન ન આપવું જોઈએ. એ વાતને પ્રચલિત ન કરવી (ફેલાવવી ન) જોઈએ. બલકે એ સમજવું જોઈએ કે મૌતની સખ્તીનાં કારણે એમની સુદ્ધબુદ્ધ (અકલ) ચાલી ગઈ અને દિમાગનું સંતુલન બરાબર નહી રહ્યુ, જેના કારણે આવી વાતો એમનાં મોંઢેથી નિકળી ગઈ. અને આ વાત સારી રીતે ઘ્યાન માં રહે કે અગર કોઈનું દિમાગી સંતુલન ખતમ થઈ જાય જેના કારણેથી એનાં મોંઢેથી કુફ્રીયા વાત નિકળી જાય તો તે માફ છે. આપણે તેના માંટે સતત મગફિરત અને નજાત (છૂટકારા)ની દુઆ કરવી જોઈએ.[૭]

Source: http://ihyaauddeen.co.za/?p=1374


[૫] ولقن الشهادتين وصورة التلقين أن يقال عنده في حالة النزع قبل الغرغرة جهرا وهو يسمع أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا رسول الله ولا يقال له قل ولا يلح عليه في قولها مخافة أن يضجر (الفتاوى الهندية ١/١٥٧)

[૬] فإذا قالها مرة لا يعيدها عليه الملقن إلا أن يتكلم بكلام غيرها كذا في الجوهرة النيرة وهذا التلقين مستحب بالإجماع (الفتاوى الهندية ١/١٥٧)

[૭] وقالوا: إنه إذا ظهر منه ما يوجب الكفر لا يحكم بكفره حملا على أنه زال عقله واختار بعضهم زوال عقله عند موته لهذا الخوف (حاشية الطحطاوي على مراقي الفلاح ص٥٥٩)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …