હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) અને તેમની ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ
હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) મહાન આાલીમે દીન, મુહદ્દીષે જલીલ, ઘણાં મોટા ફકીહ અને પોતાનાં જમાનાનાં કામિલ વલી હતા. તેમનો વંશ (નસબ) મશહૂર સહાબી હઝરત અબુ અય્યુબ અન્સારી (રદિ.) સુઘી પહોંચતો હતો. આ તેજ સહાબી છે જેમનાં ઘરમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મદીના મુનવ્વરાની હિજરતનાં મૌકા પર કયામ ફરમાવ્યુ હતુ.
હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) અલ્લાહ તઆલાએ ઘણી બઘી વિશેષતાઓ અને ખૂબિયો અતા કરી હતી. તેમની એક દેખિતી ખૂબી આ હતી કે તેમનાં દિલમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં ની બેપનાહ મોહબ્બત હતી. ઈત્તેબાએ સુન્નતની મહત્તવતા અને વલવલાનો આ હાલ હતો કે તેવણ એક એક સુન્નત પર અમલ કરવાનો એહતેમામ કરતા હતા. નીચે ત્રણ વાકિયા નકલ કરવામાં આવી રહ્યા છે, જેનાંથી અંદાજો થઈ શકે છે કે ઈત્તેબાએ સુન્નતનો મકામ એમને ત્યાં કેવો હતો.
પેહલો વાકિયો
૧૩૦૧ હિજરીમાં દારૂલ ઊલૂમ દેવબંદનો ચોથો તારીખી દસ્તારબંદીનો જલસો થયો હતો જેમાં કુતુબુલ ઈરશાદ હઝરત ગંગોહી (રહ.)નાંજ મુબારક હાથથી દસ્તારબંદી થઈ.
આ મૌકા પર એક દિવસે કદાચ અસરની નમાઝનાં માટે આપ (રહ.) તશરીફ લઈ ગયા તો તકબીરે થઈ ચૂકી હતી.
તેથી સલામ ફેરવ્યા બાદ આપને જોવામાં આવ્યા કે ઘણી પરેશાની ની હાલતમાં છે અને આપ (રહ.) ફરમાવી રહ્યા છે કે અફસોસ ! બાવીસ વર્ષ બાદ આજે તકબીરે ઊલા છૂટી ગઈ.
આ વાકિયાથી આપણને ખબર પડે છે કે હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) મસ્જીદમાં નમાઝ બાજમાઅત અને તકબીરે ઊલાની સાથે નમાઝ અદા કરવાની કેટલી મહત્તવતા આપી છે.
બીજો વાકિયો
હઝરત (રહ.) ને ત્યાં એક એક સુન્નતની ઘણીજ વધારે મહત્તવતા હતી, એટલા માટે કે એક વખત લોકોએ કહ્યુ કે મસ્જીદથી ડાબા પગથી નિકળવુ અને જોડા-ચંપલ સીઘા (જમણાં) પગમાં પેહલા પેહરવુ સુન્નત છે. તો જોઈએ કે હઝરત (રહ.) આ બન્નેવ સુન્નતોંને કેવી રીતે જમા ફરમાવે છે.
તો બઘાએ મલીને તેનું ખૂબ ધ્યાન રાખ્યુ કે હઝરત (રહ.) આમાં શું અમલ કરે છે.
તો જ્યારે હઝરત (રહ.) મસ્જીદથી નિકળવા લાગ્યા તો આપે પેહલા ડાબો પગ કાઢીને ખડાઉ (ચાખડી) પર રાખ્યો. અને જ્યારે સીઘો (જમણો) પગ કાઢ્યો તો ખડાઉ (ચાખડી) અંગૂઠામાં નાંખી લીઘી. ત્યાર બાદ ડાબા પગને ખડાઉ (ચાખડી)નાં અંદર નાંખ્યો. સુબ્હાનલ્લાહ ! કેટલા એહતેમામની સાથે હઝરત (રહ.) બન્નેવ સુન્નતોંને ભેગી ફરમાવી દીઘી.
ત્રીજો વાકિયો
એક વખત મસ્જીદનાં સહનમાં તલબાને દર્સ આપી રહ્યા હતા કે વરસાદ પડવા લાગ્યો. તલબા કિતાબો અને ટિપાઈઓ લઈને અંદર ભાગ્યા. હઝરત મૌલાના (રહ.) પોતાની ચાદર બિછાવી અને બઘા તાલિબે ઈલ્મોનાં જોડા-ચંપલ ઉઠાવીને તેમાં નાંખીને તેમનાં પછાળી પછાળી ચાલવા લાગ્યા.
તલબાઓ એ જ્યારે આ સૂરત જોઈ તો તેઓ પરેશાન થઈ ગયા અને અમુક તલબા તો રડી પડ્યા કે હઝરત આ શું? ફરમાવ્યુ કે હદીષમાં આવે છે કે તલબાનાં માટે કિડીઓ પોતાનાં બિલોમાં અને માછલીઓ પાણીમાં દુઆ કરે છે. અને ફરિશ્તાઓ તેમનાં પગનાં નીચે પોતાનાં પર (પાંખો) બિછાવે છે. એવા લોકોની ખિદમત કરીને મેં સઆદત હાસિલ કરી છે. તમે લોકો મને આ સઆદતથી મહરૂમ કેમ કરો છો?
સહાબએ કિરામ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોંનાં મુજસ્સમ નમૂના હતા, પણ તેમનો જમાનો અમારા જમાનાંથી ઘણો દૂર છે. જ્યારે અમે અમારાં અકાબિરનાં જીવનનો મુતાલો (વાંચન) કરીએ છીએ, તો અમને નજર આવે છએ કે અમારા અકાબિર સુન્નતોંનાં જીવિત નમૂના હતા. આ જમાનામાં તેઓએ અમને પોતાનાં અમલથી સુન્નતોં પર અમલ કરની તરીકો સિખવ્યો છે.
અમો અલ્લાહ તઆલાથી દુઆ ગો છીએ કે તે અમને અમારા જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તમામ સુન્નતોં પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન
Source: http://ihyaauddeen.co.za/?p=18270