حدثني أبو عقيل زهرة بن معبد أنه سمع جده عبد الله بن هشام قال: كنا مع النبي صلى الله عليه وسلم وهو آخذ بيد عمر بن الخطاب فقال له عمر: يا رسول الله! لأنت أحب إلي من كل شيء إلا من نفسي فقال النبي صلى الله عليه وسلم: لا والذي نفسي بيده حتى أكون أحب إليك من نفسك فقال له عمر: فإنه الآن والله لأنت أحب إلي من نفسي فقال النبي صلى الله عليه وسلم: الآن يا عمر (صحيح البخاري، الرقم: ٦٦۳۲)
એક વખત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂએ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમને કહ્યુઃ હે અલ્લાહ ના રસૂલ ! મને પોતાની ઝાત ના વગર દરેક વસ્તુ ના મુકાબલામાં આપથી વધારે મોહબ્બત છે. આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: ના, તે ઝાતની કસમ જેના કબઝામાં મારી જાન છે (તમારૂ ઈમાન તે સમય સુઘી સંપૂર્ણ નહી થશે.) જ્યાં સુઘી કે હું તમારી નજદીક તમારી ઝાતથી પણ વધારે મહબૂબ ન થઈ જાઉં. હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂએ ફરમાવ્યું: અલ્લાહ તઆલાની કસમ ! હવે મને આપથી પોતાની ઝાતથી પણ વધારે મોહબ્બત છે. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: હે ઉમર હવે તમારું ઈમાન મુકમ્મલ થઈ ગયુ.
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ ની ખુશી
એક વખત હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હૂ એ (હઝરત અબ્બાસ રદ઼િય અલ્લાહુ અન્હૂ નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ ના ચાચા) ને કહ્યું:
મને મારા વાલિદ ના ઈસ્લામ કબૂલ કરવા ના મુકાબલામાં તમારા ઈસ્લામ કબૂલ કરવાથી વધારે ખુશી થઈ, કારણકે આપ (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) ને તમારા ઈસ્લામ લાવવાથી વધારે ખુશી થઈ મારા વાલિદ ના ઈસ્લામ લાવવા ના મુકાબલામાં. (શર્હ મઆનિયુલ આષાર, ૩/૩૨૧)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: