પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૩)‎

بسم الله الرحمن الرحيم

વાલિદૈનનાં મહાન અધિકાર

અલ્લાહ સુબ્હાનહુ વતઆલાની આપેલી મોટી નેઅમતો માંથી એક નેઅમત વાલિદૈનની નેઅમત છે. વાલિદૈનની નેઅમત એટલી મહાન નેઅમત છે કે આ નેઅમતનો કોઈ બદલ નથી અને આ નેઅમત એવી છે કે ઈન્સાનને પોતાનાં જીવનમાં એકજ વખત મળે છે, જેવી રીતે ઈન્સાનને જીવનની નેઅમત એકજ વખત મળે છે અને જ્યારે જીવન ખતમ થઈ જાય છે, તો ફરીથી વળીને નથી આવવાની. એવીજ રીતે વાલિદૈનની નેઅમત જ્યારે તે લઈ લેવામાં આવે છે તો ફરીથી વળીને નથી આવવાની.

આપણે બઘા સારી રીતે જાણીએ છીએ કે દરેક નેઅમતનો કંઈક અધિકાર છે, જેની અદાયગી જરૂરી છે, તેથી વાલિદૈનનાં પણ મોટા અધિકાર છે જેની પૂર્ણાહુતિ અમારા શીરે લાઝિમ તથા જરૂરી છે.

વાલિદૈનનાં શું અધિકારો છે? આ સિલસિલામાં ઘણી બઘી આયતો અને હદીષો વારિદ છે.

કુર્આને કરીમમાં અલ્લાહ તઆલાનો ફરમાન છેઃ

وَقَضٰى رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا إِلَّآ إِيَّاهُ وَبِالْوٰلِدَيْنِ إِحْسٰنًا ۚ  إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَآ أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَآ أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًا كَرِيمًا ‎﴿سورة الإسراء: ٢٣﴾

અને તમારા રબે આ હુકમ આપ્યો છે કે તેનાં વગર કોઈની ઈબાદત ન કરો અને માં-બાપની સાથે સારો વ્યવ્હાર કરો. અગર માં-બાપ માંથી કોઈ એક અથવા બન્નેવ તમારી પાસે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી જાય, તો તેઓને ઉફ્ફ પણ ન કહો અને ન તેઓને ઘુતકારો, બલકે તેમની સાથે માન-સન્માનની સાથે વાત કરે.

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) થી મરવી છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે અલ્લાહની રઝામંદી બાપની રઝામંદી માં છે અને અલ્લાહની નારાજગી બાપની નારાજગીમાં છે. (તિર્મિઝી શરીફ)

હઝરત અબુ ઉમામા (રદિ.) થી રિવાયત છે કે એક માણસે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સવાલ કર્યોઃ હે અલ્લાહનાં રસૂલ ! વાલિદૈનનો તેમનાં બાળકો પર શું હક છે? નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ તેઓ બન્નેવ તમારા માટે જન્નત અથવા જહન્નમ છે. (ઈબ્ને માજા)

જન્નતનાં બે ખુલેલા દરવાજા

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જે માણસ  સવાર પસાર કરે એવી હાલતમાં કે તે પોતાના માં-બાપનો ફરમાંબરદાર છે, તો દરેક સવારે તેનાં માટે જન્નતનાં દરવાજા ખુલી જાય છે અને અગર વાલિદૈનમાંથી એક જીવિત હોય, તો એક દરવાજો ખુલે છે. અને જો માણસ સવાર પસાર કરે એવી હાલતમાં કે તે પોતાનાં માં-બાપનો નાફરમાન છે, તો દરેક સવારે તેનાં માટે જહન્નમનાં દરવાજા ખુલી જાય છે અને અગર બેમાંથી એક જીવિત હોય, તો એક દરવાજો ખુલે છે. (શોઅબુલ ઈમાન)

ઈમામ બયહકી (રહ.) શોઅબુલ ઈમાનમાં નકલ કર્યુ છે કે એક વખત હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) તવાફ કરી રહ્યા હતા. તવાફનાં દરમિયાનમાં તેવણે એક યમની માણસને જોયો કે તે પોતાની માંને પોતાનાં કાંધા પર ઉઠાવીને બયતુલ્લાહનો તવાફ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતોઃ બેશક હું મારી માં નો પ્રશિક્ષિત ઊંટ છું. બીજી સવારી તેમને બીવડાવી સકે છે, પણ હું કદાપી નહી બીવડાવીશ (તકલીફ નહીં આપીશ). હું એમને પોતાની પીઠ પર ઉઠાવીને ચાલી રહ્યો છું, પણ તે સમયગાળો ઘણો લાંબો હતો જેમાં એવણે મને પોતાનાં ગર્ભ(રહમ) માં રાખ્યો.

તવાફથી ફારિગ થઈને તેવણે હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) ને પૂછ્યુઃ શું આવી રીતે તવાફ કરવાથી મેં મારી માં નો હક અદા કરી દીઘો? હઝરત અબ્દુલ્લા બિન ઉમર (રદિ.) જવાબ આપ્યોઃ નહી, તમે તો (તે તકલીફનો) એક હિસ્સાનો પણ હક અદા નથી કર્યો જે એવણે તમને જન્મ આપતા સમયે બરદાશ્ત કર્યો હતો. (શોઅબુલ ઈમાન)

આમાં કોઈ શક નથી કે માં-બાપની ઈતાઅત તથા ફરમાં બરદારી અને એમની ખિદમત જન્નતની તરફ લઈ જવા વાળો રસ્તો છે અને તેમનાંથી મોહબ્બત, તેમનો માન-સન્માન અન એમની જરૂરતોને પૂરી કરવુ ઘણી મોટી ઈબાદત છે, જે દુનિયા અને આખિરતમાં અજરે અજીમનું કારણ છે.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે પણ ફરમાંબરદાર ઔલાદ વાલિદૈનને શફકતની નજરથી જુવે છે, અલ્લાહ તઆલા તેમનાં માટે દરેક નજરનાં બદલામાં એક મકબૂલ હજ્જનો ષવાબ લખે છે. સહાબએ કિરામ (રદિ.) સવાલ કર્યોઃ અગરજો તે દરેક દિવસે સો વખત જુવે? નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ હાં, અલ્લાહ તઆલા સૌથી મોટા છે અને સૌથી વધારે આપવા વાળા છે (તેમનો બદલો તમારા તસવ્વુરથી પણ વધારે છે). (શોઅબુલ ઈમાન)

હઝરત હારિષા બિન નોઅમાન (રદિ.) નું પોતાની વાલિદાની ખિદમત

હઝરત હારિષા બિન નોઅમાન (રદિ.) એક જલીલુલ કદર અન્સારી સહાબી હતા. તેવણે ગઝવએ બદરમાં શિરકતનો શરફ હાસિલ કર્યો છે. તેમની તમામ ગુણવત્તા અને વિશેષતાઓમાં માંની ખિદમત, તેમની તાઝીમ તથા ઈકરામ અને તેનાંથી સારૂ બેમિષાલ મોહબ્બત સૌથી ઊપર છે. તેમની માંનું નામ જઅદહા (રદિ.) હતુ.તેવણેને પોતાની માંની ખિદમતો કેટલો મોટો બદલો મળ્યો, તેનો અંદાજો નીચે આપેલા વાકિયાથી લગાવોઃ

એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.)થી પોતાનો ખ્વાબ બયાન કર્યો કે હું જન્નતમાં દાખલ થયો, તો મેં એક માણસની અવાજ સાંભંળી, તે કુર્આને પાકની તિલાવત કરી રહ્યો હતો. તો મેં જન્નત વાળાઓને પૂછ્યુઃ આ કોણ છે જે કુર્આને પાકની તિલાવત કરી રહ્યા છે? તેવણે જવાબ આપ્યોઃ હારિષા બિન નોઅમાન.

આ ખ્વાબ બયાન કરવા બાદ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.)થી ફરમાવ્યુ કે હઝરત હારિષા બિન નોઅમાનને આ સ્થાન તથા મર્તબો પોતાની વાલિદાની સાથે સારા વ્યવ્હારનાં કારણે મળ્યો છે. હઝરત હારિષા બિન નોઅમાન (રદિ.) નાં વિષે મનકૂલ છે કે તેવણ પોતાની વાલિદાની રાહતનો એટલો વધારે ખ્યાલ રાખતા હતા કે તેવણ તેમને પોતાનાં હાથથી ખવડાવતા હતા અને અગર તેમની વાલિદા તેમનાંથી કોઈ વાત કેહતા જે તેવણ સાંભળી ન સકતા હતા (વાલિદાનાં વૃદ્ધાવસ્થાના કારણે) તો તેવન તેમનાંથી પૂછતા ન હતા (કે આપે શું કહ્યુ), બલકે ત્યાંથી નિકળવા બાદ તે બીજા લોકોથી (જેઓ તેમની માંની પાસે હાજર હોતા) પૂછતા હતા કે મારી માંએ શું કહ્યુ?

આવી રીતે હઝરત હારિષા બિન નોઅમાન (રદિ.) પોતાની માંની ખિદમત કરી, જેનાં કારણે અલ્લાહ તઆલાએ તેમને આ મકામ અતા ફરમાવ્યો કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમની તિલાવત જન્નતમાં સાંભળી.

વાલિદૈનને તકલીફ ન આપવી

જ્યારે આપણે વાલિદૈનની ફરમાં બરદારી કરીએ છીએ અને તેમને ખુશ કરીએ છીએ, તો તેમનાં દિલોથી અમારા માટે દુઆઓ નિકળે છે અને આપણી દુનિયા અને આખિરત બની જાય છે અને તેનાંથી ઊંઘુ અગર આપણે તેમની નાફરમાની કરીએ છીએ, તેમનાં અધિકારો અદા ન કરીએ અને તેમને તકલીફ પહોંચાડીએ, તો આપણે એવુ કરવાથી કબીરા ગુનાહો કરી છીએ અને તેનાં કારણે અમારા જીવન તકલીફમાં મુકાઈ જાય છે અને અમે ખૈરો બરકતથી મહરૂમ થઈ જાય છે.

જે માણસ પોતાનાં વાલિદૈનને તકલીફ પહોંચાડે છે, તેને આખિરતથી પેહલા દુનિયામાંજ સજા મળે છે અને આખિરતમાં પણ સજા મળશે.

હઝરત અબુ બકરા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે અલ્લાહ સુબ્હાનહુ વતઆલા બઘા ગુનાંહોને (જેને તે ચાહે) માફ ફરમાવી દે છે માં-બાપની નાફરમાની સીવાયનાં. બેશક અલ્લાહ તઆલા એવા માણસ (વાલિદૈનનાં નાફરમાન) ને તેની મૌતથી પેહલા આ દુનિયામાંજ સજા આપે છે. (શોઅબુલ ઈમાન)

પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર વાલિદૈન શરીઅતનાં વિરુદ્ઘ કામ કરવાનો હુકમ આપે, તો ઔલાદને જોઈએ કે તે હુકમને પુરૂ ન કરે, કારણકે અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાં-બરદારી સૌથી મુકદ્દમ (પેહલા) છે.

અલ્લાહ તઆલા આપણને વાલિદૈનની ઈતાઅત તથા ફરમાંબરદારી અને તેમની ખિદમત કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17666


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …